________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
- ઉપરોક્ત રજૂ કરેલા મુદ્દાઓને આધારે એમ સ્પષ્ટ માની શકીએ કે જયસિંહે ભીમદેવ પાસેથી વિ.સં. ૧૨૬૬-૬૭માં રાજસત્તા પડાવી લીધી હશે, એ પછી ભીમદેવે વિ.સં. ૧૨૬૭–૭૩ દરમ્યાન એ પાછી મેળવી હશે. આ પછી જયસિંહે ફરી વિ.સં. ૧૨૭૬-૮૦ દરમ્યાન ફરી તે સત્તા પડાવી લીધી હશે અને ભીમદેવે સં. ૧૨૮૦-૮૩ દરમ્યાન તેને પુન: હસ્તગત કરી હશે.૨૯૫ ઉપર્યુક્ત ૧રજને જે લેખ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે તેમાં પહેલું પતરું પાટણમાંથી પ્રાપ્ત થયું છે, બીજુ પતરું મળ્યું નથી. આ લેખમાં વર્ષ વિ.સં. ૧૨૭૪ આપેલું છે. આ લેખમાં મૂળરાજ ૧ લાથી ભીમદેવ ૨ જા સુધીની વંશાવળી આપેલી છે. આ પછી અભિનવ સિદ્ધરાજ જયસિંહદેવની પ્રશસ્તિ આવે છે. આ ભૂમિદાન
સિંહદેવે વાઉલે પથકમાંથી આપેલું જણાય છે. ૨૮૬ આ લેખના વર્ષના આધારે સ્પષ્ટ જણાય છે કે વિ.સં. ૧૨૭૪માં સિંહદેવ અણહિલપુરમાં રાજ્ય કરતે હતું. આ પરથી તે ભીમદેવે વિ.સં. ૧૨૭૩–૭૪ દરમ્યાન બીજીવાર અને વિ.સં. ૧૨૭૬-૮૦ દરમ્યાન ત્રીજીવાર સત્તા ગુમાવ્યાનું તેમજ વિ.સં. ૧૨૭૪–૭૬ દરમ્યાન બીજી વાર અને વિ.સં. ૧૨૮૦–૮૩ દરમ્યાન ત્રીજીવાર સત્તા પાછી મેળવ્યાનું સ્પષ્ટ થાય. ભીમદેવ ર જ (ત્રીજીવાર)
ઉપરોક્ત માહિતીના આધારે સ્પષ્ટ જણાય છે કે વિ.સં. ૧૨૮૩માં ભીમદેવ૨ જાએ તેની ગુમાવેલી સત્તા ફરીથી પ્રાપ્ત કરી હતી અને એ પછી તેણે લગભગ વિ.સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨) સુધી ૧૫ વર્ષ રાજ્ય કર્યું હતું.
વિ.સં. ૧૨૮૦માં ભીમદેવ ર જે પાછે સત્તા પર આવ્યા પછી તેણે કેટલાંક દાનશાસને ફરમાવ્યાં હતાં. તેના આ દાનશાસને વિ.સં. ૧૨૮૩ થી ૧ર૯૮ દરમ્યાનનાં છે. જોકે આ દાનશાસનમાંથી રાજકીય કરતાં સાંસ્કૃતિક વિગતો વિશેષ પ્રમાણમાં જાણવા મળે છે. આ દાનશાસનમાં અભિનવસિદ્ધરાજ, સપ્તમ– ચક્રવતી અને કયારેક બાલનારાયણવતાર જેવાં બિરુદથી એને નવાજેલ છે. આ વખતે ભીમદેવે લવણુપ્રસાદને પોતાના રાજ્યનો સર્વેશ્વર બનાવ્યું હતું અને વિરધવલને યુવરાજ તરીકે નીમ્યો હતો.૨૮૭
ભીમદેવના રાજ્યકાલના થોડા વખતમાંજ દેવગિરિના યાદવ રાજવીએ ગુજરાત પર ચડાઈ કરી હતી. આ દરમ્યાન (વિ.સં. ૧૨૮૮ ઈ.સ. ૧૨૩૨ લગભગ). મારવાડના ચાર રાજવીઓએ પણ ચડાઈ કરી, પરંતુ લવણપ્રસાદ અને વિરધવલે આ બધા સાથે મૈત્રી બાંધી લીધી હતી.૨૯૮