________________
૧૯૮
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો એક અધ્યયન
થયેલી વરતાય છે. પ્રબંધમાં ચૌલુક્ય રાજવીઓએ તેમ એમના સામત અને દંડનાયકેએ કરાવેલ અનેક જિનાલયના ઉલ્લેખો મળે છે. આ ઉપરાંત તત્વજ્ઞાન, તેમજ અનુકાલીન સાહિત્યમાંથી પણ આ સમયના અસંખ્ય જૈન સરિઓની તથા સાહિત્યકારેની માહિતી ઉપલબ્ધ થાય છે. એની સાથે સાથે પુરાવશેષીય તેમજ આમિલેખિક માહિતી પણ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
ચામુંડરાજ, કર્ણદેવ અને સિહદેવે જિનાલયોને ઘણાં ભૂમિદાન આપેલાં હતાં. ભીમદેવ ૧ લાના દંડનાયક વિમલે વિ. સં. ૧૦૮૮ માં આબુ પર આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું, જેનો ઉલ્લેખ વિ. સં. ૧૩૭૮ માં એના જીર્ણોદ્ધારને લગતા પ્રશસ્તિલેખમાં થયેલું છે. પણ
ચામુંડરાજે એક જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. દુર્લભરાજના સમયમાં પાટણમાં એક જૈન શ્રેષ્ઠીએ મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી.. કુંભારિયાનાં જિનાલયોને લગતા શિલાલેખ પ્રાપ્ત થયા નથી તેથી એઓના નિર્માણકાલ વિશે એના સ્થાપત્યસ્વરૂપ પરથી જ અનુમાન કરવું પડે છે, જે આ કાળમાં રચાયાનું જણાય છે.
કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહે પણ લાટપલ્લી(લાડોલ) પાસે જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. મુંજાલ મંત્રીએ એક જૈન મંદિર પાટણમાં બંધાવ્યું હતું. અભયદેવસૂરિએ સ્તંભનકમાં તેજ દંડનાયક સજજને ગિરનાર ઉપર જૈન મંદિર બંધાવ્યાં હતાં. પાટણમાં રાજવિહાર અને સિદ્ધપુરમાં સિદ્ધવિહાર 'સિદ્ધરાજ સિંહે બંધાવ્યા હતા.
જૈન ધર્મને વ્યાપક ફેલાવો કરનાર સેલંકી રાજવી કુમારપાલે ગુજરાતમાં ઠેકઠેકાણે જિનાલય બંધાવ્યાં હોવાના સાહિત્યિક ઉલ્લેખ મળે છે, પરંતુ એ બધાને લગતા શિલાલેખ મળ્યા નથી. પાટણમાં એણે પાર્શ્વનાથને કુમારવિહાર બંધાવ્યો હતો. આ ઉપરાંત એણે ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત, વગેરે સ્થળોએ અસંખ્ય જિનમંદિર બંધાવ્યાં હતાં. હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં એણે એક જિનમંદિર બંધાવ્યું હતું. મંત્રી આમ્રભરે ભરૂચમાં શકુનિકાવિહાર તથા એના ભાઈ વાટે શત્રુંજય પર આદિનાથનું જૈન મંદિર સમરાવેલું - ચૌલુક્ય રાજવી કુમારપાલની જેમ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ પણ જેન ધર્મના પરમ ચાહક હતા. વિ. સં. ૧૨૮૮ ના ગિરનારના શિલાલેખોને આધારે જણાય છે કે વસ્તુપાલ શત્રુજ્ય, ઉજ્જયંત (ગિરનાર) વગેરે તીર્થોમાં સંઘ કાઢી યાત્રા કરેલી તથા એણે અને તેજપાલે બન્નેએ શત્રુ ય અને આબુની ટૂંક ઉપર