________________
ધાર્મિક સ્થિતિ
૧૯૯
તેમજ અણહિલપુર(પાટણ), ભૃગુપુર(ભરૂચ), સ્તંભનક(થામણા), સ્તંભતીર્થ (ખંભાત), દર્ભાવતી(ડભોઈ) ધવલકકાળકા) વગેરે નગરમાં તેમજ બીજા અનેક સ્થળોમાં ઘણાં નવાં ધર્મસ્થાન કરાવ્યાં હતાં. ૬૭ વળી એમણે અનેક જિનાલયનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હતું. વસ્તુપાલે ગિરનાર ઉપર ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર તેમજ સરસ્વતીની દેવકુલિકા તથા નેમિનાથદેવની ચાર દેવકુલિકાઓ પણ કરાવી હતી. સાથે સાથે નેમિનાથના મુખ્ય મંદિરમાં સમેતશિખર અને અષ્ટાપદ મહાતીર્થના પ્રાસાદ કરાવ્યા હતા. આને લગતા છ શિલાલેખ સોમેશ્વર, નરચંદ્રસૂરિ, નરેન્દ્રસૂરિ અને ઉદયપ્રભસૂરિએ રચેલા પ્રશસ્તિશ્લોક સહિત કતરેલા છે. | વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના આબુ પર્વત પરના લૂણસહિમાંના લેખમાં તેજપાલે પિતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય અથે એ જિનાલય કરાવ્યાનો ઉલ્લેખ છે. ૮
આ ઉપરાંત તેજપાલે વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨)માં પોતાનાં કુટુંબીઓના શ્રેયાર્થે એમાં (ઉપર્યુક્ત મદિરમાં) દેવકુલિકાઓ કરાવી હોવાનું પણ સેંધાયું છે. ૬૯
કુમારપાલના સમયના વિ. સં. ૧૨૧૩ ના એક લેખમાં કુમારપાલના ખંડિયા મહામાંડલિક પ્રતાપસિંહે ત્રણ જૈન મંદિરને દાન આપ્યાનું નોંધાયું છે. ત્રણ જિનમંદિર પૈકીનાં બે નડુલડાંગિકા(રાજસ્થાન)માં આવેલ મહાવીર અને અરિષ્ટનેમિનાં મંદિર હતાં, જ્યારે ત્રીજુ મંદિર લવદડી(રાજસ્થાન)માં આવેલ અજિતનાથનું હતું.
વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)માં તેજપાલે શત્રુંજય, ગિરનાર, આબુ જાબાલિ પુરજોધપુર), તારણગઢ (તારંગા) અણહિલપુર પાટણ, બીજાપુર (ઉ. ગુ.), લાટપલ્લી (લાડેલ), પ્રહલાદનપુર (પાલનપુર) વગેરે તીર્થોમાં મંદિર બંધાવેલાં, તેમજ મંદિરોમાં કલાકારીગરી–પૂર્ણ ખત્તકે(ગવાક્ષો) કરાવેલા. વળી એમણે મંદિરને જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. વિ. સ. ૧૨૯૬ ના શિલાલેખમાં આ બાબત નોંધાયેલી છે. ૭૧ જૈનધર્મમાં મૂર્તિપૂજા
જૈનધર્મમાં તીર્થકરોની મૂર્તિપૂજા વ્યાપક હતી. મૂતિ બનાવવી અને એની પ્રતિષ્ઠા કરાવવી એ ભારે પુણ્યપ્રદ ગણાતું. અભિલેખો પરતી જણાય છે કે