________________
કલા
સ્થાપત્ય
આ સમય દરમ્યાન બંધાયેલાં દેવાલય, જળાશ, દુર્ગો વગેરેના ઉલ્લેખે તત્કાલીન ઉપલબ્ધ લેખ, અભિલેખે અને સાહિત્યમાંથી મળી આવે છે. એમાંના કેટલાંક પુરાવશેષીય સ્મારક પણ હાલ મોજુદ છે, જો કે અભિલેખોમાં ઉલ્લેખિત. અનેક સ્થાપત્ય પૈકીનાં ઘણું શેડાં જ સ્થાપત્યો હાલ મોજુદ રહ્યાં છે. અભિલેખેમાં ઉલ્લેખિત નાગરિક સ્થાપત્ય
નાગરિક સ્થાપત્યમાં ગ્રામ, નગર, પ્રાસાદ, કિલ્લાઓ, જળાશય વગેરે વિશિષ્ટ બાંધકામને સમાવેશ કરવામાં આવે છે. અભિલેખોને આધારે આ નાગરિક સ્થાપત્ય વિશેની માહિતી ઠીકઠીક પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. (૧) કિલાઓ
- ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં ઘણું કિલ્લાઓનું બાંધકામ થયું હતું .. આ કાલમાં બંધાયેલ કિલ્લાઓના અવશેષો જળવાઈ રહ્યા છે પરંતુ તેમના અભિલેખિક ઉલ્લેખ બહુ જૂજ મળે છે. આ કાલના કિલ્લાઓમાં કંથકેટ, અણહિલપાટણ, પાવાગઢ, ઝીંઝુવાડા, ડભોઈ ધૂમલી, ઉપરકેટ, વડનગર અને પ્રભાસપાટણ વગેરે સ્થળના કિલ્લાઓ જાણીતા છે.
વિ. સં. ૧૨૦૪ (ઈ. સ. ૧૧૫૨)ના કુમારપાલના લેખમાં કુમારપાલે વડનગરમાં વડનગરને કેટ બંધાવ્યાના આભિલેખિક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.'
આ કેટ પૂર્વવિહિત લેજના પ્રમાણે બંધાયેલ નથી. આ કટને છ દરવાજાઓ છે. જેમાંના ચાર દરવાજાઓ મુખ્ય દિશાઓએ આવેલા છે. પૂર્વમાં અમરપળ, પશ્ચિમનાં રામપળ કે ગાડી, ઉત્તરમાં અજુનબારી અને દક્ષિણમાં ગાંસકુળ દરવાજો આવે છે. બાકીના બે દરવાજાઓ ખૂણુ તરફ આવેલા છે. જેમકે અગ્નિખૂણે પિઠોરી અને વાયવ્યકોણે નદીપળ દરવાજે આવેલું છે. દરવાજાઓની બહાર નગરરક્ષક દેવનાં શિલ્પ છે. આ કિલ્લે ગિરિસમાન દુર્ગ હતા. કેટના બાંધકામમાં ઈટે વાપરવામાં આવી હતી. કાંગરા પથ્થરના બનેલા હતા અને તેની પર ચૂનાને લેપ કરેલ હતો.