________________
પૂરતું જ જીવનનાં વ્યવહાર ચલાવવામાં મદદરૂપ છે જ્યારે સમ્યકજ્ઞાન તો આભવ-પરભવ અને ભવોભવ તેના સંસ્કારોનો પ્રાદુર્ભાવ કરીને આત્માને સન્માર્ગે દોરી જાય છે. આત્માના ગુણોનાં જ્ઞાનનો સમાવેશ થયો છે. જ્ઞાનથી સમકિત પામીને આત્મા ભવ ભ્રમણમાંથી મુક્તિ પામવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
સમ્યકજ્ઞાન કેવળી ભાષિત હોવાથી સર્વ સાધારણ જનતાને ઉપકારક છે. તેની આરાધનાથી અંતે આત્મા શાશ્વત મોક્ષ સુખની પ્રાપ્તિ કરે છે. જ્ઞાનથી મુક્તિ મળે, કર્મની નિર્જરા થાય, આત્માની સિદ્ધિ થાય અને અંતે અજરામર પદ સુધી પહોંચી શકાય છે. શાસ્ત્રમાં આવાં ઘણાં દૃષ્ટાંતો છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. ચારજ્ઞાન મૂંગા છે. ઉપયોગ મૂકે તો જાણી શકે. જ્યારે શ્રુતજ્ઞાન સ્વ અને પરના કલ્યાણ માટે ઉપકારી છે. એટલે શ્રુતજ્ઞાનનો મહિમા અપરંપાર છે. જ્ઞાનપંચમીની આરાધના એ જ્ઞાનતીર્થની સર્વોત્તમ આરાધના છે. વિધિપૂર્વકની આરાધનાથી ઉત્તરોત્તર સમ્યકજ્ઞાનની અપૂર્વ સંપત્તિ વૃદ્ધિ પામે છે અને આત્માના જ્ઞાનગુણનો વૈભવ દષ્ટિગોચર થાય છે. જ્ઞાનીની સેવાભક્તિ, સન્માન, જ્ઞાનનું રક્ષણ, જ્ઞાનના ગ્રંથો લખાવવા. પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન-પ્રકાશન અને અધ્યયન એ જ્ઞાનતીર્થની મહાન મંગલકારી યાત્રા છે. માટે જ્ઞાનોપાસના માનવભવની મહામૂલ્યવાન સંપત્તિ છે. હીરા, માણેક, મોતી, સુવર્ણ કે કરોડો રૂપિયાની સંપત્તિની તુલનામાં જ્ઞાન સંપત્તિનું મૂલ્ય અનેકઘણું ઊંચું છે. આ સનાતન સત્ય સમજાય તો જ્ઞાનતીર્થની યાત્રા થાય અને આત્માના જ્ઞાનગુણનો વિકાસ થતાં મોક્ષની અભિલાષા પૂર્ણ થાય.
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org