________________
જ્ઞાનધારા)
શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી રચિત ભાવનાશતકમાં સર્જકની વિચારસૃષ્ટિ
- ખીમજી મણશી છાડવા (M. Sc.) (શ્રી ખીમજીભાઈ મુંબઈ મહાસંઘના અને તાડદેવ ઉપાશ્રયના ટ્રસ્ટી છે. મહાસંઘમાં તેમનાં માતુશ્રીના નામે જૈન શિક્ષણ બોર્ડમાં કાર્યરત છે. સંતોની વૈયાવચ્ચ, જેના સાહિત્ય સંશોધન અને શિણક્ષના કાર્યમાં ઋચિ
ધરાવે છે) ભાવના શતકના રચયિતા મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા.નો જન્મ કચ્છના ભોરારા ગામે સં. ૧૯૩૬ માં થયો. પિતાજીનું નામ વીરપાળ અને માતાનું નામ લક્ષ્મદિવી. વીશા
ઓસવાળ જ્ઞાતિનો આ પરિવાર ખૂબ જ ધાર્મિક હતો. તેમણે પુત્રનું નામ રાયસિંહ રાખ્યું હતું. સંસ્કારી કુટુંબનો આ પુત્ર તેજસ્વી લાગતો, ભણવામાં હોશિયાર હોતાં તે સમયે દસ વર્ષની ઉમંરે તો સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ મેળવી લીધું. પછી મોટાભાઈ સાથે અર્થોપાર્જન માટે પરદેશ જવાનું થયું. ૧૩ વર્ષની ઉમરે બુદ્ધિચાતુર્ય ખીલ્યું અને વેપારી કુનેહ આવી ગઈ. વેપાર કરતાં કરતાં અંગ્રેજી પણ શીખી લીધું.
કમાવા લાગતાં રાયસિંહને સં. ૧૯૪૯માં પરણાવી તો દીધો પણ તેનું મન સંસારમાં ન ચોંટયું. બન્યું એવું કે પ્રસવકાળે તેની પત્નીનું અકાળ અવસાન થયું અને રાયસિંહ જાણે મુક્ત થઈ ગયો. તેનું મન વૈરાગ્યમાં દઢ થયું. સંતોનો સહવાસ મળ્યો. સં. ૧૯૫૩માં મા-બાપને સમજાવી ગુરુ ગુલાબચંદ્રજી પાસે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ રત્નચંદ્રજી રાખ્યું. નવદીક્ષિત મુનિ તેજસ્વી તો હતા જ, વળી તેમની વાણી પણ પ્રભાવક હોવાથી લોકો તેમના પ્રવચનો સાંભળવા ટોળે વળવા લાગ્યા.
મુનિ રત્નચંદ્રજીએ જૈન અગમોનો ઉંડો અભ્યાસ કર્યો. સંસ્કૃત-પ્રાકૃતમાં પારંગત બન્યા. યોગસાધના પણ કરવા લાગ્યા. ધીરે ધીરે અવધાન કૌશલ્ય કેળવ્યું.
સર્જકની વિચારસૃષ્ટિ) સફળતાપૂર્વક અવધાનના પ્રયોગો થતાં, શતાવધાનીની કક્ષાએ પહોંચ્યા. પરિણામે ધર્મસંસદ દ્વારા તેમને ભારતભૂષણની પદવી એનાયત થઈ અને દિલ્હીમાં તો તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા.
કચ્છથી શરૂ કરી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, જમ્મુ. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે સ્થળોએ વિચરણ કર્યું. જુદાં જુદાં શહેરોમાં ૪૪ ચાતુર્માસ કર્યા.
સ્થાનકવાસી સંપ્રદાયના આ મુનિ પરમ વિદ્વાન બન્યા અને શ્રેષ્ઠ સાહિત્યકાર પણ બન્યા. તેમણે વિવિધ વિષયો પર અનેક ગ્રંથોની રચના કરી.
આગમોની બત્રીસીમાંથી ભગીરથ પ્રયત્ન કરી એકઠા કરેલ શબ્દો - સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અર્થો સાથે, અવતરણો અને સંદર્ભગ્રંથોની નોંધ સાથે, એક અજોડ શબ્દકોષ સમાજને ચરણે ધર્યો. અર્ધમાગધી ભાષાનું પાણિનીની ઢબે વ્યાકરણ રચ્યું. રેવતીધન સમાલોચના જેવા ગંભીર મનનપૂર્ણ લેખો દ્વારા સંશોધકોની આંખો ઉઘાડી, પોતાની પ્રકાંડ વિદ્વત્તા અને તર્કશક્તિનો પરિચય કરાવ્યો છે તેમ જ કર્તવ્યકૌમુદી બે ભાગ 'અર્ધમાગધી’ કૌષ, પાંચ ભાગ જૈન આગમ શબ્દકોષ, રેવતીદાન સમાલોચના, અજરામર સ્તોત્ર વિગેરે ગ્રંથો પ્રગટ થયા છે.
આ વિદ્વાન મુનિ પુંગવ, ભારતભૂષણ, ભારતરત્ન, શતાવધાની પંડિત મુનિ શ્રી રત્નચંદ્રજી મહારાજે ઈ.સ. ૧૬-૫-૧૯૪૧ના મુંબઈના ઘાટકોપર પરામાં દેહત્યાગ ર્યો. તેમણે શરૂ કરાવેલી જૈન પાઠશાળાઓ અને સંસ્કૃત પાઠશાળાઓ, રત્ન ચિંતામણી શિક્ષણ સંકુલ અને અનન્ય સાહિત્યકૃતિઓ દ્વારા આજે પણ તેઓ અજર-અમર છે.
તેમની કૃતિ ભાવના શતક એ વૈરાગ્યમય કાવ્યકુંજ છે. આ કૃતિ દ્વારા તેઓ જૈન સમાજના ભર્તુહરી કહેવાય છે.
ભાવના શતક:
જૈન શાસ્ત્રમાં ભાવનાના મુખ્યત્વે બાર પ્રકાર બતાવ્યા છે. તે બાર ભાવના ઉપર મુનિશ્રી રત્નચંદ્રજીએ સંસ્કૃતમાં ૧૦૦ શ્લોકો રચી, દરેક શ્લોક પર અર્થ, વિવેચન આપી, ભવ્યજીવોને સન્માર્ગે જવામાં પ્રેરણા આપી છે. પ્રત્યેક ભાવના પર સુંદર વિવચન સાથે દષ્ટાંતો અને જૈન શાસ્ત્રની ગાથાઓ આપી, દરેક વિષયને બુદ્ધિગમ્ય રીતે રજૂ કર્યો છે, જેથી ભાવનાનું સ્વરૂપ વાંચવા વિચારવાથી ભવ્ય જીવોના ભાવબંધનનો નાશ થાય
૮૦ -