________________
ધાર્મિક સ્થિતિ
પ્રાસ્તાવિક :
ચૌલુકયકાલીન અભિલેખાના મુખ્ય વિષય દાનશાસનના રહ્યો છે. આ દાનશાસનામાં જે દાનની વિગતો મળે છે તે દાન ધાર્મિ ક હેતુનુ જ જણાય છે. આ કાલનાં તામ્રપત્રો, શિલાલેખા અને પ્રતિમાલેખાના આધારે એ સમયની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે.
યસ દાય :
એ જમાનામાં દાનનું મહત્ત્વ અંકાયું હતું. ધર્માંશાસ્ત્રમાં તેમજ પુરાણેામાં એને મહિમા જોરશેારથી ગવાયા હતા. પૌરાણિક ધર્માંના પ્રચાર સાથે આ દાન પૂત ધર્માંના પણ ભારે ફેલાવા થયા હતા. કલિયુગમાં દાનને ધર્માંનું પરમ અગ માનવામાં આવ્યું હતું. ગૃહસ્થાને પણ એ પરમ ધ ગણાતા.૧ અભિલેખા તેમજ સાહિત્યમાં થયેલા ઉલ્લેખા તેમજ ઉપલબ્ધ અવશેષો એ બાબતના સમક છે. દાન લેવાનાં વિવિધ દ્રવ્યો પૈકી અમુક દ્રવ્યોનું દાન ઉત્તમ કોટિનુ એટલે કે મહાન ગણવામાં આવતું. એમાં સુવર્ણ, ધેનુ, અશ્વ, હસ્તી, ભૂમિ, કન્યા વગેરેનો સમાવેશ થતા. કયારેક ધેનુ, ભૂમિ અને વિદ્યાનું દાન અત્યુત્તમ અતિયાન કોટિનું માનવામાં આવતું. સાધારણ રીતે ભૂમિદાન સર્વોત્તમ કોટિનુ ગણાતું.૪ સુવ, ઘેનુ, અન્ન વગેરે પદાર્થોનુ દાન કરવાનો અધિકાર સĆમાન્ય હોવાથી બધા વના લાકા એ પ્રકારનાં દાન યથાશક્તિ આપતા હશે. પણ આ જંગમ પ્રકારના દાનને અંગે લખાણ લખવાની ભાગ્યે જ જરૂર રહેતી હાય. જો એનુ ખત કદાચિત લખાવ્યું હોય તો પણ એ પદાર્થાના ઉપયોગ અનિત્ય હોવાથી એને તામ્રપત્ર જેવા અક્ષય પદાર્થ પર કોતરવાની જરૂરિયાત ભાગ્યે જ પડે. આથી વિપરીત, સ્થાવર ભૂમિનું દાન શાશ્વત હોઈ ભૂમિઠ્ઠાનને અંગે હમેશા ખત લખવામાં આવતું ને તે પ્રતિષ્ઠહિતાને તાંબાના પતરા પર લખી આપવામાં આવતુ'. ચૌલુકયકાલ દરમ્યાન આવાં ભૂમિદાન લખાયેલ અનેક પ્રકારનાં તામ્રપત્રા મળી આવ્યાં છે. અલબત્ત, તેના પૂર્વના મૈત્રકકાલની સરખામણીએ ચૌલુકજકાલમાં તામ્રપત્ર પર લખેલાં દાનશાસનની સખ્યા ઓછી મળી છે. આ કાલમાં શિલા પર લખેલા