________________
૧૮૪
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન
(૬) મંદિરના આગળના ભાગમાં સ્તંભના આધારવાળી પરસાળ બનાવી
તેમજ રૂપાના જળમાર્ગવાળું મુંડકના આકારનું શિવનું આસન બનાવ્યું. (૭) પાપમોચન દેવમંદિરનો જીણોદ્ધાર કરાવ્યો તેમજ નદીમાં પગથિયાં કરાવ્યાં. (૮) બ્રાહ્મણો માટે વિશાળ ગૃહો બંધાવ્યાં. (૯) સોમનાથના માર્ગ પર નવીન નગરમાં બે વાપી કરાવી અને ત્યાં અપર
ચંડિકાની સ્થાપના કરી. કુમારપાલનાં ઉપયુક્ત કાર્યો એની પ્રશસ્તિમાં જણાવ્યાં છે.
વિ. સં. ૧૨૩૧ માંના અજયપાલના સમયના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે ચાહુયાન વંશના મહામંડલેશ્વર વૈજજલદેવે એક સત્રાગારને, ત્યાં નિયમિત ૫૦ બ્રાહ્મણે ભજન કરે એ માટે એક ગામ દાનમાં આપ્યું હતું.
ત્રિભુવનપાલના વિ. સં. ૧૨૫૯ ના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ત્રિભુવનપાલના સમયમાં રાણ લૂણપ્રસાદે પિતાની માતા સલખદેવીના પુણ્યાર્થે માઉલ તલપદ્રમાં બાંધેલાં સત્રાગારમાં કાપટિકના ભજન માટે સૂર્યગ્રહણના દિવસે એક ગામ દાનમાં આપ્યું હતું.
ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૬૩ ના દાનપત્રમાં ભીમદેવે રાણું સમરસિંહ ચક્રમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરી અને માલરી ગામ વચ્ચે લીલાપુરમાં બંધાવેલા ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરે તેમજ પ્રપા (પરબ) અને સત્રાગારના નિભાવ માટે એક ગામનું દાન કરેલું હતું.
વિ. સં. ૧૨૬૪ ના મહેર રાજા જગમલ્લના ટિમાણુના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે રાજા જગમલે પોતાના પિતા અને માતાના શ્રેય અથે તળાજામાં દેવશ્રી ચઉડેશ્વર અને પૃથિવિદેવીશ્વરની બે મૂતિઓની સ્થાપના કરી હતી. આ ઉપરાંત આ બને દેના રંગભોગ, પૂજાનૈવેદ્ય, ઉત્સવ દીપોત્સવ તેમજ સ્થાનના સમારકામ માટે તથા પ્રતિવર્ષ ધોળાવવા માટે અપાકવાળી તેમજ પાક વિનાની ૫૫ પારા જમીન દાનમાં આપી. લેખ પરથી જણાય છે કે જેને ખેડવા ત્રણ ખેડૂતોની જરૂર પડે તેટલી આ જમીન હતી.
વિ. સં. ૧૨૬૫ માં ભીમદેવ ર જાના સમયમાં ઉજજૈનમાં શિવમઠના મહત કેદારરાશિના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે એણે કેટેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેમજ એ સ્થાનમાં કેટ બધાવ્ય, અતુલનાથના જૂના નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું તેમજ કનખલનાથના આગળના ભાગમાં શૂલપાણિનાં બે નવાં