________________
જ્ઞાનધારા)
અધ્યાત્મ કલ્પદ્રુમઃ ઉપાધ્યાય મનિસ્ર વિજયજીની વિચારસૃષ્ટિ
- ચેતનકુમાર શાહ “ચૈતન્ય’ જૈન ધર્મના અભ્યાસુ ભાવનગરસ્થિત ચેતનભાઈ ! સાહિત્ય સંશોધન પ્રવૃત્તિમાં રસ ધરાવે છે અને
પુસ્તકાલય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જૈન સાહિત્યમાં ગૌરવવંતા ગ્રંથ અંતર્ગત અધ્યાત્મરૂપ કલ્પવૃક્ષ, અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથનું સંક્ષિપ્ત પરિચય કાર્ય અને વાંચકોને આ ગ્રંથ વાંચનનો અભિગમ થાય તે હેતુએ ગ્રંથગૌરવ અને સર્જકોની વિચારસૃષ્ટિ અને પરિચય આપવાના હેતુથી આ નિબંધનું આયોજન કરેલ છે.
સમગ્ર વિશ્વના ચેતનવંતા જીવો માટે જન્મવું, જીવન જીવવું અને પોતાનું નિયત આયુષ્ય પૂર્ણ કરવું એ એકસરખી પ્રક્રિયા છે. પ્રાચીન સમયકાળ હોય કે અર્વાચીન કે આધુનિક સમયકાળ હોય; પુરાતન સમયની સાત્વિક જીવનશૈલી હોય કે વર્તમાન સમયનું અતિઆધુનિક વિજ્ઞાન હોય કે ભૌતિક સાધનોની ભરમાળ હોય; મૃત્યુને અટકાવવું કે જીવને અમર કરવું એ શક્તિ કોઈનામાં જ નથી. જીવનું મૃત્યુ થાય પછી શું ? તે અંગે મતભેદ અને અલગ અલગ માન્યતાઓ હોઈ શકે પરંતુ મૃત્યુ નિશ્ચિત છે જ તેમાં કોઈ મતભેદ હોઈ શકે નહીં. માટે જ આ અનંતકાળના સમય સમુદ્રમાં એક બિંદુ સમાન પ્રાપ્ત થયેલ જીવન કેવી રીતે જીવવું એ અનુપમ કળા વિશે જ્ઞાની આત્માઓએ જરૂર ને જરૂર વિચારવા પ્રેરણા થાય તેવા અધ્યાત્મ સાહિત્યના સંપુટના રત્ન સમાન અધ્યાત્મકલ્પદ્રુમ” ગ્રંથના ગૌરવનું દોહન દરેક પેઢી માટે જરૂરી જણાય છે.
અનેકવિધ યોનિઓમાંથી જન્મેલા અને નિગોદથી માનવ સુધી સૃષ્ટિમાં અસંખ્ય જીવયોનિઓ પોતાને પ્રાપ્ત થયેલ ઇન્દ્રિયોની વૃત્તિના આધારે મુખ્યત્વે ચાર સંજ્ઞાઓનો
સર્જકની વિચારસૃષ્ટિ) સ્વભાવ લઈ જન્મ લે છે. આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા, આ ચાર સંજ્ઞા એ દરેક જીવોમાં સામાન્યતઃ હોય છે અને દરેક જીવ સામાન્ય રીતે “સુખ” તત્વની આકાંક્ષા સાથે જીવન વ્યતીત કરતો હોય છે.
માનવભવ પ્રાપ્ત કરેલ અસંખ્ય જીવોમાંના મોટા ભાગના જીવો ભૌતિક ચીજોના ઉપભોગ, સંગ્રહ અને સ્વામીપણાની અનુભૂતિને સુખની પ્રાપ્તિની પરિભાષામાં સમાવવાનો કલ્પિત આનંદ, ઉપલબ્ધિ અને ક્ષણભંગુર સંતોષ મેળવે છે. બહુ અલ્પ લોકો બુદ્ધિપ્રતિભા ધરાવતા હોય, વ્યવસાયિક સફળતા મેળવી ચુક્ય હોય કે દુનિયાનું ઉચે શિક્ષણ મેળવી ચુક્યા હોય છતાં પણ આત્મિયસુખ અને અધ્યાત્મજ્ઞાનને જ પ્રધાનતા આપતા હોય છે. જીવ, અજીવનો વિચાર, વિશ્વમાં પથરાયેલ મૂળભૂત તત્વ, પ્રકૃતિની અનુપમ ગતિવિધિ અને નિગોદથી મોક્ષર્માગમાં શ્રદ્ધેય થઈ આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યા બાદ જ જીવનમાં અધ્યાત્મનો પ્રવેશ શક્ય બને છે. આ અલ્પ જીવનકાળમાં મૃત્યુ અંગેની ચિંતા તો મિથ્યાત્વ છે. પરભવ અને પરલોકમાં ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત કરવા અંગેનું ચિંતન એ જ અધ્યાત્મ છે. જ્ઞાની ગુરુભગવંતો આપણને અલ્પજ્ઞાનીને આ વાત સમજાવવા અને તે અંગે પુરૂષાર્થ કરવા પ્રેરણા કરતા હોય છે.
મનોવિજ્ઞાનની દષ્ટિએ મનની ત્રણ અવસ્થા છે. જાગૃત મન, અર્ધજાગૃત મન અને અજાગૃત મન. જાગૃત મન બાહ્ય દબાણનો અને પોતાની નિયંત્રણ કરવાની શક્તિના આધારે કામ કરે છે, જ્યારે અર્ધજાગૃત મન એ જાગૃત મન જ્યારે સુષુપ્ત અવસ્થા એટલ કે નિદ્રા અવસ્થામાં હોય છે ત્યારે કામ કરે છે. અર્ધજાગૃત મન દબાણ વગર વધુ સારી રીતે કામ કરે છે. પોતા પાસે રહેલી અસંખ્ય માહિતીના આધારે તલસ્પર્શી પૃથ્થકરણ કરી વધુ સારા નિર્ણયો તારવી શકે છે. આપણે જાગૃત મનથી કરેલ કોઈ વિચાર પડતો મૂકીએ છીએ અને અન્યત્ર કાર્યમાં પરોવાઈ જઈએ છીએ. અચાનક જ અર્ધજાગૃત મનની મદહ્યી તે વિચારનું સમાધાન મળી જાય છે અને તે વધુ સચોટ અને સત્યની નજદીક હોય છે. અનેક પૂર્વજન્મોમાં મેળવેલ સંસ્કારો અને જ્ઞાનનો ખજાનો એ અજાગૃત મન સમાન સંપુટ છે જેનો પ્રભાવ આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પડતો રહે છે. આ સિદ્ધાંતો વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે. આ અનંત ભવોમાં મેળવેલ સંસ્કારો અને જ્ઞાનના સંપુટનું વર્ણન કરતા પ્રકાશમાન આત્માનું શુદ્ધિકરણ કરીને તેને ઊર્ધ્વગામી બનાવવાની પ્રક્રિયાનું મુખ્ય ચાલકબળ એ અધ્યાત્મજ્ઞાન છે.
“અધ્યાત્મ કલ્પદ્રુમ” એ આત્મજ્ઞાનનું કલ્પવૃક્ષ છે. તેની પાસે યાચના કરતો
૬૮