________________
પરિશિષ્ટ ૩
ચૌલુક્યકાલીન મુસ્લિમ અભિલેખે ચૌલુક્યકાલમાં ગુજરાતમાં મુસલમાનોની કેટલાક વિસ્તારમાં વસ્તી થઈ હતી. અલબત્ત, એમની વસ્તી વેપારી કેન્દ્રોમાં તેમજ દરિયાકાંઠાનાં સ્થળોએ વિશેષ હોવાનું જણાય છે. આ કાલના એમને લગતા ૧૨ જેટલા અભિલેખો મળ્યા છે. આ અભિલેખે પૈકી ૧૦ અરબીમાં, ૧ અરબી-ફારસીમાં અને ૧ ફારસીમાં લખાયેલ છે. આ લેખે હિ. સ. ૪૩૦, ૪૪૫, ૫૫૪, ૫૬૯, ૫૭૩, ૫૯૧, ૬૧૫, ૬૨૪, ૬૨૫, ૬૩૦, ૬૩૩ ના મળે છે. આમાંના બે લેખ (હિ. સં. ૪૪૫ અને ૬૧૫) મસ્જિદ બંધાવ્યાના ઉલ્લેખ ધરાવે છે, જ્યારે બાકીના ૧૦ લેખે વ્યક્તિવિશેષના મૃત્યુની નોંધ ધરાવતા કબર–લેખ છે. આ લેખ પૈકી એક ભરૂચમાંથી, એક અમદાવાદમાંથી, પાંચ ભદ્રેશ્વર કરછ)માંથી એક ઘા (જિ. ભાવનગર)માંથી, એક ખંભાતમાંથી, એક પિટલાદ (જિ. ખેડા)માંથી અને રાંદેર (જિ. સુરત)માંથી એક લેખ મળે છે. છે આ લેખના વિષયના સંદર્ભમાં જોઈએ તે હિ. સ. ૪૩૦ (ઈ. સ. ૧૦૩૮)ને લેખ ભરૂચની બાબા રેહાન મદ્રેસામાંથી પ્રાપ્ત થયો છે.
અમદાવાદની કાચની મસ્જિદમાંથી હિ. સં. ૪૪૫ (ઈ. સ. ૧૦૫૩)ને લેખ પ્રાપ્ત થયો છે, જેમાં મસ્જિદના બાંધકામને નિર્દેશ થયો છે. અલબત્ત, આ લેખ કાચની મસ્જિદ બંધાયાને લગતો નહિ હોય, કારણ કે આ મસ્જિદ એટલી જૂની નથી.
હિ. સં. ૫૫૪ (ઈ. સ. ૧૧૫૯-૬૦ના ભદ્રેશ્વરના લાલશાહબાઝ દરગાહના મળેલા કબર–લેખમાં ઈબ્રાહીમ અબુલઝને દીક દફન થયાની નોંધ છે. જયારે ભદ્રેશ્વરના ઝક્કરિયાના ઝામાં એક કબર ઉપર હિ.સ. પ૭૯ (ઈ. સ. ૧૧૭૪)ને લેખ છે. તેમાં અબુલ હીઝ–અલીના મૃત્યુની તારીખ નોંધેલી છે.'
ભશ્વરની સળખક્ષી મસ્જિદના હિ. સં. ૫૭૩ (ઈ. સ. ૧૧છ૭)ના કબર લેખમાં એક આશાસ્પદ મુસલમાનના અવસાનની નોંધ છે, જેનું નામ ઉકેલી શકાયું નથી."