________________
૧૬૮
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
પણ કરી શકતી હતી. કેટલાક તત્કાલીન સાહિત્યિક ઉલ્લેખ પરથી જણાય છે કે આ કાલમાં દાસી પ્રથા પણ પ્રચલિત હતી. બહુપત્નીપ્રથાને પણ વ્યાપક પ્રચાર હતા. લેખોમાં એક પતિ અને એની બે પત્નીઓએ કરેલ દાનના ઉલ્લેખ પણ મળે છે. સાધારણ રીતે બહુપત્નીઓ રાજાએ મંત્રીઓ અને શ્રેષ્ઠીઓ કરતા હતા.
(૨) લગ્નવિચછેદ : અભિલેખોને આધારે ચૌલુક્યકાલના સમાજમાં લગ્નવિચ્છેદ અથવા છૂટાછેડા સમાજના અમુક વર્ગોમાં પ્રચલિત હોવાનું જણાય છે. આ કાલમાં લખાયેલા “લેખપદ્ધતિ” નામના ગ્રંથમાં લેખ તેમજ દસ્તાવેજોના નમૂના આપેલા છે. આ ગ્રંથમાં “ઠીકનપત્ર” અથવા લગ્નવિચ્છેદને એક લેખ આપેલ છે ૧૬. લેખના સારાનુવાદ પ્રમાણે શ્રીપત્તનમાં મહામાત્ય શ્રી અમુક મેહર શ્રી ચાંઈકને ઢીકનપત્ર આપે છે કે મેહર લૂનીઆકે કુટુંબમંડળ એકત્ર કરીને છે પિતાની પુત્રી ચાંઈક પાસેથી છોડાવી છે. આ પછી દિવસે જતા કુટુંબ સમવાય સહિત મેહર ચાંઈઓકે આત્મીય સ્વજન લેકની જાણપૂર્વક આભીર ઘઉલીઆકને ઢીકન–વ્યવહારથી પિતાની પુત્રી આપી૧ ૦૮. આ ઢીકનપત્ર રાજકુલમાંથી મેળવ્યું છે. કાલાંતરે પણ પૂર્વકાલનાં પતિપત્નીઓ એકબીજાનું મુખ જોતાં નહિ. સં. ૧૨૮૮, વર્ષ વૈશાખ સુદ ૧૫ સેમ. લગ્નવિચ્છેદને આ એક અત્યંત સેંધપાત્ર દસ્તાવેજ છે. લગ્નવિચ્છેદના બન્ને પક્ષના લેકે મેર જાતિના હોય, પરંતુ એમાં સ્ત્રીનું પુનર્લગ્ન આભીર જાતિના પુરુષ સાથે કરવામાં આવેલું છે. આ વિચ્છેદવિધિ જ્ઞાતિની પંચાયત સમક્ષ જ કરવામાં આવેલું છે. આ ઢીકનપત્ર પાટણમાં રાજકુલમાંથી લેવામાં આવેલ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે મેર, આભીર કે રબારી જેવી જાતિઓ ચૌલુક્યકાળ દરમ્યાન અસ્તિત્વ ધરાવતી હશે. મેર જાતિને આ નોંધપાત્ર પ્રાચીન ઉલ્લેખ છે.
(૩) દાસીપ્રથા : ચૌલુક્યકાલીન ગુજરાતમાં પૂર્વકાલથી ચાલી આવતી દાસીપ્રથા ચાલુ રહેલ જોવા મળે છે? ૦૯. જોકે એના આભિલેખિક ઉલ્લેખ પ્રાપ્ત નથી. “લેખપદ્ધતિમાંથી દાસીના વેચાણના વિધિસરના દસ્તાવેજ અથવા એના નમૂનાઓ મળી આવેલ છે.૧૧૦ તેમાંથી પહેલા બેનું શીર્ષક “દાસીપત્રવિધિ” છે
જ્યારે બીજા બેનું શીર્ષક “સ્વયમાગતદાસીપત્રવિધિ” એવું છે.૧૧૧ “લેખપદ્ધતિમાં દાસવિષ્યને કઈ દસ્તાવેજ નથી.
આ કાલ દરમ્યાન મિલક્તની વહેંચણી અંગેનું વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨) નું વિસંગપત્ર “લેખપદ્ધતિમાં પ્રાપ્ત થાય છે૧૧૨. આ પત્રમાં આપેલી