________________
ધાર્મિક સ્થિતિ
વિ. સં. ૧૨૧૬ ના કુમારપાલના બાલીના શિલાલેખમાં જણુાવ્યા પ્રમાણે વાલરી ગામ અનુપમેશ્વર દેવને ભેટ આપ્યું હતું તેમજ બહુસુણદેવીની પૂજા માટે ૧ હળ જમીન અને વાડી દાનમાં આપ્યાં હતાં.
૧૮૩
વિ. સં. ૧૨૨૦ ના કુમારપાલના ઉયપુરના લેખમાં જણાવ્યા અનુસાર કુમારપાલે ચંદ્રગ્રહણના દિવસે ઉક્લેશ્વર મંદિરના નિભાવ માટે દાન આપ્યું હતું. વિ. સં. ૧૨૨૨ માં કુમારપાલના સમયમાં ચાહડ ઠાકુરે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે ઉઘ્યપુરમાં મદિરના નિભાવ માટે સાંગવટ્ટા ગામના અર્ધા ભાગ દાનમાં આપ્યા હતા.૨૯ આ પરથી કહી શકાય કે મ ંદિરના નિભાવ માટે ગામની ઊપજને અધ ભાગ પણ અપાતા હતા.
વિ. સં. ૧૨૨૨ ના ગિરનારના એક લેખમાં રાણિગના પુત્ર આંખાંકે સુવાવડી પરખ નીચે રસ્તાની ઉત્તર બાજુ (આ સ્થળ ગિરનારમાં આવેલુ છે.) પગથિયાં કરાવ્યાં હતાં. આ સુવાવડી એટલે ‘સારી વાવડી’ અર્થાત ‘સારી વાવ’ અને એના પરની પરખ પર ચડવા કરાયેલ પગથિયાંની આ વાત હોવાનું કહી શકાય.
આ આંબાકે વિ. સ. ૧૨૨૩ માં ગિરનારમાં ખષુત્રીખાબમાં પગથિયાં કરાવ્યાં હોવાનું ગિરનારના લેખમાં નોંધાયેલું છે.
વિ. સ. ૧૨૨૫ માંના એક શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સચિવ ધવલની પત્નીએ આનંદનગર (વડનગર)માં શિવાલય બધાવ્યું હતું તે એના નિભાવ માટે એક ગામ દાનમાં આપ્યું હતુ..૩૦
એ જ વર્ષોંના શિલાલેખમાંક૧ કુમારપાલે કરેલાં અસંખ્ય પૂકાર્યાંના ઉલ્લેખ મળે છે, જેવા કે
(૧) કુમારપાલે વૃક્ષ, જળ વગેરે સાથે બ્રહ્મપુરી નામનુ ગામ ઉપભાગ માટે આપ્યું.
(૨) દેવાલયના ઉદ્ધાર માટે ૫૫૫ પૂજ્ય જનોની પૂજા કરી.
(૩) મંદિરની દક્ષિણ અને ઉત્તર બાજુ મજબૂત દુ બધાવી નગરના વિસ્તાર કર્યા.
(૪) ગોંરી, ભીમેશ્વર, કપદી', સિદ્ધશ્વર વગેરેનાં મંદિરે પર સુવ`કળશે
મુકાવ્યા.
(૫) રાજાઓની સભા માટે દરબારખંડ અનાવરાવ્યા તેમજ રસોડાં અને સ્નાન માટે વાપીની રચના કરાવી.