________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયના
એટલે દેશ મ`ડલના મુખ્ય ઠક્કુર, અધિષ્ઠાનક' એટલે વડા મથકના વહીવટી અધિકારી, ‘કરણપુરુષ’ એટલે સચિવાલયમાં કામ કરતા અધિકારી કે કારકુન ‘શયાપાલક’ એટલે રાજા કે મહામ ક્લેશ્વરના શય્યાગૃહના રક્ષક, ‘ભટ્ટપુત્ર’ એટલે ભટ(સૈનિક)..
૧૧૮
આમાં ભટ્ટને અથ ભર્તા' થાય, પણ અહીં સ્તુતિગાંયક ‘ભટ' અભિપ્રેત હાવાનું લાગે છે.
આ દાનપત્રના અંતમાં ઉપરારિ નામના અધિકારીના ઉલ્લેખ થયા છે, કદાચ એનો અર્થ ઉપરિક થતા હશે.૨૮
બલાધિ’એ અધાધિકૃતૂનું ટૂંકું રૂપ છે.૨૯ વિ. સ. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૮)ના ‘તામ્રપત્રમાં૩૦ “પૂજામાત”નો ઉલ્લેખ થયેલો છે. “પૂજામાત્ય” એટલે દેવકરણના અધિકારી, રાજા દૈવન (જોશી) અને મહાૌતિકની પણ નિમણૂક કરતા હતા.૩૧ કુમારપાલના વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના શિલાલેખમાં ૨ અગનિગ્રહકના નિર્દેશ થયેલો છે. આ ‘અગનિગૃહક’ એટલે રાજાનો અગરક્ષક હતા. પ્રાદેશિક અધિકારીઓ
ચૌલુકયકાલીન રાજ્યના મુખ્ય વહીવટી વિભાગ મ‘ડલ’ તરીકે ઓળખાતા હતા. મ`ડલના વડા અધિકારી મડલેશ્વર’ કે મહામડલેશ્વર’ તરીકે ઓળખાતા હતા. ઘણી વાર આ અધિકાર દંડનાયકને પણ આપવામાં આવતા હતા; જેમકે વયજલ્લદેવની ઘણી વાર મડલેશ્વર તરીકે એક મ`ડલમાંથી ખીજા મડલમાં બદલી થતી હતી.૩ કેટલીક વાર મડલેશ્વર કે દંડનાયક કોઈ નાના વહીવટી વિભાગ પર કે કોઈ અમુક ગામ પર અધિકાર ધરાવતા હતા. ૩૪
ઘણીવાર નવા જિતાયેલા મંડલમાં દંડનાયક કે સેનાપતિની નિમણૂક કરાતી. જેમકે ભીમદેવ ૧ લાએ ચદ્રાવતીમાં દંડનાયક તરીકે વિમલની નિમણૂક કરી હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં દંડનાયક તરીકે સજ્જન તથા શાભનદેવની તથા ધિપત્રમાં સેનાપતિ તરીકે કેશવની નિમણૂક કરી હતી.
ઘણા અભિલેખોમાં ‘મહાસાધનિક’ નામના અધિકારીના નિર્દેશ થયેલો જણાય છે. આ મહાસાધનિક' એટલે નગરની પોલીસના વડો હશે.૩૫ કેટલાક અભિલેખામાં દેશાધિકારી”નો પણ ઉલ્લેખ થયેલો જણાય છે. આ અધિકારી મડલના મુખ્ય મહેસૂલી અધિકારી હશે.૩૬ વિ. સ. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ના કુમારપાલના લેખમાં ‘નાયકના ઉલ્લેખ થયેલા છે.૩૭