________________
२४०
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન
ન (૩) શ્રી ભગવાનલાલ ઇન્દ્રજી, શ્રી રસિકલાલ છો. પરીખ, ડે. હરિપ્રસાદ શાસ્ત્રી,
છે. ભારતીબેન શેલત અને શ્રી મધુસૂદન ઢાંકીએ સિંહ સંવત ચૌલુક્ય રાજા સિંહદેવે સેરઠ વિજયની સ્મૃતિમાં વિ. સં. ૧૧૭૦ માં શરૂ કર્યો
હોવાનો સંભવ આગળ કર્યો છે. - (ક) આ મતની પણ ખૂબ ટીકા કરવામાં આવેલી છે, જેવી કે જે સિદ્ધરાજે
એ શરૂ કર્યો હોય તે સોરઠ સિવાયના એના તળ...ગુજરાતના મુખ્ય શાસન
પ્રદેશમાં એને પ્રયોગ કેમ મળતું નથી ? (ખ) એના અનુગામી રાજાએ પણ આ સંતને કોઈ પ્રયોગ કરેલે નથી. ગ) હેમચંદ્રાચાર્ય તેમજ સમકાલીન અને અનુકાલીન ઇતિહાસ અને વૃત્તાંતના નિવેદકેએ આવી મોટી ઘટનાની નોંધ લીધી નથી એ વિસ્મયકારક છે.
વળી આ સંવતનું નામ “જ્યસિંહ સંવત’ને બદલે એ નામના ઉત્તર ચરણ “સિંહ”ની સાથે જ કેમ સંયોજાયું એ સમજાતું નથી, આથી સિદ્ધરાજ
સિંહે આ સંવત પ્રવર્તાવ્યાનું પણ નિર્વિવાદ કહી શકાતું નથી. (૪) સિંહ સંવત સોરઠના કોઈ સ્થાનિક રાજાએ પ્રવર્તાવ્યો હોય એવો શ્રી
વજેશંકર ઓઝા, શ્રી ગીરીશંકર ઓઝા, શ્રી મેહનપુરી ગોસ્વામી, શ્રી કંચનપ્રસાદ છાયા, શ્રી મણિભાઈ વોરા અને શ્રી દેવજીભાઈ વાજાએ આગળ કર્યો. આ વિદ્વાનનાં મંતવ્ય પરથી ફલિત થાય છે કે સેરઠના મહામંડલે— શ્વર સિંહે ચૌલુક્યોથી સ્વતંત્ર થઈ એની સ્મૃતિમાં આ સંવત પ્રવર્તાવ્યો હશે. આ શ્રી સિંહ તે ઘૂમલીને પહેલે જેઠવા રાણું સંઘજી લેવાની સંભાવના એઓએ સૂચવી જ્યારે શ્રી કે. કા. શાસ્ત્રીએ તે વિસાવાડાના લેખવાળા બીહએ તે ઘૂમલીને જેઠવા રાણે “
વિયસિંહ” (ઈ. સ. ૧૨ ૦૨-૧૨૪૫, વિ. સં. ૧૨૬૨-૧૩૦૧) છે એ બતાવી જૂના રાણા સંગને છેદ જ ઉડાડી નાખ્યો છે.
આમાં પણ સિંહ સંવત અને રાજાના નામના સામ્ય સિવાય બીજ કઈ પ્રમાણો મળતાં નથી. મહામંડલેશ્વર સિંહના જે લેખો મળ્યા છે તેમાં પણ કઈ જગ્યાએ સિંહ સંવતને પ્રયોગ થયે નથી. વળી જેઠવાઓના બીજા રાજાઓના અભિલેખોમાં પણ આ પ્રયોગ થયો નથી. વળી રાણ સિંહ મહામંડલેશ્વરમાંથી “રાજાધિરાજ” કેવી રીતે બને એ સ્પષ્ટ થતું નથી એટલે આ મંતવ્ય પણ સર્વથા સ્વીકાર્ય બનતું નથી.