________________
રાજકીય સ્થિતિ : સમકાલીન રાજ્ય
૧૨૭
બાલાપ્રસાદ પછી તેને ભાઈ જિંદુરાજ સત્તા પર આવ્યો હતો. એ પછી તેને યેષ્ઠ પુત્ર પૃથ્વીપાલ સત્તા પર આવ્યું. પૃથ્વીપાલના વખતે કર્ણદેવ ૧લાની સેનાએ આક્રમણ કર્યું ત્યારે પૃથ્વીપાલે એ હુમલો પાછો હઠા હતા.૮૨ પૃથ્વીપાલ પછી તેને ભાઈ જોજલ્લ સત્તા પર આવ્યું હતું. જેજલ્લ પછી તેને નાનાભાઈ આશારાજ આવ્યું હતું. આ આશારાજને બે પુત્રો હતા. કટુદેવ અને આહણુદેવ. આશારાજે પૃથ્વીપાલના પુત્ર એટલે કે તેને ભત્રીજો રતનપાલને નડુલની સત્તા આપી પોતે મારવાડના બાલીમાં જઈ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું.૮૩ -
: સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાલ દરમ્યાન વિ. સં. ૧૨૦૦ (ઈ. સ. ૧૧૪૪) ને લેખ બાલીમાંથી પ્રાપ્ત થયું છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે મહારાજાધિરાજ
સિંહદેવના રાજ્યમાં સામત આશારાજે બહુસુણદેવીની પૂજા માટે દાન આપ્યું હતું.૮૪
આશારાજ પછી નડુલમાં રત્નપાલ અને પછી તેને પુત્ર રાયપાલ સત્તા પર આવ્યા હતા. પરંતુ ઈ. સ. ૧૧૪૪ દરમ્યાન આશારાજના પુત્ર કહે છેડક સમય દરમ્યાન નડુલની સત્તા લઈ લીધી હતી, પણ ઈ. સ. ૧૧૪૫ માં રાજ્યપાલે ફરી એ સત્તા હસ્તગત કરી હતી.૮૫
સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન રાજ્યપાલ અને કટુદેવને જયસિંહ સાથે સારા સંબંધ ન હતા. આથી સિદ્ધરાજના મૃત્યુ પછી કુમારપાલે વિ. સં. ૧૨૦૯-૧૨૧૦ (ઈ. સ. ૧૧૫૩–૧૧૫૪) દરમ્યાન આ બન્નેના પ્રદેશ લઈ લીધા અને ત્યાં વૈજ્જલદેવને દંડનાયક તરીકે મૂક્યો. આ જ સમય દરમ્યાન આશારાજના બીજા પુત્ર આહવે કુમારપાલને સૌરાષ્ટ્રના યુદ્ધમાં સાથ આપે. આથી કુમારપાલે તેને ઈ. સ. ૧૧૫૩–૧૧૫૪ દરમ્યાન કિરાડુ સહિત નડુલનું સામંતપદ પાછું આપ્યું. આહણદેવનો વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩) નો કિરાડુમાંથી શિલાલેખ પ્રાપ્ત થયો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે શાકભરીના વિજેતા કુમારપાલના વિજયરાજ્યમાં સ્વામીની કૃપાથી એને કિરાડનું રાજ્ય પ્રાપ્ત થયું હતું. આ લેખ પ્રમાણે રાજા આહૂણદેવે પિતાના રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસોએ જીવહિંસાની મનાઈ કરી.
આવ્હેણુદેવ પછી તેના પુત્ર કેલ્હણે કુમારપાલનું સામંતપદ ચાલુ રાખ્યું હતું. વિ. સં. ૧૨૨૮ (ઈ. સં. ૧૧૭૧) ને કેહણનો શિલાલેખ નફુલમાંથી પ્રાપ્ત થાય છે. જો કે આ લેખમાંથી વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી.