Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 25
________________ જ્ઞાનધારા) ધી ના ફિલોસોફી” અને વિરચંદ રાઘવજી ગાંધીની વિચારસૃષ્ટિ - હિંમતભાઈ ગાંધી હિંમતભાઈ ગાંધી એ જેન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના મંત્રી છે અને શ્રી ગોડીજી જૈન દેરાસર પાયધુની અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ટ્રસ્ટી/ મંત્રી તરીકે સેવા આપેલ છે. વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ફરકાવનાર મહુવાના પનોતા પુત્ર સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી હતા. તેઓ એક બહુશ્રુત વિદ્વાન લેખક, સ્પષ્ટ અને પ્રખર વક્તા તથા ઉત્કૃષ્ટ સાધક હતા. આજથી ૧૫૦ વર્ષ પૂર્વે મહુવાના એક વેપારી સુશ્રાવક, સુધારક શ્રી રાઘવજીભાઈ ગાંધીના ઘરે ૨૫ ઑગષ્ટ, ૧૮૬૪ના શુભ દિને એક તેજસ્વી તારલાનો જન્મ થયો હતો. મહુવા તથા ભાવનગરમાં શાળા શિક્ષણ પૂર્ણ કરીને, મુંબઈમાં ૧૮૮૪માં ફક્ત ૨૦ વર્ષની ઉમરે તેઓ બી.એ. વીથ ઓનર્સ થઈને સમસ્ત જૈન સમાજના પ્રથમ સ્નાતક થયા અને તે જ વર્ષે જૈનોની એકમાત્ર સંસ્થા ‘જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી તરીકેની મહત્ત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેમણે ખૂબ જ યશસ્વી રીતે નિભાવી. જૈન શાસનના મહત્વનાં તીથ - શત્રુંજય, સમેતશિખરજી તથા મક્ષીજીના કેસોમાં વિજય મેળવીને તીર્થરક્ષા કરવાનું, શાસનરક્ષાનું જૈન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવાં મહાન કાર્યો કર્યાં. જૈન ધર્મ-દર્શનનો તો તેમને ઊંડો અભ્યાસ હતો, તે ઉપરાંત અન્ય દર્શનોના પણ તેઓ નિષ્ણાત વિદ્વાન હતા. સાંખ્ય, યોગ, ન્યાય અને મીમાંસા ઉપરાંત દ્વૈત અને અદ્વૈત ઉપર પણ તેમનું પ્રભુત્વ હતું. તેઓ ચૌદ ભાષાના જાણકાર હતા. તેઓ વૈદીક ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસાઈ ધર્મ તથા પશ્ચિમના ધર્મોના પણ ઊંડા અભ્યાસી હતા જેના કારણે ૧૮૯૩માં ચિકાગોમાં ભરાયેલ પ્રથમ વિશ્વધર્મ પરિષદમાં, સમસ્ત વિશ્વના ૩૦૦૦ કરતાં વધારે ધર્મગુરુઓ - પ્રતિનિધિઓ ઉપર આગવી છાપ પાડીને, જૈન સર્જકની વિચારસૃષ્ટિ) ધર્મ એક સ્વતંત્ર અને અતિપ્રાચીન ધર્મ છે તે સ્થાપિત કર્યું અને ભારતીય દર્શનો અને સંસ્કૃતિનો ઝંડો લહેરાવીને રજતચંદ્રક મેળવવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. સમગ્ર યુરોપમાં પણ જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રવચનો આપ્યાં તથા તેના અભ્યાસ તથા પ્રચાર માટે અમેરિકા અને યુરોપમાં સંસ્થાઓ સ્થાપી. તેઓ ભગવાન મહાવીર પ્રબોધેલા આચારોનું ચુસ્ત પાલન કરનાર તો હતા જ પણ સાથે સાથે એક મહાન દેશભક્ત પણ હતા. સન ૧૮૮૫માં ‘ઇંડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. તેના પુના અધિવેશનમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈએ સફળ રીતે ભાગ લીધો હતો. અને ૧૮૯૬માં પડેલ દુષ્કાળ સમયે, અમેરિકામાં “દુષ્કાળ રાહત સમિતિ' સ્થાપીને એક સ્ટીમર ભરીને અનાજ તથા રૂા. ૪૦,૦૦૦/- જેવી એ જમાનાની માતબર રકમ રાહત માટે મોકલી હતી. તેઓ મહાત્મા ગાંધીના મિત્ર હતા તેમ જ ભારતીય કાનૂનો અંગે તેમણે મહાત્મા ગાંધીને જાણકારી આપી હતી અને ગાંધીજી સાથે તેમણે શાકાહાર તથા ખોરાકના પ્રયોગો કર્યા હતા. ચિકાગોમાં તથા મહુવામાં તેમની અર્ધ પ્રતિમા સ્થાપીને તથા કેનેડા અને ભારત સરકારે તેમની ટપાલ ટિકિટ પ્રગટ કરીને તેમનું યોગ્ય બહુમાન કરેલ છે. શાસન સમર્પિત શાસનરક્ષક, રાષ્ટ્રપ્રેમી દેશભક્ત, વિશ્વધર્મ પરષિદના હીરો તરીકે તો લોકો શ્રી વીરચંદભાઈને જાણતા થયા છે, પરંતુ વિદ્વાન લેખક, ગ્રંથસર્જક તરીકે બહુ જ ઓછા લોકો તેમને જાણે છે, કારણ કે તેમની હયાતીમાં તેમના ફક્ત બે જ ગ્રંથો (પુસ્તકો) પ્રકાશિત થયા હતા. (૧) "રડવા-ફૂટવાની હાનિકારક ચાલ” વિશે શાસ્ત્રઆધારિત નિબંધ. ૧૮૮૬માં તેમણે જ પ્રકાશન ક્રેલ. (ગુજરાતી). (2) The Unknown Life of Jesus Christ (English) - MERIH ICEYHL ચિકાગોમાં - તેમણે જ પ્રકાશન કરેલ. (૩) The Jaina Philosophy (English) - ૧૯૧૧માં VRનાં લખાણો તથા પ્રવચનો ઉપરથી - ભગુભાઈ એફ. કોઠારી દ્વારા. (૪) Karma Philosophy (English) - ૧૯૧૩માં VRGનાં લખાણો તથા પ્રવચનો ઉપરથી - ભગુભાઈ એફ કોઠારી દ્વારા. (૫) The systems of Indian Pholosophy (English) ૧૯૭૦માં VRGનાં ૪૮

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100