________________
કલા
૨૫૧
ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૪૩)ના લેખમાં સત્રાગારમાં કાપરિકેના ભેજન માટે ભાંખહર ગામ અને રાજપુરી ગામ દાનમાં આપ્યાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
અભિલેખોમાં પાઠશાળાને પણ નિર્દેશ થયેલે છે; જેમકે વિ. સં ૧૧૩૪ના (ઈ. સ. ૧૦૭૭) ત્રિવિક્રમપાલના લેખમાં જણાવ્યા પ્રમાણે શુકલતીર્થમાં ૫૦૦ વિદ્યાથીઓની શાળાના નિભાવ માટે દાન આપ્યાને નિર્દેશ થયેલ છે એ પરથી પ૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવું વિશાળ વિદ્યાસંકુલ ત્યાં હોવું જોઈએ. અલબત્ત, એના સ્થાપત્યકીય સ્વરૂપ વિશે કંઈ જાણું શકાતું નથી.
કેટલાક લેખમાં પગથિયાં કરાવ્યાના ઉલ્લેખો મળે છે. વિ. સં. ૧૨૨૨ અને ૧રર૩ (ઈ. સ. ૧૨૬૬-૬૭)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાણિકના પુત્ર આંબા, ગિરનારમાં પગથિયાં કરાવ્યાં હતાં.
કુમારપાલના પ્રાચી(ગીર)ના વર્ષ વગરના શિલાલેખમાં ૮ હીંચકો કરાવ્યાને ઉલ્લેખ છે. અલબત્ત, એ વિશિષ્ટ પ્રકારનો હેવો જોઈએ તે જ એને અભિલેખમાં નિર્દેશ કરેલ હોય. અભિલેખેમાં ઉહિલખિત ધાર્મિક સ્થાપત્ય
આ કાલના મોટા ભાગના અભિલેખે દેવાલયના નિર્માણ અથવા જીર્ણોદ્ધારને લગતા છે. દેવને આપવાનાં ધર્મદે મુખ્યત્વે દેવાલને અર્પણ કરવામાં આવતાં. એવી જ રીતે ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં દેવાલય બંધાવવા કે બાંધવા માટે દાન આપવામાં આવતાં હતાં, એટલું જ નહિ, પરંતુ જીર્ણમંદિરને જીર્ણોદ્ધાર કરવા માટે પણ વન આપવામાં આવતાં હતાં. આવાં મંદિરમાં શિવમંદિરના ઉલ્લેખે વધુ થયેલા જણાય છે. જોકે સૂર્યમંદિર, વિષ્ણુમંદિર અને કેઈક કઈક શક્તિપૂજાનાં મંદિરના પણ ઉલ્લેખ થયેલા નજરે પડે છે. તદુપરાંત પાશ્વનાથ, શાંતિનાથ, આદિનાથ, મહાવીર અને અન્ય તીર્થકરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખે વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. અભિલેખમાં કવચિત મંદિરનાં અંગઉપાંગેના નિર્દેશ અપાયેલા મળે છે. (ક) હિન્દુ ધર્મમાં દેવાલ : "
પરમાર સીયક ર જાના હરસોલના વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)ના તામ્રપત્રમાં સરનામાં શિવમંદિરને નિર્દેશ થયેલ છે. આ મંદિર ગળતેશ્વરના નામથી ઓળખાય છે. આ મંદિર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું છે.