________________
રાજકીય સ્થિતિ સમકાલીન અને
૧૦૧ એ યાદવ રાજા સિધણને ગુજરાત પર ચડાઈ કરવા પ્રેર્યો. પરંતુ આ વખતે વસ્તુપાલે શંખ અને યાદવ રાજવી સિંધણ વચ્ચે કૂટ પડાવી અને સિ ધણુની કૂચને માળવા તરફ વાળી. ઈ. સ. ૧૨૩૭ના અરસામાં સિંઘની સેના તેના સેનાપતિ રામના નેતૃત્વ નીચે ચડી આવી. તેમને રાણું વીસલદેવે પાછો હાંકી કાઢી કાગ્યા. એ વખતથી શંખે લાટ પ્રદેશને સદાને માટે ગુમાવ્યું હોવાનું જણાય છે. વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૪)માં ભરૂચ સ્પષ્ટતઃ વિસલદેવની હકુમતમાં હોવાનું જિણાય છે.૪૭ ૧૦. પરમાર વંશ
(૧) માળવા શાખા
ગુજરાતના ચીલુક્ય કાળ દરમ્યાન તળ ગુજરાત તેમજ સમીપવતી પ્રદેશમાં પણ કેટલાક રાજવંશની સત્તા હતી. તેમાં પરમારે મુખ્ય હતા. આમા આ પરમારોની ઉત્પત્તિ આબુ પર્વત પર વશિષ્ઠ કરેલા યજ્ઞમાંથી થઈ એ અનુશ્રુતિને આધારે તેઓ અગ્નિકુળના હોવાનો ઉલ્લેખ અભિલેખમાં થયું છે.૪૮ આ વંશને પૂર્વજ ઉપેદ્ર મૂળમાં દક્ષિણના રાષ્ટ્રકૂટોના પદાધિકારી તરીકે માળવા આવ્યું હત૮ અને એણે ઈ. સ. ૮૦૨ થી ૮૧૨ના ગાળામાં માળવા પર પોતાની સત્તા જમાવી હતી-૫૦
ઉપેન્દ્ર પછી આ વંશમાં અનુક્રમે વૈરિસિંહ ૧ લે, સીયક ૧લે, વાસ્પતિ ૧ લે, વૈરસિંહ ૨ જે વગેરે રાજવીઓ થયા. આ વૈરસિંહ ૨ જાના પછી તેને પુત્ર સાયક ર જે થયો. આ સીયક ૨ જાનું ગુજરાતમાંથી વિ સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)નું તામ્રપત્ર મળ્યું છે. હરસોલના આ તામ્રપત્રને આધારે જણાય છે કે સીયકને ગુજરાતમાં ખેટકમંડલ (હાલનું ખેડા અને તેની આસપાસના પ્રદેશ) પર પણ અધિકાર હતો.૫૧
સીયક ૨ જાના હરસોલમાંથી વિ. સં. ૧૦૦૫ (ઈ. સ. ૯૪૯)નાં બે તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે.પર આ તામ્રપત્રને આધારે જણાય છે કે સીયકે યોગરાજ પર ચડાઈ કરી પાછા ફરતાં રસ્તામાં મહી નદીને કાંઠે સરનાલ પાસે છાવણી નાંખી મોહડવાસક વિષય (હાલનું સાબરકાંઠા જિલ્લાના મેડાસા તાલુકાનું મુખ્ય મથક મોડાસા)ના કુંભારેટકપ૩ (ડાસાથી પૂર્વમાં મેઘરજ તાલુકામાં આવેલ કમરેડા) અને સહકા (મોડાસાથી ૮ માઈલ દક્ષિણમાં આવેલ સકા) ગામ આનંદપુરના લëપાધ્યાય તથા તેના પુત્ર નાના દીક્ષિત નામના બ્રાહ્મણને દાનમાં આપ્યાં હતાં.