Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 29
________________ - જ્ઞાનધારા) આજની આપણી રક્ષક કર્તવ્ય દિશાઃ પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખી વિચારસૃષ્ટિ - ડૉ. છાયા શાહ (અમદાવાદ સ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. પાઠશાળા અને સંતોની વૈયાવચ્ચ પ્રવૃત્તિમાં રસ લે છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ || લે છે) જીવન ઝરમર” ઊંચા હિમાલયની શ્વત ગિરિકંદરાઓ વચ્ચે આવેલા કોઈ સરોવરની કલ્પના કરો અને તેના નિર્મળ ઝીલમીલ થતા પાણીના તરંગોમાં તરતાં બાલસૂર્યના તેજકિરણો જુવો અંતરપટ પર તેનું જે વિચળ અને ભવ્ય દશ્ય અંકિત થાય તેના જેવું શ્રી પ્રભુદાસભાઈનું બાહ્ય અને આંતરવ્યક્તિત્વ હતું. “સૌમ્ય, પ્રસન્ન અને ઓજસ્વી.” ગુજરાતની રત્નભૂમિએ પ્રત્યેક ક્ષેત્રમાં એવી મહાન વિભૂતિઓ જન્માવી છે કે જેમણે પોતાના કાર્યક્ષેત્રો વિશ્વના તખતા સુધી વિસ્તાર્યા હોય, જેમના કીર્તિકળશો યાવરચંદ્ર દિવાકરી ઝળહળી રહ્યા હોય, જેમની સિદ્ધિઓ સ્થળકાળથી પર અમર બની ગઈ હોય એવા ધર્મશૂર અને કર્મચૂર મહાત્માઓથી ગુર્જરીમાતાનું કીર્તિમંદિર શોભી રહ્યું છે. એવા ગૌરવવંતા કીર્તિમંદિરનો એક સુવર્ણ કળશ છે. “પૂ. પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ.” તેઓ માત્ર ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં જ નહીં, પરંતુ જૈન શાસનના ઇતિહાસમાં નોંધપાત્ર સીમાચિન્હ છે. એ મહાન ત્યાગી, તપસ્વી અને પ્રભાવક શ્રાવક છે. આ એક શુદ્ધ સમન્વધારી, આર્ય સંસ્કૃતિરક્ષક, દીર્ઘદરા શ્રાવકના જીવનની ઝરમર છે. જીવન જીવી જાણે તે જૈન” આ વ્યાખ્યા પ્રમાણે જૈનત્વનું જીવન જીવનાર કર્તવ્યનિષ્ઠ દાના જીવનની ઝરમર છે. - ૫ સર્જકની વિચારસૃષ્ટિ) - આ એક મર્મજ્ઞાતા ધર્મનિષ્ઠ, પરમશ્રદ્ધાળુ, સંસ્કૃતપ્રેમી સૌરાષ્ટ્રના ખમીરવંતા પુરુષના જીવનની ઝરમર છે. પોતાના આત્માની જ્યોતને જવલંત બનાવી અનેકોના આત્માની જ્યોતને દીપ્તિમંત બનાવનાર એક પ્રજ્ઞા પ્રાપ્ત વ્યક્તિત્વના જીવનની ઝરમર છે. જીવન જીવી જાણવું અને મરણ માણી જાણવું એ જીવતરની શોભા છે. આવી શોભા જેના અણુએ અણુમાં રમતી હતી તેવા આ યુગના સત્યનિષ્ઠ, સિદ્ધાંતવાદી, નિઃસ્પૃહી નીડર લેખકના જીવનની આ ઝરમર છે. અસલ સૌરાષ્ટ્રવાસી ફેંટો, ખેસ, કોટ, ધોતિયું, પારંપારિક જૈન શ્રાવકને માટે સુયોગ્ય તેવો નખશિખ પહેરવેશ તેમણે જિંદગી સુધી જાળવી રાખ્યો છે અને વેશને અનુરૂપ ખમીર તેમની જિંદગીભર બતાવ્યું છે એવા ખમીરવંતા પુરુષની આ જીવન ઝરમર છે. પ્રભુદાસ પારેખના તે સમયની સાંપ્રત સમસ્યાને ચર્ચતા ગ્રંથો (૧) અહિંસાની હિંસા (૨) પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ કે પછી ધર્મભક્ષક દૈત્ય ? (૩) આજની આપણી રક્ષક કર્તવ્યદિશા (૪) મહાગુરફળ વાસ (૫) સત્ય કે પછી ભ્રમણા ? સોનાનું પિંજર (૬) જીવનવિકાસ અને વિશ્વાવલોકન (૭) શ્રી જૈનશાસન સંસ્થા - એક મહત્ત્વનું અંગ (૮) પ્રજાના ભલા માટે વિનોબાજીને ખુલ્લો પત્ર (૯) મનનીય નિબંધ સંગ્રહ (૧૦) ભારતના બંધારણમાં પવિત્રતા (૧૧) આપણું ગામ ગોકુળગામ (૧૨) શ્રી શત્રુંજય મહાતીર્થની આશાતના (૧૩) ચૂંટણી કરોળિયાનું જાળું (૧૪) આહાર મીમાંસા. આ ઉપરાંત હિત-મિત-પ-સત્યમ્ ભાગ -૧ થી ૧૨, અંક, ભરૂચ સ્વાતિ વાત્સલ્ય કેસ, વીણેલા મોતી, ક્યા કલાપ, સંસ્કૃતિના સૉણબા. આધ્યાત્મિક પુસ્તકો (૧) તત્વાર્થાધિગમ સૂત્ર (૨) દ્રવ્ય સપ્તતિકા ગ્રંથ (૩) પંચ પ્રતિક્રમણ સૂત્ર સાર્થ (૪) કરેમિ ભંતે (૫) રત્નજયોતિ (૬) આરાધનાચિંતામણિ (૭) પ્રાકૃત પ્રવેશિકા (૮) ધર્મવીર શેઠશ્રી વેણીચંદભાઈ (૯) શ્રી-અયઅનંતકાય વિચાર (૧૦) શ્રી આનંદઘન ચોવીશી (૧૧) પ્રશમરતિ પ્રકરણ (૧૨) ક્રર્મગ્રંથ સાર-ભાગ-૧-૨ (૧૩) શ્રી પંચપ્રતિક્રમણાદિ સૂત્રો-ભૂમિકા (૧૪) સમક્તિના સડસઠ બોલની સજાય (૧૫) શ્રી સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસનમ્ - ૫૬ -

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100