Book Title: Gyan Tirthni Yatra Author(s): Kavin Shah Publisher: Rander Road Jain Sangh View full book textPage 8
________________ પ્રસ્તાવના જ્ઞાનતીર્થની યાત્રા પુસ્તક તૈયાર કરવા માટે જૈન સાહિત્યના જ્ઞાન અને ભક્તિ માર્ગની દ્રવ્ય અને ભાવયાત્રાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. તેના ફળસ્વરૂપે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જૈન ધર્મની દૃષ્ટિએ તીર્થનું સ્વરૂપ, જ્ઞાનતીર્થ, સાધુતીર્થ અને માતાપિતા તીર્થ સમાન છે તેનો પણ પરિચય આપવામાં આવ્યો છે. તીર્થયાત્રા મોક્ષદાયક છે તેના પાયામાં જ્ઞાનયાત્રાનું મૂલ્ય અધિક આંકી શકાય. ઉપા. યશોવિજયજી અમૃતવેલની સઝાયના આરંભમાં જ સૌ પ્રથમ જણાવે છે કે - “ચેતન જ્ઞાન અજુવાળીએ” જ્ઞાનનો મહિમા અપરંપાર છે. જ્ઞાનસાગર અને શ્રુતસાગર સાત સમુદ્રને પાર કરી શકાય પણ જે જ્ઞાનસાગરની યાત્રા કરે તે ભવોદધિથી પાર પામી શકે છે. જૈન દર્શનમાં આવાં અનેક દષ્ટાંતો છે. તીર્થકર ભગવંત પણ તપ-જપ અને ધ્યાનના ત્રિવેણી સંગમથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને “સર્વજ્ઞ'ના બિરૂદને પામે છે. પછી જગતના જીવોને ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી પાર પામવા માટે સર્વ વિરતિ અને દેશવિરતિ ધર્મનો ઉપદેશ આપે છે. જ્ઞાનની આરાધનાથી જ્ઞાનનો ક્ષયોપશમ વધે છે અને આત્માના જ્ઞાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 324