________________
કલા
૨૫૭
લલાટબિંબમાં ગણશનું શિલ્પ તથા તરંગમાં નવગ્રહોના પટ્ટ આવેલા છે. ૩૧ મંદિરના શિખરને થોડો ભાગ તૂટી થયેલ છે.
મલીના વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૭૫)ના ભીમદેવ ર જાના શિલાલેખમાં ધૂમલી (તા. ભાણવડ, જિ. જામનગર)માં ગણેશમંદિરને મંડપ કરાવ્યાને નિર્દેશ થયેલ છે.
વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૪-૩૫)ના ભીમદેવ ૨ જાના સમયના ધોળકાના શિલાલેખમાં ગળેશ્વર મંદિરને ઉલ્લેખ થયેલ છે. આ મંદિર ગાળઉલગામ (તા. ધોળકા, જિ. અમદાવાદ)માં આવેલું છે.
ભીમદેવ ર જાના અણહિલ્લ પાટણના વિ.સં. ૧૨૯૫(ઈ.સ. ૧૨૩૮)ના દાનપત્રમાં વીરમેશ્વર અને સમલેશ્વર મંદિરના ઉલ્લેખ થયેલાં છે. આ મંદિરે વહિંપથકની નજીક આવેલ ઘૂસડી ગામમાં બંધાયેલાં હતાં, જેનો ઉલ્લેખ ઉપર આવેલ છે.
વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯૪૦)ના ભીમદેવ ર જાના કડીના તામ્રપત્રમાં અગાઉ વિ. ૧૨૮૦ અને વિ. સં. ૧૨૮૮ માં જણાવ્યા મુજબ ફરી વાર વિરમેશ્વર અને સૂમલેશ્વર મંદિરના ઉલ્લેખ થયેલા છે, જે વિશે આ પૂર્વે કહેવાયું છે.
વિ. સં૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૭)ના ભીમદેવ ૨ જાના વેરાવળના શિલાલેખમાં વેરાવળ (તા. વેરાવળ-પાટણ, જિ. જૂનાગઢ)માં આવેલા સોમનાથ મંદિરમાં મેઘનાદ મંડપ કરાવ્યો હતો અને નિર્દેશ થયેલ છે. (ખ) જૈન ધર્મનાં દેવાલય :
ચૌલુક્યકાલીન અભિલેખમાં સૌપ્રથમ જૈનમંદિરનો ઉલ્લેખ મૂલરાજ ૧ લાના સમય—વિ. સં. ૧૦૩૩ (ઈ. સ. ૯૭૬-૭૭)ના તામ્રપત્રમાં થયેલું છે. પ્રસ્તુત લેખમાં મંદિરના સ્થળને નિર્દેશ વરુણશમક એટલે કે વડસામા (જિ. મહેસાણા) નામે થયેલે છે.
- હસ્તિડિના ધવલના વિ. સં. ૧૫૩ (ઈ. સ. ૯૯૭)ના બીજાપુર (રાજસ્થાન)ના શિલાલેખમાં ઋષભદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાને નિર્દેશ થયેલ છે. આ લેખમાં મંદિરનું સ્થળ જણવ્યું નથી, પણ આ મંદિર સદર શિલાલેખના સ્થળે અર્થાત બીજાપુરમાં હશે એમ કહી શકાય.
ભીમદેવ ૧ લાના સમયના વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ના આબુના શિલાલેખમાંકર વિમલવસહિકાના જૈનમંદિરને ઉલ્લેખ થયેલું છે. આ પ્રસિદ્ધ મંદિર આબુ–દેલવાડા (જિ. સિરોહી, રાજસ્થાનમાં આવેલું છે.
૧૭.