________________
કાલગણના અને સમયનિર્દેશ
૨૩૩.
(૧) ગિરનાર પરનું નેમિનાથનું મ ંદિર સોરઠના દંડનાયક સજ્જને ઈ. સ. ૧૧૨૯ માં બધાવ્યું. આ હકીકત “રેવ...તિગિર રાપુ”માં પણ આપેલી છે. સારઠમાં એ સમયે ચાલુકયોના દંડનાયક તા જ નીમી શકાયા હોય, જો એ પ્રદેશ સિદ્ધરાજને અધીન હાય.
(૨) સિદ્ધરાજે શત્રુંજય તીને બાર ગામનું શાસન કરી આપ્યાની વાત ૧૩ માથી ૧૫ મા શતકના ઘણાં જૈન પ્રાધ ચરિતામાં નોંધાયેલી છે.
(૩) સિદ્ધરાજે પુત્રપ્રાપ્તિ માટે સોમનાથની યાત્રા પગપાળા કરેલી છે.૬૧ આમ કહી શ્રીં ઢાંકી આ સંદર્ભમાં સિદ્ધરાજની તરફદારી કરતા મતને અનુમોદન આપતા જણાય છે.
આ ચર્ચાના જવાબરૂપે શ્રી ગાસ્વામી જણાવે છે કે, વિસાવાડા ગામમાં આવેલી રાણા શ્રી સિંહની પ્રતિમા નીચેના લેખનું વાચન મારા વાચન કરતાં જુદું પડે છે એનુ કારણ એ છે કે આ પ્રતિમાલેખ છે અને એમાં ઊભી તથા બેઠેલી બે આકૃતિ છે, જેમાં બીજી ઊભી આકૃતિ રાણા શ્રી સિંહ રાધેરાજ શ્રી વિક્રમાદિત્યની છે અને તેના ચરણા પાસે બેઠેલી આકૃતિ શ્રી સિંહના ઉત્તરાધિકારી રાણા શ્રી વિક્રમાદિત્યની છે. આ રાણા શ્રી વિકિયાજીએ વિ. સ. ૧૨૬૨ માં શ્રી સિહની મૂતિ કરાવી એ સંબધનો લેખ છે. વિ. સં. ૧૨૬૨ માં હયાત રાણા વિકિયાજીની ૯૨ વર્ષ પહેલાં એટલે કે વિ. સં. ૧૧૭૦ માં રાણા શ્રી સિંહ ધૂમલીની ગાદીએ છે. આના આધારરૂપે એમને જેઠવા વંશના ઇતિહાસનું પુસ્તક મકરધ્વજવી મહિપમાળા” તથા જેઠવા વંશના ચોપડાઓને ગણાવ્યા છે. જેઠવા વંશના સાલવાર ઇતિહાસ પણ ઉપ`ક્ત પ્રથામાં છે. રાણા શ્રી સિંહે ધૂમલીની ગાદીએ ઘણા લાંખા સમય રાજ્ય કયુ છે અને એ “રાધેરાજ (રાજાધિરાજ)”નુ બિરુદ ધરાવે છે તેથી એ સ્વતંત્ર રાજા હોવાનું જાણી શકાય. આ રાણા શ્રી સિંહે વિ. સ. ૧૧૭૦ માં વ્યાઘ્રપલ્લીના કોઈ રાજાને મેારી પાસે હરાવ્યા છે. ધૂમલીના રાજાની આ સૌથી મોટી લડાઈ અને મહાન વિજય છે. મારી પાસે લડાઈ થઈ તે જગ્યાએ આજે પણ જેઠવા ડુંગર કહેવામાં આવે છે.૬૨ આમ કહીને એ જેઠવા રાણા શ્રી સિંહે જ સિંહ સંવત પ્રવર્તાવ્યો હોવાનો મત આગળ કરે છે.
આ ચર્ચાના સંદર્ભમાં શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા જણાવે છે કે સિદ્ધરાજે જૂનાગઢના રા'ખેંગારને જીત્યા અને રાણકદેવીનો કિસ્સો બન્યો એ લેકકથામાં છે, પરંતુ અમારી પરપરા જુદી છે. સિદ્ધરાજ સોમનાથનાં દર્શન કરવા ઇચ્છતા પણ હતા, પરંતુ ખે’ગાર એના રાજ્યમાંથી પસાર થવા દે એમ ન હતું. આથી