________________
જ્ઞાનધારા) સુંદર કંડિકાઓનું આ સંકલન છે. આ કંડિકાઓ અધ્યાપક જીવનની અભીપ્સા સેવનારાઓ માટે ઉપયોગી તેમજ માર્ગદર્શક બની રહે છે.
જ્યારે “પરમેશ્વરની હજુરમાં' એ શીર્ષક નીચેના લખાણમાં ચિંતક અને લેખક વાડીલાલ મોતીલાલ શાહે ભક્તિયોગની દષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. છેલ્લે સંસ્કૃત સુવાક્યો, આગમ સુધાબિન્દુ અને વચનામૃતો છે.
સંતશિષ્ય પત્રસુધા સંતોનો સાધકો સાથ, ગુરુવર્યનો શિષ્ય-શિષ્યાઓ સાથે અને શ્રાવકો કે મહાજન સાથે પત્ર વ્યવહાર થતો હોય છે, પરંતુ આપણે ત્યાં આવા પત્રોની સાચવણી અને તેનું સંપાદન કરે અને પ્રકાશન કરવાનું બહુ જ જૂજ બન્યું છે. આવા પત્રો સચવાણા હોય અને યોગ્ય સમયે તેનું પ્રકાશન થાય તે ઘણું ઉપયોગી અને ઉપકારી છે.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજનો પત્રવ્યવહાર વિપુલ છે અને સદ્ભાગ્યે મોટી સંખ્યામાં પત્રો સચવાયા છે અને પ્રકાશન માટે પ્રાપ્ત થયા છે. પત્રોનું સંકલન મુનિશ્રી સંતબાલજીએ વિષયવાર વિભાગ કરી ૨૬ વિભાગમાં વહેંચ્યા છે. દરેક પત્રને યોગ્ય શીર્ષક પણ આપ્યું છે. દરેક વિભાગની શરૂઆતમાં વિષય પ્રવેશ રૂપે ઉદ્દબોધન અને અંતે ઉપસંહાર સંતબાલજીએ લખી આપ્યો છે. પૂ. દમયંતીબાઈ મ.સ.એ પણ સંગ્રહ તૈયાર કરવામાં ઘણો પરિશ્રમ લીધો.
આમ જોઈએ તો પત્રવ્યવહાર અંગત વસ્તુ છે. કેટલેક દરજે નિરપેક્ષતાથી લખી શકાય છે. પત્ર લેખનમાં નિકટ સંબંધ છે, તેમાં કેટલુંક પ્રાસંગિક હોય અને કેટલુંક ચિરંજીવ તત્વ હોય.
બધા ધર્મોમાં અને ખાસ કરીને જૈન ધર્મમાં ગુરુનો અસીમ મહિમા બતાવ્યો છે. ગુર વિના જ્ઞાન નહિ. સાચું આધ્યાત્મિક જ્ઞાન બુદ્ધિ કે તર્ક નહીં પણ આધ્યાત્મિક અનુભૂતિનો વિષય છે. જ્યારે જ્યારે અધ્યાત્મમાર્ગ સાધનામાં મૂંઝવણ ઊભી થાય ત્યારે ગુરનું મર્ગદર્શન અનિવાર્ય બની જાય છે. ગુરુનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે પત્રો દ્વારા પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
અહીં ગ્રંથસ્થ પત્રો જીવન પંથને સાચો રાહ બતાવવા માર્ગર્શક પડ્યો છે. સંતશિષ્ય પત્રસુધા રૂપ જે પત્રસંગ્રહ પ્રગટ થયો છે તેમાં મુનિશ્રીએ વિવિધ સ્વરૂપે માર્ગદર્શન આપ્યું છે તે જોઈ શકાય છે. કવિશ્રીની એક વિશેષતા એ હતી કે ગૃહસ્થને ગ્રહસ્થ ધર્મન લગતો જ ઉપદેશ આપતા શ્રાવક અને શ્રાવિકા બન્નેને લક્ષમાં લઈને આપતા. ટૂંકમાં નિશ્ચય અને વ્યવહાર દષ્ટિનો બરાબર સમન્વય સાધતા. વ્યક્તિગત માર્ગદર્શન આપવાનું હોય ત્યારે શિષ્યની લાયકાત પ્રમાણે જ્ઞાન આપે,
- ૬૩
‘
સર્જકની વિચારસૃષ્ટિ) ન ઓછું ન વધુ.
