________________
૧૮૨
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
મળે એ માટે સ્થાનિક લેકેએ અથવા વહીવટી લેકેએ વિનંતી કરી હોવી જોઈએ અને રાજાએ આ અંગે ચાર હળ (સાંતી) જેટલી ખેડવાણ ભૂમિ સૂણકની પાસે આવેલાં લધુડાભી ગામમાંથી એ સરોવરના નિભાવ અર્થે આપી હશે.
વિ. સં. ૧૧૯૩ માં સિદ્ધરાજ જયસિંહના વખતમાં રાજ્યના ખજાનચી અંબપ્રસાદના સંબંધીઓએ ચંદ્રભાગા નદીને કિનારે કમતીર્થમાં (ગાળાને એ વખતે કમતીર્થ તરીકે ઓળખવામાં આવતું હશે) ગણેશ અને ભટ્ટારિકાદેવીનું મંદિર બંધાવેલું હતું.
|| વિ. સં. ૧૧૯૬માં સિદ્ધરાજ જયસિંહના સમયના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિંહના સેનાપતિ કેશવે દધિપદ્ર(હાલનું દાહોદ)માં પિતાની માતાના શ્રેય અથે ગોઝારાયણનું મંદિર બંધાવ્યું હતુ.૨૩ આ વિષ્ણુમંદિર હતું એમ કેટલાક વિદ્વાને ધારે છે, ૨૪ પરંતુ એ બરાબર નથી. આ બાબત તરફ અંગુલિનિર્દેશ કરીને શ્રી રત્નમણિરાવે ગ્ય રીતે જ ગેગનારાયણએ સર્પમંદિર હોવાનું જણાવ્યું છે. તેઓ ઉમેરે છે કે એ વખતે સર્ષપૂજા પ્રચલિત હતી અને ગેમ્સ નામે પૂજાતા સર્પદેવતાનાં મંદિરે પણ બંધાતાં હતા૫ અહીં વધુમાં ઉમેરવાનું કે ગોગા (ઘા)બાપા તરીકે આજે પણ સર્ષદેવતા અને નાગદેવતાની પૂજા ગુજરાતસૌરાષ્ટ્રમાં પ્રચલિત છે.
વિ. સં. ૧૨૦૨ ના માંગરોળના સોઢળીવાવના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સમયમાં શ્રી સાહારને પૌત્ર અને સહજીગને પુત્ર ગૃહિલ મૂલૂક રાજ્ય કરતું હતું. તેના નાનાભાઈ સેમરાજે પોતાના પિતાની યાદગીરીમાં સહજિંગેશ્વર મંદિર બંધાવ્યું તેમજ એના નિભાવ માટે દેગુઆ નામની વાવ દાનમાં આપી હતી. આ વાવ હાલમાં માંગરોળ પાસે હોવાનું મનાય છે.૨૬
ચૌલુક્યકાલમાં મોટા ભાગનાં દાન તેમજ પૂર્વ ઘણું કરીને મંદિર, વાવ, સરેવર, કૂવા વગેરેને નિમિત્તે અર્પણ થયેલ જણાય છે. વિ. સં. ૧૨૦૭ના કુમારપાલના શિલાલેખમાં જણુવ્યા પ્રમાણે રાજા કુમારપાલે સમિદેવેર મંદિરમાં પૂજા કરી એના નિભાવ માટે એક ગામ અને તેલની ઘાણી દાનમાં આપેલી.. અત્યાર સુધીનાં પૂર્વકાર્યોમાં આ ઘાણીનું દાન વિશિષ્ટ ભાત પાડે છે.
વિ. સ. ૧૨૦૭ માં કુમારપાલે વડનગરની સુરક્ષા માટે ફરતે કટ કરાવ્યું. હતું તેમજ લોકહિત માટે ત્યાં જળાશય કરાવ્યાં હતાં.૨૮