Book Title: Guruvani 1
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 9
________________ વિચારોથી વંચિત રહી જાય છે. આમાં રહેલી ગુરૂવાણી દ્વારા અનેક ધર્મીજનોને સાચો ધર્મ જાણવા મળશે અને શ્રાવકનું બિરૂદ ધારણ કરીને ફરી રહેલા આજના શ્રાવકો “સાચા શ્રાવક' બનશે. તેમણે મને લખાણને વ્યવસ્થિત કરવા કહ્યું. હું હા કે ના કહું તે પહેલાં તો તે ભાઈ થોડા જ દિવસમાં મુફ લઈને હાજર થયા. મેં પૂ. ગુરૂદેવને મુફ બતાવ્યું. તેમણે તો તરત જ ના પાડી દીધી છતાંય મહાપુરૂષ છે ને ! તેમના દિલમાં તો કરૂણા જ વહેતી હોય ! છેવટે અમારી વિનંતીથી હા પાડી. આ રીતે પૂ. ગુરૂદેવના આશીર્વાદથી આ કામ શરૂ કર્યું. આ નાનકડી પુસ્તિકામાં વિરાટ સાગર છુપાયેલો છે. તેમાં ધર્મ કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ તેના ગુણોનું વર્ણન સચોટ શૈલીમાં કરવામાં આવ્યું છે. જેમ અગાધ અને અખૂટ એવા સાગરમાં પડેલું બિંદુ અક્ષય બની જાય છે. તથા અમૃતનું એક બિંદુ મરણ શય્યાએ પડેલા માણસને પણ બેઠો કરી દે છે તેમ ધર્મનું એક બિંદુ પણ જીવનમાં વણાઈ જાય તો જીવનને તારી દે છે. આ પુસ્તિકામાં શરૂઆતમાં તો ધર્મની વ્યાખ્યા કરવામાં આવેલી છે પછી શ્રાવકના ગુણો લીધા છે. આમ તો શ્રાવકના ૨૧ ગુણો છે પણ તેમાંથી પ્રથમ ચાર ગુણો અશુદ્ર, રૂપવાન, પ્રકૃતિથી સૌમ્ય અને લોકપ્રિયનું વર્ણન લેવામાં આવ્યું છે. બીજા ગુણો અવસરે જોઈશું, મારા માટે સંપાદન કરવાનો આ પ્રથમ જ અવસર છે. સંપાદનનું કામ કઠિન હોવા છતાં પણ મને મારા સ્વર્ગસ્થ તારક ગુરૂવર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108