________________
20
-
* જ્ઞાનધારા
‘આસાવરી‘ રાગમાં રચાયેલી આ ભાવનામાં આખરે એમ પણ કહે છે કે માત્ર માનવશરીર જ મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે સહાયરૂપ છે.
સાત, આઠ અને નવમી ભાવનાઓ ક્રમશઃ આશ્રવ, સંવર અને નિર્જરા પર છે. આશ્રવ દ્વારા કર્મ પ્રવેશે છે. સંવર દ્વારા કર્મનું આવવાનું બંધ થાય છે અને નિર્જરાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે. આ ત્રણેય ભાવનાઓ વૈરાગ્યરસથી છલોછલ છે.
દસમી ધર્મભાવના બહુ સુંદર રાગમાં રચાયેલી ઉત્તમ ભાવના છે, જેમાં જ્ઞાનદર્શન-ચરિત્ર-તપરૂપ ધર્મ તથા ક્ષમા, સંતોષ આદિ દસ ધર્મ-રૂપ જિન ધર્મની મહત્તા દર્શાવવામાં આવી છે. સંસ્કૃત શબ્દોની કોમળ લયમય ગૂંથણી અદ્ભુત છે. જેમ કે પ્રથમ ગાથામાં કહે છે -
“પાલય । પાલય । રે, પાલખ મામ્ જિન ધર્મ,
મંગલ કમલા હે કેલિનિકેતન,કરુણા કેતન ધીર !
શિવસુખ સાધન ભયભયબાધન જગદાધાર ગંભીર... પાલય...
અગિયારમી લોકસ્વરૂપ ભાવનામાં લોકાકાશનું બિભત્સ અને સુંદર સ્વરૂપ, પુદ્ગલની મહાન શક્તિ, લોકમાં હર્ષ-શોક વગેરેના બનાવો દર્શાવ્યા પછી જૈન દર્શનનું
મહાન સત્ય કહે છે કે પ્રત્યેક આત્માએ અન્ય પ્રત્યેક અનંત આત્માઓ સાથે અનન્ત વાર વિવિધ પ્રકારના સંબંધો બાંધ્યો છે. હવે જો એનાથી કંટાળીને-ત્રાસ પામીનેછૂટકારો પામવો હોય તો જિન ભગવાનનું શરણ એ એક જ ઉત્તમ ઉપાય છે.
બારમી ‘બોધિદુર્લભ’ ભાવનામાં માનવજન્મ, ધર્મનું શ્રવણ, એમાં શ્રદ્ધા અને એ માર્ગ પર પરાક્રમ કરવાનું કેટલું દુર્લભ છે તે દર્શાવવામાં આવ્યું છે.
તેરમીથી સોળમી ભાવના પ્રથમ બાર ભાવનાની પુષ્ટિ માટે છે. શ્રી વિનયવિજયજી ઉત્તમ ઉપમા આપી કહે છે કે, આ ચાર ભાવાનાઓ તો ધર્મધ્યાન માટે ‘રસાયણ’ રૂપે છે. એને જેટલી વાર ઘુંટશો એટલી એ અધિક પ્રબળ થશે. આ જિંદગીમાં જ ધરતી પર સ્વર્ગ ઉતારવા માટે આ ચારેય ભાવનાઓ ભાવવી ઘટે છે.
આ શાંતસુધારસનું શબ્દલાલિત્ય અને અર્થસંરચના :
શ્રી વિનયવિજયજીએ સંસ્કૃત શબ્દોના અદ્ભુત પ્રયોગો આ ગીતોમાં કર્યા છે. દા.ત. તેરમી મૈત્રી ભાવનામાં કહે છે,
“અનુચિતમિહ કલહંસતાં, ત્યજ સમરસમીન,
ભજ વિવેકકલહંસતાં, ગુણ પરિચયપીન,” (૧૩/૪)
પ્રથમ ‘કલહું સાં’નો કલહ માટે પ્રયોગ થયો છે. પછી ‘વિવેક-કલહસતાં
૩૯
સર્જકની વિચારસૃષ્ટિ
નો પ્રયોગ રાજહંસ માટે થયો છે. આવું જ એક બીજું દષ્ટાંત : પંદરમી કારુણ્ય ભાવનામાં કહે છે
‘સહ્યત ઇહ કિં ભવકાંતારે, ગદનિકુરંબમ પારં,
અનુસરતા હિત જગદુપકાર, જિતપતિમગદ કાર રે (૧૪-૭) પ્રથમ ‘ગતનિકુર્રબ’માં રોગોના સમૂહ માટે પ્રયોગ થયો છે અને પછી જિનપતિમગકાર’માં જિનેશ્વર ભગવાનરૂપી વૈદ્ય માટે એવા જ શબ્દસમૂહોનો પ્રયોગ થયો છે.
