Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ તીર્થ શબ્દનો મહિમા અપરંપાર છે. તેની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે. તીર્થ શબ્દનો વ્યુત્પત્તિથી અર્થ જોઈએ તો - તથતિનેન તિ તીર્થમ્ જેના વડે તરાય તે તીર્થ છે. તીર્થના પ્રકાર જોઈએ તો નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ, ભાવ તીર્થ વગેરે. ધર્મપ્રધાન એજ ધર્મતીર્થ કહેવાય છે. તીર્થયાત્રા એ ભવ્યાત્માઓને ભવસાગરથી પાર પામવાનું મહાન નિમિત્ત સાધન છે. તીર્થપદની પૂજામાં તીર્થ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય છે. તીરથ પૂજા તીરથયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિકાજ | પરમાનંદ વિલાસતાં જય જય તીર્થ જહાજ / ૧ શ્રી તીરથપદ પૂજો ગુણિજન જેહથી તરિકે તે તીરથ રે ! અરિહંત ગણધર નિયમા તીરથ ચઉવિક સંઘ મહાતીરથ રે / ૧ / લૌકિક અડસઠ તીર્થ રે તજીયે લોકોત્તરને ભજીયે રે.. લોકોત્તર દ્રવ્યભાવ દુભેદ થાવર જંગમ ભજીયે રે શ્રી ને ૨ // પુંડરીકાદિક પાંચે તીરથ ચૈત્યના પાંચ પ્રકાર રે ! થાવર તીરથ એહ ભણીને તીર્થયાત્રા મનોહાર રે શ્રી / ૩ / વિહરમાન વશ જંગમ તીરથ બે કોડી કેવળી સાથ રે | વિચંરતા દુઃખ દોહગ ટાળે જંગમતીરથ નાથ રે શ્રી || ૪ || સંઘચતુર્વિધ જંગમ તીરથ શાસને શોભાવે રે ! - અડતાલીસ ગુણે ગુણવંતા તીર્થપતિ નમે ભાવે રે શ્રી ! ૫ // ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 324