અધ્યાત્મ પંથે વિચરતાને વિટંબણા, મુસીબતો કે મૂંઝવણો હોય, કોઈને ધ્યાન માટે, કોઈને તપ માટે, કોઈને નામસ્મરણ જાપ માટે, કોઈને યોગ માટે તો કોઈને કષાય મંદતા માટે યોગ્ય સાધકને યોગ્ય સમયે પત્રોથી પ્રેરણા આપતા.
આમ કવિશ્રીના આ પત્રોએ દિશા વિહીનને દીક્ષા બતાવી છે તો ભટકી ગયેલાને પાછા યોગ્ય રાહ પર લાવવામાં આ પત્રોએ અગત્યની ભૂમિકા ભજવી છે.
કવિવર્ય નાનચંદ્ર મ.સા. ભજનો અને પદો કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજે કાવ્યો, પ્રાર્થનાઓ, ભજનો અને પદોની રચના કરી છે. મહારાજશ્રીએ જૂના ભજનોના લોકઢાળો લઈને પદો રચ્યા છે. અપરિચિતોને તો એમ જ લાગે કે આ કોઈ જૂનું ભજન છે, પરંતુ નામાચરણમાં “સંતશિષ્ય" એવું નામ આવે ત્યારે જ ખબર પડે કે આ તો મહારાજ રચિત ભજન છે. સાંપ્રદાયિકતાના સીમાડા ભેદીને સર્વધર્મ સમભાવ સુધી આ પદોની ભાવના પહોંચી છે.
માનવતાનું મીઠું જગત : ભાગ-૧થી ૪માં સર્જકની વિચારસૃષ્ટિ
મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના પ્રવચનોના આ ગ્રંથો આત્મલક્ષી માનવતાનો સંદેશ આપતા સાત્ત્વિક સાહિત્યના સંપુટ છે.
સમાજમાં જીવનમૂલ્યોનું જાણે-અજાયે સારું એવું પરિવર્તન થઈ રહ્યું હોઈ, સંપત્તિ અને માત્ર સંપત્તિની સૃષ્ટિની જાણે બોલબાલા દેખાય એવા સંજોગોમાં મૂલ્ય પરિવર્તનનો આ ઝોક સાચી દિશામાં છે કે કેમ એ એક ગંભીર અભ્યાસનો વિષય બની જાય છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજના વ્યાખ્યાનોના આ સંગ્રહમાં જીવનના આ મૂલ્યોને પર્શતા વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જીવનનું રહસ્ય, મનુષ્યની સુખની શોધ, શક્તિનું મૂળ, અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, યુગધર્મ, સેવાનો માર્ગ વિગેરે બાબતોની છણાવટ કરીને, મુનિશ્રીએ આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાનો અહીં આ ધરતી પર જ સ્વર્ગને સજાવવાનો સંદેશો આ ગ્રંથોમાં આપ્યો છે.
- ટૂંકમાં કહીએ તો આત્મલક્ષી માનવતાનું એટલે કે સ્કૂલ અને સૂક્ષ્મને આવરી લેતી સાચી અને અખંડિત આધ્યાત્મિક્તાનું સ્વરૂપ તેમણે અહીં સમજાવ્યું છે અને તે પણ સામાન્ય માણસો સમજી શકે તેવી સરળ શૈલીમાં આલેખન થયું છે.
આ ગ્રંથની ખાસ એક વિશિષ્ટતા એ કહી શકાય કે મુનિશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હોવા છતાં તેમના લખાણો-કાવ્યો કે વ્યાખ્યાનમાં સંકુચિત સાંપ્રદાયિકતા કે એકાંગી દષ્ટિનો અભાવ છે એ કારણ જ આ પુસ્તકોનું મૂલ્ય વધારી દે છે. વળી આ સંપાદન પણ યોગ્ય અધિકારી વ્યક્તિ મુનિશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી સંતબાલજીના હસ્તે થયું છે.