________________
૧૫૫
સામાજિક સ્થિતિ હજુ આજે પણ ત્યાં આ બને જ્ઞાતિઓની કુલદેવી માતંગી માતાનું મંદિર છે. વિદ્વાનોએ મોટેરાને આ બને જ્ઞાતિના વતન તરીકે સ્વીકારેલું છે.૨૪
મોઢ બ્રાહ્મણને સ્વતંત્ર જ્ઞાતિ તરીકે ઉલ્લેખ આ સમયના લેખેમાંથી પ્રાપ્ત થાય છે; જેમકે ચિંચણીમાંથી મળેલા શિલાહાર વંશના રાજા છિતુરાજદેવના મહાસામંત અને મહાસાંધિવિગ્રહક શ્રી વેજલદેવ તથા એના પુત્ર ચામુંડરાજના લેખમાં એમને માટે “ઢવંશીય” શબ્દ પ્રયોજાય છે. આ બાબત પરથી એ જાણવા મળે છે કે આવા ઊંચા હોદ્દા પર રાજકાજમાં નિષ્ણાત બ્રાહ્મણોને નીમવામાં આવતા હતા, જેને ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની નેંધપાત્ર ઘટના ગણી શકાય.
વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૬૦)ના ભીમદેવ ૧ લાના પાલનપુરના એક લેખમાં મોઢ બ્રાહ્મણ જનકને ભૂમિદાન અપાયાને ઉલ્લેખ છે.
વિ. સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬)ના મૂલરાજ ૨ જાના લેખમાં અંતે, વિતનિ શાસનં મોઢાનવપ્રqતમદાક્ષાસ્ટિ’ | લખેલું વંચાય છે. એમાં મહાક્ષપટલિકના હોદ્દા પર મેઢ વ્યક્તિ હોવાનું સૂચિત થાય છે. શ્રીમાળી બ્રાહ્મણે
આ બ્રાહ્મણનું મૂળ વતન શ્રીમાલ કે ભિન્નમાલ નગર છે.
વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧)ના દુર્લભરાજના સમયના તામ્રપત્રમાં આ. બ્રાહ્મણોનો ઉલ્લેખ થયેલે છે. ઔદીચ્ય બ્રાહ્મણે
અત્યારે ગુજરાતમાં વસતા બ્રાહ્મણમાં ઔદીચ્ય જ્ઞાતિના બ્રાહ્મણોની સંખ્યા સૌથી મોટી છે. “ઉદીચ્ય” શબ્દ એ બહુ વિશાળ ભૌગોલિક સંદર્ભોને વ્યક્ત કરે છે. ઉત્તર દિશાના રહીશ તે “ઉદીચ્ચ". ગુજરાતમાં અને બીજા પ્રદેશોમાં વસતા બ્રાહ્મણો મૂળ ઉત્તરમાંથી નીકળીને બીજે રહેવા ગયા છે. આ જોતાં ઘણીખરી બ્રાહ્મણ જ્ઞાતિઓ મૂળ ઉદી-ગણાય, પરંતુ અહીંયાં “ઉદીચ્ય શબ્દ માત્ર ચૌલુક્ય રાજાઓએ જે બ્રાહ્મણને ઉત્તરમાંથી તેડાવીને ગુજરાતમાં વસાવ્યા તેમના સમૂહના નિર્દેશ માટે પ્રયોજે છે.
ચૌલુક્યકાળ દરમ્યાન ગુજરાતમાં મૂલરાજે ઔદિચ્ય બ્રાહ્મણોને આશ્રય આપે હતો. મુલરાજે એની જિંદગીના અંતિમ દિવસે સરસ્વતી નદીના કિનારે આવેલા