________________
સામાજિક સ્થિતિ
૧૬૯ માહિતીને આધારે ચૌલુક્યકાળ દરમ્યાન મિલક્તની વહેંચણી માટે કદાચ નીચેના નિયમો પ્રવર્તતા હોવાનું સંભવિત છે૧૧૩ : (૧) મિલક્તની વહેચણી અંગે નારદ અને બૃહસ્પતિમાં જણુવ્યા અનુસાર
લિખિત દસ્તાવેજ કરવો પડતો હશે. (૨) પિતાની ઉત્તરક્ષિા, ધર્મદેય, રાજકર, દેવકર તેમજ અન્ય દેવું આપવા
માટે મિલકતમાંથી વ્યવસ્થા કરવી પડતી. (૩) માતાને સરખો હિસ્સો રાખવામાં આવતો. (૪) મિલકતની વહેચણી વખતે અપરિણીત પુત્રીના લગ્ન માટેની જોગવાઈ કરાતી. (૪) અપુત્રિકાધનને ત્યાગ :
કેટલાક સાહિત્યિક ઉલ્લેખને આધારે જાણવા મળે છે કે કુમારપાલે રાજ્યમાંથી લેવાતા અપત્રિકાધનને ત્યાગ કર્યો હત; આ કારણસર કુમારપાલ ચૌલુક્ય રાજવીઓમાં વિશેષ પ્રશંસાપાત્ર બનેલ છે. અપત્રિકાધનને ત્યાગ એટલે કે જે વિધવાને કઈ પુત્ર ન હોય તેનું ધન રાજા લઈ લેતે, આથી એ વિધવાની દુર્દશા થતી. આથી આ ધન “રુદત્તીવિત્ત” ધન તરીકે ઓળખાય છે. ૧૪
આમ અગાઉના રાજવીઓ નહતા કરી શક્યા તે કાર્ય કુમારપાલે કર્યું હતું. એમ કહેવાય છે કે અપુત્રિકાધનને ત્યાગ એ રાજકીય અર્થવ્યવહારની દૃષ્ટિએ વધુ અગત્યનું પગલું છે. આ અપુત્રિકાધનના ત્યાગનો ઉલ્લેખ રજેર ગામના ગુર્જર પ્રતિહાર વંશના રાજા મયનદેવના વિ. સં. ૧૦૧૬ ના લેખમાં પણ જોવા મળે છે. ૧૧૫ આ પરથી સ્પષ્ટ થાય છે કે મધ્યકાલમાં રાજ્યની આવકનાં સાધનોમાં આ અપુત્રિકાધનને પણ સમાવેશ થતો હોવો જોઈએ. ૮. મેજશેખ-ખાનપાન :
ચૌલુક્યકાલીન અભિલેખોમાંથી આ સમયના લેકે મોજશેખ અને ખાનપાન માટે શું શું કરતા હશે એને ખ્યાલ આવતું નથી. અભિલેખોમાં એના નિર્દેશને પ્રસંગ પડ્યો નહિ હોવાથી આ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી નથી. આ પ્રકારની માહિતી વિશેષતઃ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે:
કુમારપાલના વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)ના લેખમાં ૧૬ જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસોએ જીવહિંસાની મનાઈ હતી. આ પરથી સૂચિત થાય છે કે ચૌલુક્યકાળ દરમ્યાન જીવહિંસા થતી હતી. આ હિંસાનાં ત્રણ પ્રજને સંભવે છે :