એમની કાવ્યમય પ્રાસ સાથે શબ્દલાલિત્યનું અન્ય દષ્ટાંત નવમી નિર્જરા ભાવનામાં જોવા મળે છે
“શમયિત તાપં, ગમતિ પાપં, રમયિત માનસહંસમ્’
ગ્રંથની રચનાશૈલી
આ ગ્રંથમાં સોળ ભાવનાના પંદર અષ્ટઢાળિયા છે અને એક પ્રથમ ભાવના અનિત્યનું નવઢાળિયું છે. પ્રત્યેક ગેય ઢાળની પહેલાં વિષયપ્રવેશના આઠથી નવ શ્લોકો છે જેમાં સંસ્કૃતના વિવિધ અઢાર છંદોનો (વૃત્તોનો) ઉપયોગ સુંદર રીતે કરવામાં આવ્યો છે. જેમ કે શાર્દૂલવિક્રીડિત, વ્રુતવિલંબિત, રથોદ્ધતા, વસંતતિલકા, અનુષ્ટુપ, પુષ્પિતાગ્રા, સ્વાગતા, શિખરિણી, ઉપજાતિ, વૈતાલીય, મંદાક્રાંતા, ઉપેન્દ્રવજ્રા, ભુજંગપ્રયાનં, પ્રહર્ષણી, ઇંદ્રવજ્રા શાલિની, સંગધરા, માલિની.
અંતમાં સાત પ્રશસ્તિ શ્લોકોમાં ભાવનાઓની પ્રશસ્તિ અને પોતાના દાદાગુરુ શ્રીહીરવિજયસૂરિ, ગુરુબંધુઓ, રસ્થાસ્થળ અને રચનાકાળનો ઉલ્લેખ છે.
ગ્રંથ ઉપર વિવેચનો -
આ શોધલેખના લેખકના વાંચનમાં બે વિશિષ્ટ વિવેચન ગ્રંથો આવ્યા છે. પ્રથમ છે - સ્વ. મનસુખભાઈ કીરનચંદ્ર મહેતા ધૃત ભાવાનુવાદ. એમણે કરેલા અનુવાદ અને વિવેચનનનું પ્રકાશન એમના સુપુત્ર ડૉ. ભગવાનદાસ મહેતાએ ઈ.સ. ૧૯૩૬માં કર્યું છે. આ વિસ્તૃત વિવચનમાં વિદ્વાન વિવેચકે પાંડિત્યપૂર્વક સમસ્ત ગ્રંથના હાર્દને સરળ ગુજરાતી ભાષામાં સમજાવ્યું છે. બીજું સંપાદન અનુવાદ આચાર્યશ્રી તુલસીના શિષ્ય શાસનથી મુનિ રાજેન્દ્રકુમારનું છે, જેનું પ્રકાશન આદર્શ સાહિત્ય સંઘે ઈ.સ. ૧૯૮૪માં કર્યું છે. આમાં પ્રત્યેક ભાવાનાનો હિંદીમાં અનુવાદ છે જેની શરૂઆતમાં પ્રત્યેક ભાવનાની ‘સંકેતિકા’-વિષયપ્રવેશમાં ભાવનાનું હાર્દ સમજાવવામાં આવ્યું છે. અંતમાં ૬૦ પૃષ્ઠોમાં પરિશિષ્ટ-૧માં પ્રત્યેક ભાવના પર ૧૬ ભાવનાબોધક રોમાંચક કથાઓ અને પરિશિષ્ટ-૨માં ત્રણ સાંકેતિક કથાઓ આપવામા આવી છે.
४०
20
R