________________
૫૦
-
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
વિ. સં. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૧૦)ના શિલાલેખમાં૧૫ ભીમદેવે ઘેલાણા (જિ. જામનગર-સૌરાષ્ટ્ર) ગામમાં કૂવો ખોદાવ્યો હતો તેવો નિર્દેશ થયેલ છે. (૩) કાતિસ્તંભ : * ચૌલુક્યકાલીન નાગરિક સ્થાપત્યમાં કીર્તિસ્તંભ, અને તોરણોને પણ સમાવેશ કરવામાં આવેલ છે. આમ જોવા જઈએ તે વાસ્તુકલામાં કેટલાયે તેરણાનાં અભિનવ સ્વરૂપો દેશ અને કાળ અનુસાર વિકાસ પામેલાં છે. આ કાળ દરમ્યાન દેવાલયેની સાથે સાથે તેરણો તેમજ કીર્તિસ્તંભનું પણ નિર્માણ કરવામાં આવતું હતું. તેરણોને દેવાલયનું વિશિષ્ટ અંગ માનવામાં આવતું હતું.
ચાલુક્યકાળ દરમ્યાન ઘણી સંખ્યામાં આવા કીર્તિસ્તો અને તેણે નિર્માણ પામ્યાં હતાં, જેમાં પાટણ, મોઢેરા, સિદ્ધપુર, શામળાજી, વડનગર વગેરે સ્થળોનાં તારણોને સમાવેશ થાય છે.
સિદ્ધપુરના એક કીતિ સ્તંભ પરથી સિદ્ધરાજ સિંહના સમયને એક શિલાલેખ પ્રાપ્ત થયો છે.૧૬ (જુઓ આકૃતિ ૫). જોકે આ લેખમાંથી એનું વષે જાણવા મળતું નથી તેમજ લેખના આધારે આ કીર્તિસ્તંભના સ્થાપત્ય વિશે કઈ વિશેષ માહિતી પણ પ્રાપ્ત થતી નથી. (૪) અન્ય સ્થાપત્ય :
અભિલેખ દ્વારા ચાલુક્યકાલીન કિલ્લાઓ અને જળાશયો ઉપરાંત અન્ય પ્રકારનાં સ્થાપત્ય વિશે પણ જાણવા મળે છે, જેમાં સત્રાગાર એટલે કે ભોજનાલય. ઉપરાંત પાઠશાળા, પગથિયાં, હીંચકે વગેરેની માહિતી ઉપલબ્ધ થાય છે.
આ સમયના લેખોમાં સત્રાગારને નિર્દેશ થયેલ છે. સત્રાગારનું બાંધકામ ઘણું સાદુ હશે. વચ્ચે ખુલ્લે ચેક અને ફરતે રવેશ હોય એવી આમાં રચના હોવાનું અનુમાની શકાય છે.
વિ. સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪)ના વૈજલદેવના લેખમાં બ્રાહ્મણને ભજન અર્થે એક સત્રાગારને ગામ દાનમાં આપ્યાને નિર્દેશ થયેલ છે.
ભીમદેવ જાના વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૦૭)ના કડીના તામ્રપત્રમાંના ઉલિખિત નિર્દેશ પ્રમાણે સત્રાગારના નિભાવ અથે ઇદિલા ગામ દાનમાં અપાયું હતું.
વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩ર)ના કડીના તામ્રપત્રમાં પણ સત્રાગારને ઉલ્લેખ થયેલે