________________
૧૮
ગુજરતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
માહિતી ઉપરાંત તેમનાં નિવાસસ્થાન, ધર્મ, મનુષ્ય નામે, પદ વિશે પણ વિગતે માહિતી પ્રાપ્ત થાય છે. એક બે લેખોમાંથી ગુર્જર વિષ્ણુકોના ઉલ્લેખા પણુ
મળે છે.૩૩
માહેશ્વરી વિષ્ણુકા
ભગવાન શિવનું ઉપનામ “મહેશ્વર” છે. એના ઉપાસકો “માહેશ્વરી” તરીકે ઓળખાય છે. ચાલુકયકાલીન અભિલેખા તથા સાહિત્યમાંથી માહેશ્વરી વણિકો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. લેખમાં દાતાના નામ આગળ સ્પષ્ટતઃ વણિક’ શબ્દના પ્રયોગ થયા નથી, પરંતુ એમાં પ્રાપ્ત થતાં મનુષ્યનામેા કે અટકોના આધારે એમને વિણક જ્ઞાતિના ગણી શકાય. વિ. સ ૧૨૨૨ (ઈ. સ. ૧૧૬૬)ના લેખમાં શ્રી ચાહડ ઠાકુરના નામના ઉલ્લેખ થયેલો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે “ચાહડ” નામ એના વણિકત્વનું સૂચન કરે છે.
શ્રીમાળીવર્ણિકા :
શ્રીમાળી વણિકોના સ્થળાંતરને લીધે એમનામાં અનેક પેટાવિભાગે પડયા હતા. શ્રીમાળી જ્યાં વસતા તે પ્રદેશના નામ પરથી એમનાં અલગ જ્ઞાતિજૂથે અસ્તિત્વમાં આવ્યાં. જે શ્રીમાળી વણિકો લાટપ્રદેશમાં રહેવા ગયા તે સમય જતાં લાટ–લાડ શ્રીમાળી તરીકે અલગ જ્ઞાતિથી જાણીતા થયા.૩૪ ચાલુકય રાજા કર્ણદેવે લાના વિજ્ય વિ. સં. ૧૧૪૮ (ઈ. સ. ૧૦૯૨)માં કર્યા બાદ શ્રીમાળી વિષુકોને નવા જીતેલા પ્રદેશોના વહીવટ કરવા માટે નીમ્યા હતા.
સૌરાષ્ટ્રમાં જે શ્રીમાળી વણિકો વસ્યા હતા તે વખત જતાં કડોળીયા, કપોલ અને સોરરિયા એમ વિવિધ જ્ઞાતિભેદે ઓળખાવા લાગ્યા. ૩૫
એાઢ વણિકા : શ્રીમાળી વણિકોની માફક સ્થળાંતરના લીધે માઢ વિણકોમાં પણ જ્ઞાતિભેદો ઉદ્દભવ્યા હતા.
માઢ વણિકોની ઉત્પત્તિ અંગે કેટલીક પૌરાણિક કથા પણ છે.૩૬ ચૌલુકય કાલ દરમ્યાન આ વણિકા લશ્કરમાં સેવા આપતા હતા અને ઉચ્ચ પદે પણ પ્રાપ્ત કરતા હતા. મંત્રી નિમ્ન વનરાજ ચાવડાના સમયમાં ગાંભૂ ગામમાં સૈનિક હતા. આ પછી એના વંશમાં મંત્રી વિમલ થયા હતા જે ચદ્રાવતીના દંડનાયક હતો.૩૭ આ ઉપરાંત સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન મંત્રી ઉદ્દયન અને એના પુત્રાએ પણ યુદ્ધમાં ભાગ લીધે હતા.