Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 32
________________ જ્ઞાનધારા) સેવા-વૈયાવચ્ચ કરે છે. નાગર ઉપાશ્રયમાં આવતા સાધુની જીવનચર્યા અને સામાયિક અંગે જાણે છે. વ્યાખ્યાનો સાંભળે છે. નાગરદાસની ૧૩-૧૪ વર્ષની ઉમર. સાયલામાં મુનિચતુરલાલ અને જીવણજી મ.સા. પધારે છે. એ વખતે નાગરદાસ અને તેના પિત્રાઈ ભાઈ જીવરાજ નિર્ણય કરે છે કે આપણે આ સંસાર છોડી દીક્ષા લઈએ અને સાધુઓએ વિહાર કર્યો તો છૂપી રીતે તેની પાછળ ગયા. રામપરા ગામે પહોંચ્યા ત્યારે મહારાજે તેમને જોતાં પૂછયું કે, માતાપિતાને કહીને આવ્યા છો ? તો કહે ના. વડીલને બોલાવી લીધા. વડીલો સાથે જવાની બન્નેએ ના પાડી. મહારાજશ્રીએ સમજાવી કહ્યું કે, વડીલો પાસેથી પ્રેમપૂર્વક સંમતિ લેશું પછી દીક્ષા આપીશું, ને પાછા ગયા. પિતાજીનું અવસાન થયું. મોટાભાઈ જેશીંગભાઈના લગ્ન થયાં. સં.૧૫૬નું વર્ષ. આ વખતે નાગરદાસની ઉમર ૨૧-૨૨ વર્ષની હતી. જીવનમાં ત્યાગધર્મની પ્રતીતિ થતાં તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. તેમની સગાઈ માટે કપટથી કન્યા મોટી બતાવેલ અને સગાઈ કરી તો કન્યા નાની હતી તે જાણ થતાં કપટમય સંસારનું વધુ સ્પષ્ટીકરણ થયું અને આમ આજીવન બ્રહ્મચર્ય વ્રત માટે આ અગત્યનું કારણ મળ્યું. લીમડીના શેઠ કુટુંબના પોપટભાઈએ નાગરદાસને લીમડી સંપ્રદાયના પૂ. દેવચંદ્રજી મ.સા.ને મળવા જણાવ્યું. સરની શોધમાં નીકળેલ નાગરભાઈનો ગુરુને મળવા તલસાટ વધ્યો. સુદામડામાં વાગદત્તાને ઘરે જઈ તેના માતા-પિતાની પ્રત્યક્ષ કહ્યું. “સમજબહેન, આજથી તું મારી બહેન... ભાઈ તરીકે આ ચૂંદડી ભેટ આપું છું ... અને સગપણથી મુક્ત થયા. ત્યાગ ધર્મની પ્રેક્ટિસ કરવા નાગરદાસ લોચ કરતા, ઉપવાસ કરતા, તડકામાં રેતી પર આતાપના લેતા સં. ૧૯૫૬માં દેવચંદ્રજી મ.સા.નો પ્રત્યક્ષ પરિચય થયો અને પૂ. દેવચૂંજી મ.સા. નાગરભાઈના અંતરમાં ગુસ્થાને પ્રતિષ્ઠિત થયા. ગુર અંજારમાં હતા. સં. ૧૯૫૭ના ફાગણ સુદ-૩ના આનંદ-ઉલ્લાસ સાથે દીક્ષા અપાઈ. નવદીક્ષિત નાગરભાઈનું નામ ‘મુનિ નાનચંદ્રજી' રાખવામાં આવ્યું. એમનો મનનો મોરલો ગુંજી રહ્યો. સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુના અહેસાસ આતમ થયો ઉજાગર જે પરમાત્મા થવા ... પરમાત્મા દીક્ષિત જીવનનાં ૧૦ વર્ષ સં. ૧૯૫૩થી ૬૬ દરમિયાન તેમણે માંડવી (કચ્છ), જામનગર, મોરબી, જેતપુર, જૂનાગઢ, માંડવી, વાંકાનેર, મોરબી, અને રામણીયા - ૬૧ - ‘ સર્જકની વિચારસૃષ્ટિ) ચાતુર્માસ કર્યા. સં. ૧૯૬૬માં રામણીયામાં સાધુસંમેલનમાં યોગ્ય પ્રેરણા આપી. સમાજ સુધારણા માટે સમાજકલ્યાણ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરી. ૧૯૬૭થી ૭૬ના તબક્કામાં પૂ. ગુરુની સેવા વૈયાવચ્ચ અંગે ૯ વર્ષ લીમડી રહ્યા. અગ્લાન ભાવ સેવાના કારણે “ળિયુગના પંથકજી"નાં બિરૂદ મેળવ્યું. વૈયાવચ્ચે એ એમના હૃદયની સંવેદના હતી. તેમનું હીર, તેમની આત્મદશાનું દર્શન તેમના ભક્તિગાનમાં અને પ્રવચન અને કથા આખ્યાનમાં દર્શાવેલ છે. તેમની વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી પરંતુ તેમના અંતરના ઊંડાણમાં પહોંચી જીવનનું પરિવર્તન અને સંસ્કરણ પણ કરાવતી. કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ.સા.નું સાહિત્યસર્જન : પ્રાર્થનામંદિર કવિવર્ય નાનચંદ્રજી મહારાજ “સંત શિષ્ય” દ્વારા તૈયાર કરાયેલ આ સુંદર પ્રાર્થના સંગ્રહ છે. જેમાં પ્રાર્થનાઓ, ભજનો અને ધૂનો સંગ્રાહિત થયેલ છે, જેમાં કવિવર્ષે પોતાની સ્વરચિત રચનાઓ ઉપરાંત સુપ્રસિદ્ધ સંતો અને ભક્તકવિઓની રચના સંગ્રહિત કરી છે. આ સંગ્રહની અંદર આવૃત્તિઓ પ્રકાશન પામી ચૂકી છે તે જ એની લોકપ્રિયતાનો પુરાવો છે. સંસ્કૃત કાવ્યાનંદ ભાગ : ૧ થી ૩ મુનિશ્રી નાનચંદ્રજી સ્વામીએ આ નાનકડી પુસ્તિકામાં ૩૭૧ સુંદર અને પ્રસિદ્ધ શ્લોકોનું સંકલન કર્યું છે. સંસ્કૃત કાવ્યાનંદનો આ બીજો અને ત્રીજો ભાગ પ્રબોધ પ્રભાકર રૂપે પ્રગટ થયો. આ પુસ્તિકામાં સંસ્કૃત ગ્રંથો જેવા કે ગીતા, વિવેક ચૂડામણિ, જ્ઞાનાર્ણવ, હૃદયપ્રદીપ, વિચારપ્રદીપ, ગરુડપુરાણ વિગેરેમાંથી ખાસ ચૂંટવામાં આવેલા લોકો વિવિધ વિષયો પરનો બોધદાયક સુભાષિત સંચય ઇત્યાદિ સાહિત્ય સામગી આપવામાં આવી છે. પૂ નાનચંદ્રજીના શિષ્ય મુનિશ્રી સંતબાલજીએ ગીતાના આ શ્લોકમાંથી પ્રેરણા મેળવી “જૈન દષ્ટિએ ગીતા દર્શન’ના બે સુંદર ગ્રંથોની રચના કરી. પ્રેરણા પીયૂષ આત્માના ઉધ્વીકરણના હેતુને લક્ષમાં રાખીને કવિવર્ય નાનચંદ્રજી મ.સા. સંપાદિત ૧૧૨ પાનાંના આ પુસ્તકમાં મહર્ષિ અરવિંદ ઘોષની જીવનની ઝાંખી કરાવતો “અધ્યાત્મ પથદર્શન' નામનો લેખ પૂરા ૪૫ પાનાંનો છે. તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી સુશીલે અરવિંદના બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી સાધક જીવનને ઉપયોગી થાય એવી ૬૨

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100