Book Title: Gyan Tirthni Yatra Author(s): Kavin Shah Publisher: Rander Road Jain Sangh View full book textPage 9
________________ ગુણનો વિકાસ થતાં ભવાંતર આત્મા મોક્ષ સુખને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જ્ઞાનતીર્થની યાત્રા ઘેર બેઠાં ગંગા સમાન નિર્દોષ અને નિર્મળ જ્ઞાન દ્વારા અતુલિત આનંદનો આસ્વાદ કરાવીને આત્મા જ્ઞાન ગુણમાં સમાન બને છે. તેમાં ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો અને જ્ઞાની મહાત્માઓએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં કેવળી ભાષિત” વચનોને ગદ્ય-પદ્યમાં સ્થાન આપ્યું છે. સુજ્ઞ વાચક વર્ગને માટે વર્તમાનમાં તો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ-વિવેચન-વ્યાખ્યાન-સંચય અને લેખોનાં પુસ્તકો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેનાથી જ્ઞાનપ્રાપ્તિની પ્રવૃત્તિ થઈ શકે છે. સમય અને સંજોગોનું બહાનું દૂર કરીને આત્માર્થીજનો પોતાના ક્ષયોપશમને આધારે જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માને નિર્મળ બનાવે છે. કર્મ ખપાવે છે અને આત્માના જ્ઞાનગુણના વિકાસમાં પુરૂષાર્થ કરે છે. પાંચ પ્રકારના આચારમાં પ્રથમ જ્ઞાનાચાર છે ત્યારબાદ દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે. આત્માના અન્ય ગુણોનો વિકાસ અને તેના પાલનમાં જ્ઞાનાચાર પ્રથમ છે. અન્ય દર્શનોમાં પણ જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં જ્ઞાનનો અર્થ શ્રુતજ્ઞાન-અધ્યાત્મ જ્ઞાન કે જે આત્માના શુદ્ધ-બુદ્ધ, નિરંજન નિરાકાર સ્વરૂપને પામવા માટે ઉપયોગી છે. એમ અર્થ સમજવાનો છે. વ્યવહાર અને અન્ય જ્ઞાન માત્ર ભૌતિક જીવન પુરતું જ મર્યાદિત છે જ્યારે શ્રુતજ્ઞાન સંસ્કારો ભવોભવ આત્માને સહયોગ આપીને જ્ઞાનવૃદ્ધિમાં શુભ નિમિત્ત બને છે. - જ્ઞાન તીર્થ, ધર્મ તીર્થ, સાધુ તીર્થ અને માતા-પિતા તીર્થ સમાન છે તેનો ઉલ્લેખ કરીને જ્ઞાનતીર્થનો મહિમા ગાવા માટે વિવિધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 324