________________
ચૌલુક્યકાલીન અભિલેખઃ પ્રાસ્તાવિક વિશ્લેષણ
૨૫ (૧) દાનશાસન
આ સમયના અભિલેખોમાં આ પ્રકારના લેખોની સંખ્યા કુલ ૫૩ની છે. જો કે પૂર્તનિર્માણને લગતા લેખોની સરખામણીએ આ પ્રકારના લેખો ઘણું ઓછા પ્રાપ્ત થાય છે.
ધાર્મિક હેતુથી કરાયેલા દાનને “ધર્મદાય” કહેવામાં આવતું. ધર્મશાસ્ત્રમાં દાનને ઘણો મહિમા ગવાયો છે. આ દાનમાં ધેનુ, ભૂમિ અને વિદ્યાનાં દાને પૈકી ભૂમિદાનને શ્રેષ્ઠ ગણવામાં આવતું હતું. તદનુસાર આ કાલમાં ઘણાં દાને ભૂમિદાનને લગતાં આપવામાં આવેલાં હતાં.
દાન લેનારને ભૂમિદાન એ કાયમી ઊપજનું અક્ષય સાધન પ્રાપ્ત થતું, જે એને જીવનપર્યંત ઉપયોગી નીવડતું. આથી ભૂમિદાનની કાયમી નેંધ રહે એવું એને લગતું રાજશાસન લખાવી આપવામાં આવતું હતું. આ લખાણ દાન લેનારને હકનામાના પુરાવા તરીકે કામ લાગતું. આ ઉપરાંત ભૂમિદાનને લાભ દાન લેનારના પુત્રપૌત્રાદિકને પણ વારસાગત રીત પેઢીઓને પેઢીઓ સુધી ચાલુ રહેતો. આથી દાનશાસનની પ્રત દાન લેનારના કુટુંબે કાયમ માટે સાચવીને રાખવી પડતી. તેથી આ પ્રકારનાં લખાણે તાબાનાં પતરાં પર લખવામાં આવતાં.
ભૂમિદાનને લગતાં દાનશાસનમાં દાન આપનાર અર્થાત “દાતા”, દાન લેનાર અર્થાત “પ્રતિગ્રહતા અને દાનમાં આપવાની વસ્તુ અર્થાત “દેય” એમ ત્રણ મુખ્ય બાબત હોય છે. આ ઉપરાંત મિતિ, સ્વહસ્ત વગેરે અન્ય બાબત. જણાવેલી હોય છે. આ દાનશાસનને પ્રારંભ સિદ્ધમ સ્વસ્તિ કે » સ્વસ્તિ જેવાં મંગલપદેથી કરવામાં આવેલો હોય છે. ઘણીવાર એમાં દેવોની સ્તુતિ જણાવેલી. હોય છે.
દાનશાસને સામાન્ય રીતે રાજધાનીમાંથી અને ક્યારેક વિજયછાવણી કે યાત્રા સ્થાનેથી ફરમાવવામાં આવતાં. દાનશાસનમાં અને ક્યારેક નિર્દેશ પણ કરવામાં આવતા. જેમકે ભીમદેવ–૧ લાના વિ. સં. ૧૧૨૦ (ઈ. સ.૧૦૬૬)ના પાલનપુરના દાનપત્રના આધારે જણાય છે કે ભીમદેવે પિતાની છાવણી ઈલા. (હાલનું કલ) મુકામે હતી ત્યારે જાનક નામના મોઢ બ્રાહ્મણને વરણવાડા ગામમાં ત્રણ હળ જમીન દાનમાં આપી હતી.૬૨
દાનશાસનેમાં રાજકુલ અને વંશાવળીની વિગત,દાતાના સંદર્ભમાં આપવામાં આવતી હતી. ઘણીવાર વંશાવળી સાદી સીધી રીતે ટૂંકમાં આપવામાં આવતી હતી.૬૩ ઘણીવાર એમાં પ્રત્યેક પુરોગામી રાજાની પ્રશસ્તિ આવતી હતી.