________________
સામાજિક સ્થિતિ
૧૬૩
કેટલાંક નામે પ્રાણીઓ પરથી પણ પાડવામાં આવતાં હતાં, જેવું કે, ગજાઈલ, ગંડરાજ, અધરાજ, નાગલદેસુ, નાગપાલ વગેરે.
અમુક નામે ફળ-ફૂલનાં નામ પરથી પડેલાં જણાય છે, જેમ કે, ફૂલચંદ્ર, પારસ, આમદેવ, આંબવીર, આંબસિરિ, આંબચંદ્ર, પદ્મસિંહ, પવિણિ, પદ્મચંદ્ર, જાસૂ, બકુલસ્વામી વગેરે.
કેટલાંક જાતિવાચક કે પદાર્થવાચક નામ પરથી પડતાં જણાય છે. જેમ કે કાંચન, મહિધર, અજપાલ, મહીપાલ, ધરણીગ, બ્રહ્મજા, ભૂદેવ, વસ્તુપાલ, તેજપાલ, ત્રિભુવનપાલ, ત્રિલેક, નરેન્દ્ર, પૃથ્વી, ભુવન, વત્સ, ત્રિભુવનદેવી વગેરે.
કેટલાંક નામ ભાવવાચક નામ પરથી પડ્યાં જણાય છે. જેવું કે રૂપાદેવી, લીલુ, ઉદયપાલ, ગુણધર, ગુણચંદ્ર, લાવણ્ય, પ્રતાપદેવી, સંતેષ, પ્રતાપસિંહ, શુભકર, યશપાલ, ઉદયરાજ, રુચિ, ભાવ, મોક્ષ, વિજય, વિક્રમ, વૈરિસિંહ, શાંતિચંદ્ર, સૌભાગ્યદેવી, અભયસિંહ વગેરે.
કેટલાંક નામે સમૂહવાચક નામ પરથી પણ પડેલાં જણાય છે, જેવું કે કુલચંદ્ર.
કેટલાંક નામો વિશેષણ પરથી પડેલાં જણાય છે. જેવાં કે અનુપમા, દુર્લભાચાર્ય, - દીર્વાચાર્ય, ધવલ, ચંડશમ, શોભાદેવ, અજયસિંહ, અમરચંદ્ર, દુર્લભરાજ વગેરે. - આ ઉપરાંત મનુષ્યનામોના અંતે અનેક પ્રકારનાં ઉપપદ જોવા મળે છે. ધર્મશાસ્ત્રમાં બ્રાહ્મણના નામોને અંતે “શર્મા”, ક્ષત્રિયેનાં નામોને અંતે “વર્મા કે
બ્રાત, વૈશ્યનાં નામોને અંતે “ભૂતિ” કે “દત્ત” અને શુદ્રોનાં નામને અંતે “દાસ” શબ્દ પ્રયોજવાનો સાધારણ નિયમ આપે છે. ચૌલુક્યકાલીન મનુષ્યોનાં નામ તપાસતાં એવાં બ્રાહ્મણનાં નામોને અંતે “ઈશ્વર” “અ”, આદિત્ય, “દેવ”નામ વગેરે મળે છે, જેવાં કે સોમેશ્વર, ચંડેશ્વર, બ્રહ્મદેવ, વયજલદેવ, મહાદેવ, ભેગાદિત્ય, અપરાદિત્ય ધર્માદિત્ય, વિશ્વેશ્વર, ચંડપ્રસાદ વગેરે.
ચૌલુક્યકાલીન રાજવીઓનાં નામોને અંતે “રાજ”, “દેવ”, “પાલ” વગેરે 'ઉપપદ પ્રયોજાયેલાં દષ્ટિગોચર થાય છે; જેવાં કે, મૂલરાજ, કર્ણદેવ, ભીમદેવ, કુમારપાલ, અજયપાલ, ત્રિભુવનપાલ વગેરે.
અધિકારીઓનાં નામોને અંતે “સિંહ”, “પ્રસાદ”, “રાજ” “ધવલ”, “પાલ” વગેરે ઉપપદ પ્રયોજાયેલાં જોવા મળે છે, જેવાં કે જયંતસિંહ, વસ્તુપાલ, સેમસિંહ, જશરાજ, ઉદયપાલ, જગસિંહ, અરિસિંહ, ગંડરાજ વગેરે.