________________
૧૬૨
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સેલંકીકાલીન અભિલેખોને આધારે આ બધી જાતિઓ વિશે વિશેષ માહિતી પ્રાપ્ય થતી નથી, પરંતુ તત્કાલીન સાહિત્યમાંથી માહિતી ઉપલબ્ધ થાય છે, પણ તેનું અહીં વિવેચન પ્રસ્તુત નથી. ૩. મનુષ્ય-નામ પ૮ : -
સેલંકીકાલીન અભિલેખોમાં આવતાં મનુષ્યનામેનું અવલેકન કરવાથી ગુજરાતનાં તત્કાલીન મનુષ્યનામેની પ્રણાલી વિશે ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. આ લેખમાં રાજાઓ, એમના સચિવે, બ્રાહ્મણો અને પ્રશસ્તિકારે ઉપરાંત સમાજના દરેક વર્ણના લેકેનાં નામે પણ આવે છે. આ ગામમાં ઘણું નામે દેવોનાં નામ પરથી પણ પહેલાં જણાય છે, જેવાં કે વિષ્ણુ, મહાદેવ, મધુસૂદન, રામચંદ્ર, કેશવ, માધવ, શંકર, સોમેશ્વરદેવ, શિવરાજ, નીલકંઠ, બૃહસ્પતિ, ગોવર્ધન, બલભદ્ર, વાસુદેવ, બ્રહ્મા, નરસિંહ, બ્રહ્મચંદ્ર, ગેવિંદ, દાદર, વરૂણદેવ વગેરે.
કેટલાંક નામે પ્રસિદ્ધ પૌરાણિક સ્ત્રી-પુરુષનાં નામ પરથી પડેલાં જણાય છે, જેવાં કે લક્ષ્મણ, જાનકી, ધર્માદિત્ય, ભીમરાજ, શાંડિલ્ય, રોહિણ, ઇન્દુ, સાવિત્રી, લક્ષ્મી, પરાશર, ભોજ, કપર્દિન, નારાયણ, સહદેવ, રાવણું (રાવણું નામ જોઈને નવાઈ લાગે છે, પરંતુ વસ્તુતઃ એક પ્રતિમાલેખમાં પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ઉપસ્થિત રહેતી વ્યક્તિમાં “રાવણ” નામની વ્યક્તિ ઉપસ્થિત હોવાનું તેંધાયું છે.)
સોલંકીકાળ દરમ્યાન જૈનધર્મને ફેલા વ્યાપક બન્યું હતું તેથી સમાજમાં આ ધમની અસર વધુ હતી અને આ કારણોસર ચૌલુક્યકાલીન સમાજમાં નામે તીર્થકર વગેરેનાં નામ ઉપરથી પાડવામાં આવતાં હતાં. જેવાં કે વાસુદેવ, વીરદેવ, રાજિમતી, વિમલ, અજિતદેવ, શાંતિ, પવચંદ્ર, જિનચંદ્ર, નેમિચંદ્ર, વધમાન વગેરે.
કેટલાંક નામો ગ્રહો અને નક્ષત્ર પરથી પાડવામાં આવેલાં છે. જેવાં કે સૂર્યાચાર્ય, સેમ, સેમેશ્વર, સોમસિંહ, રોહિણી, બૃહસ્પતિ, ભાસ્કર, મૂલરાજ, ચંદ્ર વગેરે.
કઈ કઈ નામે ઋતુઓ પરથી પડેલાં છે. જેવું કે વસંતપાલ.
કવચિત પર્વત પરથી પણ નામ પાડવામાં આવતું. જેવાં કે, પાહડ; તે ક્યારેક સંગીતના રાગ પરથી પણ પાડવામાં આવતું, જેવું કે કેદાર. કદાચ આ તીર્થરાજ કેદારના નામ પરથી પણ રાખ્યું હોય એમ લાગે. પણ આ નામ જેને લેખમાં આવેલું છે તેથી એ રાગ પરથી પડવાનું વિશેષ માની શકાય.