________________
ધાર્મિક રિસ્થતિ
૨૦૧
વટેશ્વરસૂરિ : રામસેનના વિ. સં. ૧૦૮૪ (ઈ. સ. ૧૦૨૭–૨૮)ના પ્રતિમાલેખમાં′ આચાય વટેશ્વરસૂરિના ઉલ્લેખ છે. ચૈત્રી પૂર્ણમાના દિવસે રામસેનમાં થારાપદ્રગચ્છના આ વટેશ્વરસૂરિએ થરાદ્રગચ્છની સ્થાપના કરી હોવાનું મનાય છે. વટેશ્વર પોતે મહાવીરસ્વામીની શિષ્યપર પરામાં વજી શાખાના ચંદ્રકુલમાં થયા હોવાનું આ અભિલેખમાં જણાવેલ છે. વટેશ્વર વિશે જૈન પરપરાના ઇતિહાસમાં ત્રિપુટી મહારાજે કરેલા વિશ્લેષણ પરથી જાય છે કે, વટેશ્વરસૂરિ ગુરુપર પરાએ ચારણગણુની વનાગરી શાખાના ચંદ્રકુલના હતા.
७८
મ
સામસૂરિ : વિ. સં. ૧૨૭૫ ના વડાલીના પ્રતિમાલેખમાં સામરિને ઉલ્લેખ થયેલા છે.૮૦ સામસૂરિ ચંદ્રકુલના અને હુબડ શાખાના હતા.૧
પૂર્ણુ કલશસૂરિ : વિ.સ. ૧૨૮૯ ના રામસેનના ધાતુપ્રતિમાલેખમાં પૂર્ણ કલસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એવા ઉલ્લેખ છે.૮૨ આ સરિ ખરતરગચ્છના હતા. તેના ગુરુ જિનેશ્વરસૂરિ હતા. આ પૂર્ણ કલશસૂરિએ વિ. સં. ૧૩૦૭ માં હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણની વૃત્તિ રચેલી હતી. આ રિ વિદ્રાન પણ હતા. એમનું મુખ્ય વિહારસ્થાન પાલનપુરની આસપાસને પ્રદેશ જણાય છે.૮૩
દેવચ દ્રસૂરિ : વિ. સ.૧૨૪૫ ના આયુ પરના લેખામાં દેવચંદ્રસૂરિના ઉલ્લેખ થયેલો છે.૮૪ આ સૂરિના ગચ્છ પિપ્પલગચ્છ૫ નામે પ્રસિદ્ધ હતો.૮૬
વિ. સં. ૧૯૬૦ માં હેમચંદ્રસૂરિ પ્રખ્યાત હતા. એમના ગુરુ દેવચ દ્રસૂરિએ ખંભાતમાં “શાંતિનાથચરિત” પ્રાકૃતમાં ગદ્ય-પદ્યમય રચ્યું. તેની તાડપત્રની પ્રત પાટણના ભંડારમાં છે. વળી એમણે પોતાના પ્રગુરુ પ્રદ્યુમ્નસૂરિ—કૃત મૂલશુદ્ધિ અપરનામ સ્થાનકાનિ” પર ટીકા-સ્થાનકવૃત્તિ રચેલી. વિ. સં. ૧૧૬૧ માં ચંદ્રકુલના બૃહદ્ગચ્છના તેમિચંદ્રના શિષ્ય શાંતિસૂરિએ સ્વશિષ્ય મુનિચંદ્ર માટે “પૃથ્વીચંદ્ર -ચરિત્ર” રચેલું. આ શાાંતિસૂરિએ સિદ્ધુ નામના શ્રાવકે બધાવેલા નેમિનાથ ચૈત્યમાં પેાતાની પાટે આઠ આચાર્યાં સ્થાપેલા. તેએમાં દેવચંદ્રસૂરિ પણ હતા.૮૭
વિજયસેનસૂરિ : વિયસેનસૂરિ વસ્તુપાલ અને તેજપાલના ગુરુ હતા. તેથી વસ્તુપાલ અને તેજપાલે કરાવેલાં ઘણું કરીને દરેક પૂ કામ તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા આ વિજયસેનસૂરિએ કરી હતી. વિજયસેનસૂરિ નાગેન્દ્રગચ્છના હતા. એએ આચાય. હરિભદ્રસૂરિના શિષ્ય હતા.૮૮ વિજયસેનસૂરિએ વિ. સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૩૨)ની આસપાસ ગુજરાતી ભાષામાં “રેવતગિશિસુ” નામનુ` કાવ્ય રચ્યું હતું.