________________
ગુજરાતના ચાલુક્યકાલીન અભિલેખ : એક અધ્યયન અધિકાર થશે. જો કે ત્રિલેચનપાલનું બીજુ તામ્રપત્ર જણાવે છે કે બારપના પુત્ર ગેગ્નિરાજે શત્રુઓના હાથમાંથી પિતાને સમગ્ર પ્રદેશ પાછો મેળવ્યો. સંભવતઃ આ સત્તા પાછી મેળવવામાં અને પશ્ચિમ ચાલુક્યોની સહાય મળી હશે.
જેકે દુર્લભરાજે લાટ ફરીથી મેળવ્યું હોવાનું વડનગરપ્રશસ્તિ પરથી જણાય છે. સુરતના ત્રિલેચનપાલના તામ્રપત્ર પરથી જણાય છે કે ગેગ્નિરાજના પુત્ર કાતિરાજે લાટ ગુમાવ્યું હતું. આ કીતિરાજે થોડા જ વખતમાં પોતાનું રાજ્ય મેળવીને તેણે શક સંવત ૯૪ (ઈ. સ. ૧૦૧૮) માં તાપીના તટ પરની જમીન દાનમાં આપી હતી એ અંગેની નોંધ પણ સદર ત્રિલેચનપાલના સુરતના તામ્રપત્રમાં મળે છે.
આ વખતે ચાલુક્યરાજા અણહિલપુરના ચૌલુક્યોનું નહીં પરંતુ ધારાનગરીના ભોજ રાજાનું આધિપત્ય સ્વીકારતા હોવાનું જણાય છે. કીર્તિરાજના પુત્ર વત્સરાજે વિ. સં. ૧૦૬૭ (ઈ. સ. ૧૦૧૧) માં મેહડવાસક–૭૫૦–મંડલમાંથી ભૂમિદાન કર્યું હતું. આ રાજા વત્સરાજ પરમાર ભોજદેવને સામંત હતે. એણે સોમનાથપાટણમાં આવેલ પ્રસિદ્ધ સોમનાથ મંદિરને શક સ. ૯૭૨ (ઈ. સ. ૧૦૫૦-૫૧) માં સોના અને રત્નોથી જડેલું છત્ર ભેટ કર્યું હતું. આ વત્સરાજની પ્રેરણાથી કવિ સેલે “ઉધ્યસુંદરી-કથા' નામના ગ્રંથની રચના કરી હતી. વત્સરાજ પછી તેને પુત્ર ત્રિલોચનપાલ સત્તા પર આવ્યું હતું. આ ત્રિલોચનપાલે શ. સં. ૯૭૨ (ઈ.સ. ૧૦૫ –૫૧)માં માધવ નામના ભાર્ગવ બ્રાહ્મણને એરથાણ-૯૦૦ વિસ્તારમાંનું એક ગામ દાનમાં આપ્યું હતું. - આ પછી ચૌલુક્યરાજવી કર્ણદેવ ૧ લાએ ઈ. સ. ૧૦૭ પહેલાં લાટને જીતી લીધું અને ત્યાં પિતાને સીધે અમલ પ્રવર્તાવ્યા. વિ. સં. ૧૧૩૧ (ઈ.સ. ૧૦૭૪)ના મહારાજાધિરાજ કર્ણદેવના લેખને આધારે જણાય છે કે નાગાસારિકા (નવસારી) વિષય કર્ણદેવની સત્તા નીચે હતો ૩૭ અને એ વિષયમાંથી કર્ણદેવે એક ગામનું દાન કર્યું હતું. આ લેખના આધારે એ પણ જણાય છે કે કર્ણદેવે લાટ જીતીને ત્યાં મહામંડલેશ્વર તરીકે દુર્લભરાજની નિમણૂંક કરી હતી. આ મહામંડલેશ્વર દુર્લભરાજે એ જ દાન પછીના મહિને પિતાના નામ પર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્રિલેચનપાલના પુત્ર ત્રિવિક્રમપાલના સમયને શક સં. ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭) ને લેખ પ્રાપ્ત થયું છે. આ લેખના આધારે જણાય છે કે ત્રિવિકમપાલે ચૌલુક્યરાજવી કર્ણદેવ પાસેથી નાગસારિકા-વિષય પાછો મેળવ્યું હતું. સદર લેખ