________________
૨૬૪
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૧) જૈનધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવની પ્રતિમાના લગભગ ૩૫ જેટલા
ઉલ્લેખ મળે છે. એમાં ઋષભદેવ ઉપરાંત એમનાં આદિનાથ, યુગાદિદેવ, આદિદેવ, યુગધર સ્વામી વગેરે નામો પ્રાયાં છે. ઋષભદેવનું લાંછન વૃષભ છે. બીજા તીર્થકર અજિતનાથની લગભગ ૧૫ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એમનું લાંછન હાથી છે. ત્રીજા તીર્થકર સંભવનાથ છે. એમની ૧૦ જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ
પ્રાપ્ત થાય છે. એમનું લાંછન અશ્વ છે. (૪) ચોથા તીર્થકર અભિનંદનનાથની પ્રસ્તુતકાલ દરમ્યાન લગભગ ૧૦ જેટલી
પ્રતિમાઓ જ્ઞાત થાય છે. એમનું લાંછન કપિ (વાન) છે. (૫) પાંચમાં તીર્થકર સુમતિનાથની પાંચ જેટલી પ્રતિમાઓ જ્ઞાત થયેલી છે.
એમનું લાંછન કૌચ પક્ષી છે. છા તીર્થંકર પદ્મપ્રભુ છે. એમની આ કાળ દરમ્યાન પાંચ જેટલી પ્રતિમાઓ
પ્રાપ્ત થાય છે. એમનું લાંછન લાલ કમળ છે. (૭) સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ છે. એમનું લાંછન સ્વસ્તિક છે. આ ઉપરાંત
એની સાથે એક, પાંચ કે નવ ફણવાળા નાગની પણ આકૃતિ હોય છે.પપ (૮) આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ છે. આ કાળ દરમ્યાન એમની ૧૦ જેટલી
પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેમનું લાંછન ચંદ્ર છે.પ૬ (૯) નવમા તીર્થકર સુવિધિનાથ છે. આ સમય દરમ્યાન આ તીર્થકરની આઠ
જેટલી પ્રતિમાઓના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન મકર (મગર)
છે. આ તીર્થકરને પુષ્પદંત પણ કહેવામાં આવે છે. પણ (૧૦) દસમા તીર્થંકર શીતલનાથ છે. આ તીર્થકરની લગભગ ૭૦ જેટલી પ્રતિમાઓના
ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન શ્રીવત્સ છે. (૧૧) અગિયારમાં તીર્થકર શ્રેયાંસનાથ છે. એમનું લાંછન ગેંડો છે. આ તીર્થ કરની
લગભગ દસ જેટલી પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. (૧૨) વાસુપૂજ્ય બારમા તીર્થંકર છે. આ તીર્થકરની લગભગ ૧૫ જેટલી
પ્રતિમાઓ પ્રાપ્ત થાય છે. એમનું લાંછન મહિષ (પાડો) છે. આબુ પરની વિમલવસતિની દેરી નં. ૧૩ માં તેમજ લૂણસહિની ૧ લી દેરીમાં વાસુપૂજ્યની પ્રતિમાઓ બેસાડેલી છે.