________________
ધાર્મિક સ્થિતિ
૧૭૭ લેખોની સંખ્યાનું પ્રમાણ વધુ મળે છે. આ દાનશાસનમાં દાતા તરીકે રાજા ઉપરાંત એના મહામાત્ય કે મંત્રી તેમજ રાજકુળના બીજા સભ્યોનાં નામ પણ મળે છે. ચૌલુક્યકાળ દરમ્યાન ખંડિયા રાજાઓ પણું ભૂમિદાન કરી શકતા હતા એ વાત લક્ષ્યમાં લેવા જેવી છે. આથી ભૂમિદાન આપવાને અધિકાર રાજા ઉપરાંત એમના સામે તેને પણ હવાનું પ્રતીત થાય છે.
દાતાઓ આ દાન પોતાનાં માતાપિતા તથા પિતાનાં યશ તથા પુણ્યની અભિવૃદ્ધિ માટે તેમજ ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈને કરતા હતા.
ભૂમિદાનમાં કેટલીક વાર ખેતર, વાવ, કૂવો તેમજ આખા ગામનું પણ દાન અપાતું. ધમેદાનને પ્રતિગ્રહ કરનારને એ ભૂમિની ઊપજના સર્વ અધિકાર આપવામાં આવતા હતા. એ અધિકાર પેઢી–ર–પેઢી સુધી ચાલુ રહે તે રીતે શાશ્વત કાલ માટે આપવામાં આવતો. લગભગ દરેક રાજાનું આવું ઓછામાં ઓછું એકાદ દાનશાસન તે મળેલું છે. ઘણું રાજાઓનાં એકથી વધારે દાનપત્ર પણ મળેલાં છે. ઉપરાંત અન્ય વિગતોની નોંધવાળા પણ ઘણું લેખો મળેલા છે. આ લેખોને આધારે ચૌલુક્યકાલીન ઇતિહાસ તેમજ સંસ્કૃતિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ થાય છે, જેમાં તત્કાલીન ધાર્મિક સ્થિતિ વિશે સર્વાધિક માહિતી ઉપલબ્ધ થાય છે.
ઉપલબ્ધ સાધનસામગ્રીને લક્ષમાં લેતાં આ કાલમાં અપાયેલ ધમદાને બે વગમાં વહેંચી શકાય : (૧) દેવદેય એટલે કે દેવાલયને અર્પણ કરેલાં અને (ર) પ્રલય એટલે કે બ્રાહ્મણને આપેલાં દાન. ચૌલુક્યકાલીન દાનશાસનમાં ઘણાં દાન બ્રાહ્મણોને આપવામાં આવેલાં જોવા મળે છે, જેમકે ભીમદેવ ર જાના આહડના દાનપત્ર પરથી બ્રાહ્મણને દાન અપાયાને ઉલ્લેખ છે, જ્યારે બાકીના દાન દેવાલય, વાપી, કૂવા, ધર્મશાળા, સત્રાગાર, તેલ માટેની ઘાણી, સરોવર વગેરેના નિભાવ નિમિત્તે આપવામાં આવેલાં છે. કેટલાંક દાન વિદ્યાલયના નિભાવ માટે પણ આપવામાં આવેલાં છે.૧૧ .
ગ્રંથોમાં દાન આપનારને ટ્રાતા, દાન લેનારને ઉતરતા અને દાનમાં આપવામાં આવતા પદાર્થને ટેગ કહેવામાં આવે છે.૧૨ દાનપત્રમાં દાન આપવામાં રહેલે દાતાને હતુ તેમજ એ દાન વડે પ્રતિગ્રહીતાને જે લાભ થાય છે તેનો ખ્યાલ આપેલ હોય છે. દાન આપનાર દાતાનો મુખ્ય હેતુ અગાઉ કહ્યું તેમ માતાપિતાનાં તથા પિતાનાં પુણ્ય અને યશની વૃદ્ધિ માટે અથવા માતાપિતાના પુણ્યની અભિ
૧૨