________________
૧૮૯
ધાર્મિક સ્થિતિ મૂલરાજ ૧ લે, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ ૧ લે, કર્ણદેવ,
જ્યસિંહદેવ (સિદ્ધરાજ), કુમારપાલ, મૂલરાજ ર જે અને ભીમદેવ ૨ જો આ બધા ચૌલુક્ય રાજવીઓને એના લેખમાં “ઉમાપતિવરલબ્ધપ્રસાદ કહ્યા છે. આ બાબત એમની શૈવધર્મ પ્રત્યેની આસ્થાની સૂચક છે.
શિવપૂજાની સાથે સાથે શક્તિપૂજા પણ પ્રચલિત હતી. વિ. સં. ૧૧૯૩માં સિદ્ધરાજ જયસિંહના ખજાનચીએ ગણેશ તેમજ ભટ્ટારિકદેવીનું મંદિર બંધાવ્યાને ઉલ્લેખ છે;૩૯ જોકે દેવીપૂજા શિવપૂજ જેટલી વ્યાપક ન હતી તેથી દેવીનાં મંદિરનો ઉલ્લેખ જૂજ મળે છે. ભાગવત સંપ્રદાય પ્રમાણેની વિષ્ણુપૂજાના ઉલ્લેખ કેટલાંક દાનશાસનમાં મળી આવે છે. ભાવબૃહસ્પતિએ વિષ્ણુપૂજન નિમિત્તની વૃત્તિઓને ઉદ્ધાર કરેલ.૪૦ ભીમદેવ ૨ જાના સમયમાં વિપ્ર શ્રીધરે માતાના નામ પરથી રહિસ્વામી (બલરામ)નું મંદિર કરાવ્યું હતું.'
સૂર્યપૂજા પણ ચૌલુક્યકાલમાં પ્રચલિત હતી. મહામાત્ય વસ્તુપાલે ખંભાત પાસેના નગરક નગરમાં જ્યાદિત્ય નામે સૂર્યની મૂતિ પાસે એમની પત્નીઓ રત્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓ પધરાવી હતી.૪૨ વિ. સં.૧૨૯૩ માં ખેરાળમાં સૂર્ય અને એમની બે પત્નીઓની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી.૪૩ - ચૌલુકાલમાં બૌદ્ધધર્મ સંપૂર્ણપણે લુપ્ત થયેલ જણાય છે. એના સ્થાને જૈન ધર્મને પ્રસાર વ્યાપકપણે જોવા મળે છે. આભિલેખિક પુરાવા જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે ચૌલુક્ય રાજાઓ તરફથી જેન ધમને રાજ્યાશ્રય મળ્યો હતો. ચામુંડરાજ, કર્ણદેવ અને સિંહદેવે જિનાલયોને આપેલાં ભૂમિદાનના ઉલ્લેખ પણ મળે છે. ભીમદેવ ૧ લાના સમયમાં દંડનાયક વિમલે આબુ પર વિ. સં. ૧૦૮૮ માં આદિનાથનું આરસથી ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ ઉલ્લેખ સં. ૧૩૭૮ માં થયેલા એના જીર્ણોદ્ધારને લગતા પ્રશસ્તિલેખમાં થયે છે.૪૪
ચૌલુક્ય રાજાઓમાં કુમારપાલના સમ્પમાં જૈન ધર્મને ઠેલાવો સર્વાધિક થયેલ તેમ આમિલેખિક પુરાવા જોતાં ચોકકસ કહી શકાય, જેની ચર્ચા અન્યત્ર કરેલી છે. (૯) દેવપૂજા :
દેવાલયને દાન આપવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે દેવાલયમાં રહેલ દેવપ્રતિમાની વિધિસરની પૂજા માટે જે ખર્ચો થતા તેની વ્યવસ્થા બરોબર થઈ શકે. દેવપૂજાની વિધિના અનેક પ્રકાર હોય છે. તેને ડર પણ કહેવાય છે. દેવપૂજા પંચોપચાર, દશેપચાર કે ષડશેપચારથી કરવામાં આવતી હતી. પંચોપચાર પૂજા