________________
२०८
ગુજરાતના ચૌલકથકાલીન અભિલેખો : એક અધ્યયન
પામેલા પૂર્વજોને પિંડદાન આપવામાં આવતું હતું. આ પ્રથા આ. હેમચંદ્રના સમયમાં પણ પ્રચલિત હતી. હાલમાં ૨૮ આ પ્રથા પ્રચલિત હોય એમ જણાતું નથી. વિષ્ણુધર્મોત્તરમાં વૈશાખ માસની શુકલતૃતીયાને દિવસે ઉપવાસ કરવાથી સર્વપુણ્યનું અક્ષય ફળ મળે છે એમ જણાવ્યું છે. આ દિવસે અક્ષય પુણ્ય થાય છે માટે એ દિવસને “અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. હજુ આજે પણ અક્ષયતૃતીયા(અખાત્રીજ)ની તિથિને મહત્ત્વ આપવામાં આવે છે.૧૨૯
વિ. સં. ૧૨૧ ના કુમારપાલના ગાળાના શિલાલેખમાં અક્ષયતૃતીયાને નિર્દેશ થયેલ છે.
અજયપાલના વિ. સં. ૧૨૨૮ ના લેખમાં તૃતીયાને દિવસે ઉદયપુરમાં ભગવાન વૈદ્યનાથને ઉમરથા નામનું ગામ દાનમાં આપ્યાને ઉલ્લેખ છે. મહાશિવરાત્રિ :
હિંદુધર્મમાં શિવરાત્રિને મોટો ધાર્મિક ઉત્સવ ગણવામાં આવે છે. એ કાલમાં પણ આ તહેવાર ઉજવવામાં આવતું હશે. આ કાલના અભિલેખમાં આ પર્વને ઉલ્લેખ થયેલું જોવા મળે છે. આ પર્વ હજુ આજે પણ એટલા જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે.
વિ. સં. ૧૨૦૯ ના લેખમાં ૧૩૦ શિવરાત્રીના દિવસે કુમારપાલે પિતાના રાજ્યમાં અમારિની ઘણુ ફરમાવી હતી એવા ઉલ્લેખ છે. ચેત્રી પૂર્ણિમા :
ચૈત્રી પૂર્ણિમાના દિવસે મોટો મેળો ભરવામાં આવતું હોય છે. આ પર્વ આજે પણ ઊજવવામાં આવે છે. આ કાલના અભિલેખમાં આ પર્વને પણ ઉલ્લેખ થયેલ નજરે પડે છે.
વિ. સં. ૧૨૬૪ ના લેખમાં ચૈત્રીપૂનમના દિવસે દાન અપાયાને ઉલ્લેખ છે.૧૩૧
ઉપરોક્ત જણાવેલ પર્વો અને ઉત્સવોની સાથે સાથે બીજા કેટલાક તહેવાર પણ ઉજવવામાં આવતા હતા. જેમકે સોમવણી એટલે કે સોમવતી અમાસના દિવસે દાન અપાયાના પણ ઉલ્લેખ અભિલેખોમાંથી જાણવા મળે છે. વિ. સં. ૧૧૫૩ના લેખમાં ૩૨ એમપર્વણીના દિવસે દાન આપ્યાને ઉલ્લેખ નજરે પડે છે. જેનપર્વ :
આ કાલ દરમ્યાન જેનધમને ફેલાવે ઘણે થયેલ હતું. આ સમયના - પ્રતિમાલે ઘણી સંખ્યામાં પ્રાપ્ત થયેલા છે. આ પ્રતિમાલેખોને આધારે જૈન