________________
સંઘ ચતુર્વિધ જંગમ તીરથ તેમાં સાધુ ભગવંતોનો સમાવેશ થયો છે. સાધુ ભગવંતો વિવિધ ક્ષેત્રોમાં વિહાર કરીને વિચરે છે તેની સાથે શાસનની પ્રભાવનાનાં સુકૃત્યો પણ થાય છે. સાધુ ભગવંતો જૈન સમાજને જિનવાણીનો ઉપદેશ આપીને ધર્માભિમુખ કરે છે. સાધુ ભગવંતો તીર્થસ્વરૂપ છે.
साधूनां दर्शनम् पुण्यं स्पर्शनात् पापनाशनम् । काले फलति तीर्थम् साधु सद्य समागम ॥
સાધુનાં દર્શન પુણ્યકાર્ય સમાન છે. એમના વંદન દ્વારા સ્પર્શનાથી પાપનો નાશ થાય છે. તીર્થયાત્રાનું ફળ તો જ્યારે યાત્રાએ જઈએ ત્યારે મળે છે. જ્યારે સાધુ ભગવંતના સત્સંગ-વંદનઆદિથી તુરત જ ફળ પ્રાપ્તિ થાય છે. સાધુઓ પંચમહાવ્રતધારી હોવા ઉપરાંત જીવે ત્યાં સુધી અહિંસા, સંયમ અને તપ દ્વારા આત્માનું કલ્યાણ કરે છે અને ભવ્ય જીવોને પોતાના આચારવિચારથી સંસાર સમુદ્રથી પાર પાડવાનો સન્માર્ગ દર્શાવવાનો મહાન ઉપકાર કરે છે એટલે સાધુતીર્થ સમાન ગણાય છે. સાધુતીર્થ:
સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા લીલી, જ્ઞાની સુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં, આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ દોહિલે મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ! ગુરુ બુદ્ધિનાવિક તું મળ્યો. साधूनां दर्शनं पुण्यं, तीर्थ भूता हि साधवं ।
तीर्थं फलति कालेन, सद्यः साधुः समागमः ॥ જ્ઞાનતીર્થઃ
એ આત્માની અજ્ઞાનતા દૂર કરીને સમ્યકજ્ઞાન દ્વારા આત્મસિદ્ધિમાં અનન્ય પ્રેરક બને છે. વ્યવહાર જ્ઞાનમાત્ર આ ભવ
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org