Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 23
________________ 22 L ં જ્ઞાનધારા ક રત્ન બહારથી ચમક બતાવે છે, જ્યારે સારા પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ કરે છે. તેથી પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ છે. ઉત્તમ ગ્રંથો એ સર્વોત્તમ સાથી છે. તે બોધપ્રદાનકર્તા પરમમિત્ર છે. તે સદાય બદલાની આશા સિવાય મૌન સેવકની જેમ સાથ આપે છે. વાચન એ આપણા જીવનનો અરીસો છે, જીવનચણતરનો પાયો છે, વ્યક્તિત્વ ઘડતરનું સોપાન છે માટે સાત્ત્વિક સાહિત્ય વાંચવાની સુટેવ દરકે કેળવવી જોઈએ. ܞܞ સરસ્વતીમાતાની ઉપાસના કરનાર સંતશ્રી આત્માનંદજીએ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં ૪૦ ઉપરાંત નાનાં-મોટાં પુસ્તકોની સમાજને ભેટ આપેલ છે; જેમાંના કેટલાકની યાદી નીચે મુજબ છે : (૧) સાધના સોપાન (૨) દૈનિક ભક્તિક્રમ (૩) સાધકસાથી (૪) સાધકભાવના (૫) આપણો સંસ્કારવારસો (૬) ભક્તિમાર્ગની આરાધના (૭) સંસ્કાર (૮) જીવનવિજ્ઞાન (૯) અધ્યાત્મ (૧૦) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) (૧૧) અધ્યાત્મ-તત્ત્વ પ્રશ્નોત્તરી (૧૨) ચારિત્ર્ય સુવાસ (ગુજરાતી, હિન્દી), (૧૩) અધ્યાત્મને પંથે (૧૪) બોધસાર (૧૫) આત્મદર્શન (૧૬) પ્રાર્થના (૧૭) દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા (૧૮) શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના (૧૯) ભક્તિના વીસ દોહરા (હે પ્રભુ...પદ પર વિવચેન) (૨૦) સંતોની પદ્યાવતરણ ગંગા (૨૧) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૨૨) યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો (૨૩) હિરદે મેં પ્રભુ આપ (પૂજ્યશ્રીની અધ્યાત્મયાત્રાના જીવંત આલેખનો) (૨૪) Jain Approach to self-Realization (25) Prayer and its power (26) Aspirant's Guide. પરમકૃપાળુ શ્રીમદ્ રાચંદ્રજીએ કહ્યું છે, “મહત્પુરુષનો નિરંતર આપવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે.'' સાધકનો સાચા અર્થમાં સાથી બનતો ગ્રંથ-સાધકસાથી પૂજ્યશ્રી આત્માનંદજી વિરચિત ‘સાધકસાથી’ ગ્રંથ ઈ.સ. ૧૯૭૮માં પ્રગટ થયો હતો; જેની આઠ આવૃત્તિઓ બહાર પડેલ છે, જે ગ્રંથની લોકપ્રિયતા દર્શાવે છે. મહાન આચાર્ય ભગવંતો દ્વારા ઉત્તમ ગ્રંથોની રચા થઈ છે; તે પરમ શ્રેયકર વાણી હોવા છતાં પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલી હોવાથી સામાન્ય જનતા તેને સમજી ૪૩ સર્જકની વિચારસૃષ્ટિ શકતી નથી. તેનો ગુજરાતીમાં અનુવાદ થયો હોય તોપણ તેના પારિભાષિક શબ્દો સામાન્ય લોકો સમજી શકતા નથી. તેથી વર્તમાનકાળમાં કોઈ સાધકે સાધના દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય તેઓ જો સરળ, લોકભોગ્ય શૈલીમાં, લોકભાષામાં, વ્યવહારજીવનમાં ઉપયોગ બને તેવી, ઉદાર આશયવાળી તથા સરળતાથી સમજી શકાય તેવી શૈલીમાં સાહિત્યની રચના કરે તો કોઈ જિજ્ઞાસુને શાસ્ત્રોના સારરૂપ આવું સાહિત્ય સંપ્રાપ્ત થાય તો. જેમ ડૂબતાને નાવ મળે તેમ તેનો આત્મા નિરાંત અને ઉલ્લાસનો અનુભવ કરે છે. આમ થવાથી તેમનું જિજ્ઞાસાબળ ઘણું વધી જાય છે અને જો સાચી સાધનાના માર્ગે તેઓ ચડી જાય તો તેમના જીવનનું કલ્યાણ થવું સંભવે છે. આવી ભાવનાને સાકાર કરવા પૂજ્યશ્રી આત્માનંદજીએ ‘સાધકસાથી’ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની વિશેષતા એ છે કે પૂજ્યશ્રીએ આધ્યાત્મિક સાધના કેવી રીતે કરી, તેમાં કેવો અનુભવો થયા, વિવિધ સદ્ગુણો ક્રમે કરીને જીવનમાં કેવી રીતે પ્રગટાવ્યાં તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન સાધકને આપેલું છે. ભાષા સરળ અને અસરકારક હોવાથી સામાન્ય માનવીને તે સમજવામાં બાધા આવતી નથી. આ ગ્રંથ બે ભાગમાં વહેંચાયેલો છે - (૧) અધ્યયન ખંડ, (૨) પ્રશ્નોત્તર ખંડ. (i) અધ્યયન ખંડ : આ ખંડમાં ત્રેપન પ્રકરણ છે. જે જે પ્રકરણમાં જે જે વિષયનું આલેખન કરવામાં આવ્યું છે તે તે પ્રકરણનું નામ તેને અનુરૂપ રાખવામાં આવ્યું છે. પ્રથમ, વિષયની સામાન્ય વ્યાખ્યા આપવામાં આવી છે, પછી તેની વિશેષ વ્યાખ્યા આપી છે અને ત્યાર પછી વિષયનું બહુમુખી વર્ણન કરેલું છે. દા.ત. અમુક ગુણ કે સાધના પદ્ધતિનો જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો, તેની પ્રાપ્તિ માટે કયા આંતર્બાહ્ય સાધનો અંગીકાર કરવાં, તેમાં શું વિઘ્નો આવવા યોગ્ય છે, તે વિઘ્નોનો પ્રતિકાર કઈ રીતે કરી શકાય તથા તે સાધનપદ્ધતિને વિવિધ કક્ષાએ સિદ્ધ કરેલ હોય તેવા પુરુષનું જીવંત વ્યક્તિત્વ કેવું હોવું સંભવે છે ઇત્યાદિ વસ્તુવિષયને અવતરિત કર્યા છે. મોટા ભાગના પ્રકરણોના અંતે તે તે વિષયનો મહિમા અવતરિત કર્યો છે. આ રજૂઆત કરવામાં સમસ્ત પ્રાચીન અને અર્વાચીન ભારતીય સાહિત્યનો આધાર લેવામાં આવ્યો છે. ક્યાંક પાશ્ચાત્ય વિદ્વાનોના સાહિત્યનો પણ આધાર લીધો છે. જે શાસ્ત્રો 22 R

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100