________________
ર.
ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન સૌરાષ્ટ્રમાં આ સમયે સેરઠમાં ચૂડાસમા વંશનું, હાલાર વિસ્તારમાં જેઠવા વંશનું, પ્રભાસપાટણમાં વાજા વંશનું, માંગરોળ વિસ્તારમાં ગૃહિલ વંશનું તેમજ તળાજા વિસ્તારમાં મેહર વંશનું રાજ્ય પ્રવર્તતું હતું, જેની ટૂંકી વિગત નીચે મુજબ છે. ૨. ચુડાસમા વંશ
સિંધના સમા જાતિના ચંદ્રચૂડ કે ચંદ્રચૂડે વામનસ્થલી (વંથલી)માં ઈ. સ. ૮૭૫માં પિતાની સત્તા સ્થાપી તેને રાજવંશ ચૂડાસમા નામથી ઓળખાયે.૪ આ વંશના ગ્રાહરિપુને મૂળરાજ ૧ લાએ હરાવ્યાનું હેમચંદ્રાચાર્યે નોંધ્યું છે. વળી દુર્લભરાજે પણ વંથળીને વિજ્ય કરીને તેના પર પિતાનું આધિપત્ય પ્રર્વતાવ્યાનું કહેવાય છે.
આ વંશમાં રાખેંગાર ૧ લે ઈ. સ. ૧૯૪૪ થી ૧૦૬૭ દરમ્યાન થયે હતે. ચૌલુક્ય રાજવી ભીમદેવ ૧ લાની રાણી ઉદયમતી આ ખેંગારની પુત્રી હતી. રા'ખેંગાર ૧લા પછી રાઘણ રે જે (૧૯૬૭ થી ૧૦૯૮) સત્તા પર આવેલે. તેને લીમડી પાસે સોલંકી સેનાએ પરાજ્ય આપેલ.
સિદ્ધરાજ જયસિંહના અમલ વખતે ચૂડાસમા વંશમાં રાખેંગાર ૨ જે સત્તા પર હતે. વિ. સ. ૧૧૯૬ (ઈ.સ. ૧૧૪૦)ના દાહોદના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે સુરાષ્ટ્રના રાજાને કારાગૃહમાં નાખ્યો હતે. આ પ્રદેશને સિદ્ધરાજે ખાલસા કરીને ત્યાં સજ્જનમંત્રીની નિયુક્તિ કરી હોવાનું “પ્રબંધચિંતામણિ” પરથી જણાય છે. આ સજ્જનમંત્રીએ ગિરનાર પર નેમિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ માટે તેણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઊપજ ખર્ચમાં વાપરેલી. આ કારણે સિદ્ધરાજે નારાજ થઈને સૌરાષ્ટ્રને દંડાધિપતિ તરીકેને હવાલે તેની પાસેથી લઈ લીધે અને તે શનિદેવને સોંપ્યું હોવાનું વંથળીના વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)ની પ્રતિમાલેખ પરથી જણાય છે. અલબત્ત, સજ્જનના વર્ષ વગરના શત્રુંજ્યના લેખમાં તેને મંત્રી તરીકે ઉલ્લેખ થયેલું છે.૧૦ આ ઉપરાંત પ્રભાવક્યરિત માં પણ સજ્જનને મંત્રી તરીકે ઉલ્લેખ થયેલ છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે શનિદેવ ઈ. સ. ૧૧૨૫માં સોરઠને દંડાધિપતિ હતા એ પછી તેની પાસેથી સત્તા ખૂંચવી લઈને સૌરાષ્ટ્રમાં ફરીથી ચૂડાસમા સત્તા કેવી રીતે પ્રવતી ? જેકે ચારણેએ તે ચારણી સાહિત્યમાં સિદ્ધરાજ અને ખેંગારના યુદ્ધમાં ખેંગાર મરાયાની વાત કરી છે, પરંતુ દાહોદના લેખ પરથી જણાય છે કે સિદ્ધરાજે તેને મારી નાંખ્યું ન હતું પરંતુ બંદીવાન કર્યો હતો. આથી એમ