________________
૧૫૪
ગુજરાતના ચીલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
ઉલ્લેખ સૌ-પ્રથમ છે. (૨) ગાલિય ગેત્રને ઉલ્લેખ જોતાં એબાજુથી બ્રાહ્મણની પેટા જ્ઞાતિ “નાગર”ને ઉપગ અભિલેખમાં શરૂ થયે, ત્યારે બીજી બાજુએ ગોત્ર દ્વારા બ્રાહ્મણની ઓળખ ચાલુ રહી છે.
નાગર બ્રાહ્મણે પ્રાદેશિક સ્થળભેદને લીધે વડનગરા, વિસનગરા વગેરે પેટા ભેદોમાં વિભક્ત થયા છે. આ પેસ જ્ઞાતિઓના નાગર બ્રાહ્મણમાં બ્રાહ્મણનાં જ ગ, જેવાં કે ભારદ્વાજ, ગાર્ગ, શાંકુત્ય વગેરે જણાય છે. આથી સંભવ છે કે આ બ્રાહ્મણે હાલના નાગર બ્રાહ્મણના પૂર્વજો હશે.૨૦
આનંદનગર (વડનગર)ના બ્રાહ્મણે રાજકીય કુનેહને લીધે ચૌલુક્ય રાજવીઓના પ્રિય બન્યા હતા અને વહીવટનાં વિવિધ પદ સંભાળતા હતા. આ સમયે આનંદનગર “નગર” તરીકે પ્રખ્યાત બન્યું હતું અને નગરમાંથી આવતા વિદ્વાન અને કાર્યકુશળ બ્રાહ્મણો “નાગર” નામથી જાણીતા બન્યા હોય એમ શક્ય છે. આમ પ્રાચીન કાલથી જ આનંદનગર એ બ્રાહ્મણોનું આદિસ્થાન હતું. ત્યાર પછી કાલાંતરે આ બ્રાહ્મણે નજીકમાં વસેલા વિસનગરમાં વસવાટ કરતા થયા એટલે “વડનગરા” અને “વિસનગરા” એવા ભેદ ઊભા થયા. જો કે વિસનગરમાં આ બ્રાહ્મણના વસવાટ અંગે કેઈ આભિલેખિક પુરાવો પ્રાપ્ત થતું નથી. આનંદપુરના નાગર ઋત્વિજોએ પર્યાદ-સાઠોદ ગામ દાનમાં આપીને ત્યાં બ્રાહ્મણોને વસાવ્યા હતા તેમાંથી વખત જતાં સાઠોદરા નાગરને પિટાવિભાગ ઉત્પન્ન થયો. આ ઉપરાંત,
જ્યાં જ્યાં નાગરે વસ્યા તેમાંથી કૃષ્ણપરા અથવા કૃષ્ણરા, ચિત્રપુરાચિત્રોડા અને પ્રશ્નપુરા અથવા પ્રશ્નોરા બ્રાહ્મણે એવા પેટાવિભાગે થયા. કાપિણ્ડલ ગેત્રના આનંદપુરીય નાગર બ્રાહ્મણ નાના નામના કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણને પ્રભાસપાટણમાં હવેલી બંધાવી અપાઈ હતી. ભીમદેવ જાના વિ. સં. ૧૦૯૩ (ઈ. સ. ૧૦૩૭)ના લેખમાં પ્રસન્નપુરવાસી વત્સગેત્રના બ્રાહ્મણ દાદરના પુત્ર ગેવિંદને ભૂમિદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસન્નપુર સાથે પ્રશ્નોરા નાગર જ્ઞાતિને કંઈક સંબંધ છે એવું અનુમાન રસિકલાલ પરીખે કર્યું છે. ૨૨ નાગર જ્ઞાતિના બ્રાહ્મણોને ઈ. સ. ૧૧ મા શતકમાં વિલનગર વગેરે ગામો દાનમાં આપ્યાં હતાં ત્યારથી વડનગરા, વિસનગર, સાઠોદરા વગેરે નાગર જ્ઞાતિઓ જુદી પડી એવો વિદ્વાનોને મત છે. ૨૩ મેઢ બ્રાહ્મણે
પુરાણોક્ત મોહેરક, હાલનું મહેસાણું જિલ્લામાં આવેલ મોઢેરા, પરથી મોઢેરાના બ્રાહ્મણ અને ત્યાંના વતની વૈશ્ય બહાર જતાં ત્યાંના નામથી ઓળખાયા.