________________
૨૧૮
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખે : એક અધ્યયન છે. ચૌલુક્યકાલીન અભિલેખમાં વિક્રમ સંવતનું જૂનામાં જૂનું વર્ષ ૨૦૦૫ (ઈ. સ. ૯૪૯) છે અને છેલ્લું વર્ષ ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) છે.
આ સમગ્ર લેખેનો અભ્યાસ કરતાં જણાય છે કે જેમાં તિથિ સાથે વાર પણ આપવામાં આવેલ છે. આ મિતિઓનાં તિથિ વાર મેળવી લેતાં જણાય છે કે ચૌલુક્યકાલ દરમ્યાન ગુજરાતમાં વિક્રમ સંવતમાં ઉત્તર ભારતની ચૂત્રાદિ વર્ષની પદ્ધતિને બદલે ગુજરાતની કાત્તિ કાદિ વર્ષની વર્તમાન પદ્ધતિ જ વધુ પ્રચલિત હતી, જ્યારે કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આષાઢાદિ વર્ષ ગણાતાં હતાં.
ઉત્તર ભારતમાં વિક્રમ સંવતના વર્ષનો પ્રારંભ ચૈત્રમાં થાય છે. ગુજરાતમાં આ વર્ષ આ પછીના કાત્તિક અર્થાત સાત મહિના મોડું શરૂ થાય છે, જ્યારે કચ્છ હાલારમાં આ બન્નેની વચ્ચેના આષાઢમાં એટલે કે ગુજરાત કરતાં ચાર મહિના વહેલું શરૂ થાય છે. આવી રીતે ઉત્તર ભારતમાં માસ પૂર્ણિમાન્ત ગણાય છે, જ્યારે ગુજરાતમાં વિક્રમ સંવતમાં પૂર્ણિમાન્તના બદલે અમાન્ત માસ ગણવાની પ્રથા ચોલુકથકાલમાં સવિશેષ હતી. ઉત્તર ભારતમાં ચૈત્ર માસ ચૈત્ર વદિથી ગણાય છે, જ્યારે ગુજરાતમાં એને ફાગણ વદ કહેવાય છે અને ગુજરાતમાં ચૈત્ર માસ એ પછીના પખવાડિયે ચૈત્ર સુદિથી ગણુય છે, આથી કૃષ્ણ પક્ષમાં માસનું નામ
-
ચૈત્ર શુકલ ચેત્ર કૃષ્ણ
આ તફાવત નીચેના કેપ્ટક દ્વારા વધુ સ્પષ્ટ થઈ શકે ? ઉત્તર ભારત
ગુજરાત ચૈત્ર કૃષ્ણ
ફાગણ કૃષ્ણ ચૈત્ર શુકલ
વૈશાખ કૃષ્ણ શક સંવત
ચૌલુકથકાલીન કેટલાક અભિલેખમાં શક સંવત પ્રયોજાયેલે છે, પરંતુ બહુ ઓછા લેખોમાં આ સંવત પ્રજાયેલો નજરે પડે છે : (૧) શક સંવત ૯૪૦ (ઈ. સ. ૧૦૧૮) કીર્તાિરાજના સમયને સુરતને શિલાલેખ (૨) શક સંવત ૯૫૬ (ઈ. સ. ૧૦૩૪) ચામુંડરાજનું ચિંચણીનું તામ્રપત્ર (૩) શક સંવત ૯૬૪ (ઈ. સ. ૧૦૪ર)નું ષષ્ઠ ર જાનું ગણુદેવી તામ્રપત્ર (૪) શક સંવત ૯૬૯ (ઈ. સ. ૧૦૪૮) ને પરમાર દેવને તિલકવાડા
શિલાલેખ