________________
કલા
(૧૩) વિમલનાથ તેરમાં તીર્થકર છે. આ તીર્થકરની પાંચ જેટલી પ્રતિમાઓ
પ્રાપ્ત થાય છે. એમનું લાંછન વરાહ છે. (૧૪) અનંતનાથ ચૌદમા તીર્થંકર છે. એમનું લાંછન વેતાંબર પરંપરા પ્રમાણે
બાજ અને દિંગબર પરંપરા પ્રમાણે રીંછ છે. આ તીર્થકરની પાંચ
પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. (૧૫) પંદરમા તીર્થંકર ધમનાથ છે. આ તીર્થકરની સાત જેટલી પ્રતિમાઓના
ઉલ્લેખ પ્રાપ્ત થાય થાય છે. એમનું લાંછન વજદંડ છે. (૧૬) જેને પુરાણોના મત મુજબ સેળમા તીર્થંકર શાંતિનાથનું સ્થાન બધા
તીર્થક કરતાં વિશેષ છે. એમનું લાંછન હરણ છે. આ તીર્થકરની લગભગ
૨૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૧૭) કુંથુનાથ એ સત્તરમા તીર્થંકર છે. એમનું લાંછન અજ (બકર) છે. અન્ય
તીર્થકરોની સરખામણીએ આ તીર્થકરની પ્રતિમાઓ જૂજ પ્રમાણમાં પ્રાપ્ત
થાય છે. આ તીર્થકરની ફક્ત ત્રણ પ્રતિમાઓના જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૧૮) અટારમા તીર્થંકર અરનાથે છે. એમનું લાંછન નંદ્યાવર્ત છે. આ કાલ
દરમ્યાન એમની પાંચ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. (૧૯) ઓગણીસમા તીર્થકર મહિલનાથ છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે એ સ્ત્રી છે,
જ્યારે દિંગબરોના મત પ્રમાણે એ પુરુષ છે. એમનું લાંછન કુંભ છે. આ તીર્થકરની દસ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. અલબત્ત, બંનેમાં સાધારણ
રીતે મૃતિ પુરુષ દેહની કરવામાં આવે છે. (૨૦) મુનિ સુવ્રતસ્વામી વીસમા તીર્થંકર છે. એમનું લાંછન ફૂમ (કાચબો) છે.
આ તીર્થકરની ૨૦ જેટલી પ્રતિમાઓની માહિતી પ્રાપ્ત થાય છે. ભરૂચમાં આ તીર્થકરનો મહિમા ખૂબ પ્રચલિત હતો. જેના અનુશ્રુતિ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીના ચૈત્યથી ભરૂચ તીર્થસ્વરૂપ બન્યું હતું. આ ભૂમિની જૈનતીર્થ
તરીકેની પ્રસિદ્ધિ મા હિ મુરર્વત એ પદથી જ્ઞાત થાય છે.૫૮ (૨૧) એકવીસમા તીર્થંકર નેમિનાથ છે. તેમનું લાંછન શ્વેતાંબરના પ્રમાણે નીલકમલ
અને દિંગબરના મતે અશોક વૃક્ષ છે.૫૮ આ તીર્થકરની બહુ જ ઓછી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. આ તીર્થકરની ફક્ત બે જ પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.