________________
२०४
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
પરંપરામાં આચાર્ય વટેશ્વરસૂરિ થયા હતા. તેમણે થરાદમાં આ થારાપદ્ર ગચ્છ પ્રવર્તાવ્યું હતું. આ ગચ્છમાં ઘણા વિદ્વાન આચાર્યો થયા પછી અનુક્રમે વટેશ્વર, જ્યેષ્ઠાચાર્ય, શાંતિભદ્ર, સિદ્ધાંતમહેદધિ, સર્વદેવ, શાલિભદ્ર, પૂર્ણભદ્ર વગેરે થયા છે.
આ ગુચ્છ હારિતગચ્છમાંથી ઉદ્ભવ્યો છે. આ ગચ્છમાંથી વિ. સં. ૧૨૨૨ માં પિમ્પલગચ્છ ઉદ્દભવ્યું હતું.૯૭ --- - આ ગચ્છના બીજ ઉલેખે વિ. સં. ૧૧૧૦, ૧૧૧૨, ૧૧૧૯, ૧૧૨૬, ૧૧૩૧, ૧૧૫૭, ૧૧૫૯, ૧૧૬૧, ૧૧૯૧, ૧૧૯૮, ૧૨૯૯ વગેરે વર્ષોના પ્રતિમાલેખમાં થયેલા છે.૯૮
દેવાચાયગ૭ : વિ. સં. ૧૧૯૧ના પ્રતિમાલેખમાં આ ગચ્છો ઉલ્લેખ થયે છે.૮
આચાર્ય વાદિદેવસૂરિને હસ્તે કુમારપાલે જાલેરના સુવર્ણગઢ ઉપર ભગવાન પાર્શ્વનાથને કુમારવિહાર સ્થાપિત કરાવ્યો ત્યારથી આ ગ૭ પ્રસિદ્ધ થયે.૧૦૦
એક મત પ્રમાણે દેવાચાર્યગ૭ વડગચ્છને પેટા-ગછ છે. ૧૦૧ રાજગરછ : વિ. સં. ૧૨૮૫ ના પ્રતિમાલેખમાં આ ગચ્છને નિર્દેશ ચેલે છે. ૧૦૨
આચાર્ય અભયદેવસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિ (વિ. સં. ૧૦૩૧ થી ૧૦૫ર) મુંજ રાજાની સભામાં વિજેતા બન્યા તેથી એ રાજાના માનીતા ગુરુ થયા, જે વિશે ઉપર યથાસ્થાન બતાવ્યું છે. એમણે પ્રવર્તાવેલા ગચ્છનું નામ “રાજગ” પડયું.૧૦૩
બીજા મત પ્રમાણે આ ગ૭ના સ્થાપક આચાર્ય નમ્નસૂરિ હતા અને એમણે વિ. સં. ૮૫૦ માં આ “રાજગ” સ્થાપે હતે.૧૦૪
વાયટીય ગ૭ : વિ. સં. ૧૨૮૫, ૧ર૮૮ અને ૧૩૦૦ ના લેખમાં આ ગછને ઉલ્લેખ થયેલું જોવા મળે છે. ૧૦૫
ગુજરાતના વાયર ગામમાં વાયટીય ગચ્છના પ્રસિદ્ધ જિનદત્તસૂરિ વિ. સં. ૧૨ ૬૫ માં થયા. તેમણે આ ગચ્છ પ્રવર્તમાન કર્યો. આ ગચ્છની સૂરિપરંપરામાં જિનદત્ત, રાશિલ્ય અને જીવદેવસૂરિ થયા હતા.૧ ૦૬
બીજી માન્યતા મુજબ વાયટ નામના પુરમાં રહેનાર આચાર્યોથી વાયટીય ગચ્છ પ્રસિદ્ધિ પામે. એક અનુમાન મુજબ એના મુખ્ય પ્રવર્તક, ગુજરાતના રાજા વિસલદેવના ગુરુ, સમચંદ્રસૂરિ હતા.૧૦ ૭