Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 34
________________ સર્જકની વિચારસૃષ્ટિ) પોતાની જાતને પૂર્ણ માનનારા ઉપદેશકો જનતા પર સાચી શીખામણની અસર કદી ઉપજાવી શકતા નથી. એમની વાતો સર્વદેશી અને સર્વસ્પર્શી જ રહેતી. ભક્તો કે સંપ્રદાય પ્રતિ પક્ષપાત ક્યારેય કર્યો નથી. ‘ભક્તિનો મહિમા' એ વિષય પર બોલતા હોય તો સર્વધર્મને લક્ષમાં રાખવા ગીતા અને ઉપનિષદના પદો તેમની પ્રાર્થનામાં આપણે જોઈએ છીએ. તેઓ કહેતા ભક્તિ કરનારનું હૃદય નિર્મળ સ્વચ્છ ટિક જેવું હોય તો પરમાત્મા તેની સ્તુતિ કબૂલ રાખે છે. “મનમાં ભરી રાખેલો મેલ તો મેલને જ આકર્ષે છે. નીતિમય અને પવિત્ર જીવન વગર માનવી પ્રાર્થના કરી શકે જ નહીં.” રમણ મહર્ષિ અને આનંદઘનનો સંદર્ભ આપી તેઓ કહેતા કે ઘણાં ક્રિયાકાંડો કરતાં સત્યનો સ્વીકાર કરી મસ્ત જીવન જીવનારાનું જ અનુકરણ આપણું કલ્યાણ કરી જ્ઞાનધારા) પરિણામે વિષયની રજૂઆત સચોટ, સંગીન અને સુસંકલિત બની છે. મોટેભાગે સંસાર ત્યાગ કરીને સંયમને માર્ગે ગયેલા સંતો, ધર્મગુરુઓ, સન્યાસીઓ ધર્મ, અધ્યાત્મ અને આત્માની વાતો જ કેન્દ્રસ્થાને રાખીને ઉપદેશ આપતા હોય છે. કર્મમુક્તિની સાધનાના મહત્ત્વને કારણે માનવતા વિશે પ્રવચન કરનારા કે લખનારા ભાગ્યે જ જોવા મળશે. મન વડે કર્મબંધન થાય, મન જ કર્મમાંથી મુક્તિનો માર્ગ કરી આપે છે. આ માનવભવમાં શક્ય છે માટે માનવભવ જ શ્રેષ્ઠ ગણાય છે કારણકે માનવો જ નિર્જરાનો માર્ગ લઈ શકે છે. - જનસમાજમાં સામાન્ય રીતે એક એવી છાપ છે કે જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે. પ્રવૃત્તિથી કર્મબંધન છે માટે અહીં આત્મલક્ષી સાધનાને જ માત્ર સ્થાન છે. પરંતુ આ એકાંગી કથન છે. ભગવાન મહાવીર પ્રબુદ્ધ કરુણાના કરનાર હતા. તેઓ અહિંસાના વિધેયક દષ્ટિકોણના પુરસ્કર્તા હતા. અન્યની હિંસા ન કરવી તે અહિંસાનું એક પાસુ પરંતુ અન્યને શાતા પમાડવી કે તેની પીડા ઓછી કરવી તે અહિંસાનું બીજું પાસુ છે. આ વાત સમજી શકે તે જ સ્વીકારી શકે કે મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત ભર્યું છે અને આ અમૃતવાલીના પાન કરીને કરાવનાર કવિવર્ય નાનચંદ્રજી મહારાજ હતા. તે હંમેશાં મહાવીર ધર્મના સેવા ભાવને ઉજાગર કરવાની વાત કરતા. મુનિશ્રીએ જનતા સમક્ષ અનેક વાતો અને દષ્ટાંતો રજૂ કરીને આ પંચમકાળમાં માનવતાનું મીઠું જગત" ક્યાં છે અને તેની મીઠાશ કેમ માણી શકાય તેવી અનેક કળા પોતાના “માનવતાનું મીઠું જગત” એ ગ્રંથમાં જીજ્ઞાસુઓને પીરસી છે. ચાર ભાગમાં વહેંચાયેલા આ વિશાળ સંપુટમાં આવી શિખામણની ઉચ્ચ કથાની વાતો કરનાર ગ્રંથના સર્જક કે પ્રવચનકાર તો પોતાને પણ સની કોટીમાં ગણીને “સંત શિષ્ય' એ નામે જ એ મીઠા જગતની ચૂંટી કાઢેલી વાનગીઓ પીરસી છે. તેઓ માનતા કે અધૂરો માનવી બીજાને શી રીતે ઉપદેશ દઈ શકે ? વાસ્તવિક રીતે જોઈએ તો આવા પુરુષો જ “માનવતાનું મીઠું જગત”નું સાહિત્ય લોકોને પીરસી શકે કારણ કે તેમણે એ મીઠા જગતની મીઠાશ માણેલી હોય છે. “માનવતાનું મૂલ્ય' એ કાવ્ય દ્વારા કવિવર્ય મુનિશ્રીએ આ વાતને સ્પષ્ટ કરી છે. પોતે પૂરણ અહિત રચી પોતા તણું સંતશિષ્ય કહે, દુર્ગતિએ જાય મદમાતા, મછરાળા, મૂરખ માનવી નથી સમજતા માનવભવનું મૂલ્ય જે” - ૬૫ - બ્રહ્મચર્ય અને સંયમની વાતની પુષ્ટિ કરવા ત્રીજા ભાગમાં નાગિલા અને ભવદેવનો સુંદર સંવાદ વર્ણવ્યો છે. ચોથા ભાગમાં શ્રોતા અને વાંચકોને માનવતાના મીઠા જગતનો આદર્શ બતાવે છે. “માનવતાનું મીઠું જગત" એ એવા વ્યાખ્યાનોનો સંગ્રહ છે કે તેનું સતત અમૃતપાન કર્યા જ કરીએ એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ.સા.ની શિષ્ય સંપદામાં વિ.સં. ૧૯૮૩માં ૫ ચુનીલાલજી મ.સા.ને તથા પૂ. મુનિશ્રી સંતબાલજી વિ.સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું. તેમણે પોતાના ગુરુના વિચારો ઝીલ્યા હતા, અને ગાંધીવિચારધારા તેમના જીવનમાં પ્રતિબિંબિત થાય છે. તેમને ભાલનળ કાંઠા અને વિધવાત્સલ્ય પ્રયોગિક સંઘ મુંબઈ તથા ચીંચણમાં મહાવીર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરેલી. વિ.સં. ૨૦૨૧ના માગસર વદ-૯ ને રવિવારે પ્રાર્થના નિત્યક્રમ પૂર્ણ કરી ચાર શરણના સ્વીકારી સમાધિભાવે ૧૦.૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. ભારતભરના અનેક સ્થળેથી અંતિમવિધિમાં સાયલામાં દસ હજાર ભક્તોએ ભાગ લીધો. એકંદર ૬૪ વર્ષના સંયમ પર્યાય બાદ માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કાર રેડી પૂ. મહારાજશ્રીએ ચિરવિદાય લીધી. સદાચાર અને નિર્બસનતાના પુરસ્કર્તા કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ને ભાવાંજલિ. . ૬૬

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100